You are here
Home > Health >

શું તમે જાણો છો આપણા ઘરની આજુબાજુ ઉગી નીકળતી આ નકામુ લાગતુ છોડ “દૂધેલી” ના છે આવા અઢળક ફાયદાઓ, જાણીને ખરેખર નહી આવે વિશ્વાસ…

મિત્રો, આ સમગ્ર વિશ્વમા એવી અનેકવિધ ઔષધિઓ છે, જેનાથી આપણે માહિતગાર હોતા નથી પરંતુ, જો એકવાર તમને આ ઔષધો વિશેની યોગ્ય માહિતી મળી જાય અને ત્યારબાદ જો તમને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડી જાય તો તમારે ક્યારેય પણ દાકતર પાસે જવાની આવશ્યકતા પડતી નથી.

મોટાભાગના કિસાનો ઘણીવાર પપૈયાના પાન અથવા તો જામફળીના પાનથી પણ ઘણી બધી આવક પ્રાપ્ત કરતા હોય છે પરંતુ, આજે અમે તમને જણાવી દઈએ કે, નિંદામણ પણ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે, તમને અત્યારે આ વાત પર વિશ્વાસ નહિ આવી રહ્યો હોય પરંતુ, આ વાત એકદમ વાસ્તવિક છે.

ઈશ્વરે દરેક ઋતુ પ્રમાણે શરીર તથા વાતાવરણમા થતા પરિવર્તનને કારણે જે સમસ્યાઓ કે બીમારી ઉદ્ભવે છે, તેના નિદાન પણ આપણી સામે મુક્યા જ હોય છે. આવશ્યકતા છે તો માત્ર થોડોક અનુભવ અને આ ઔષધને પારખવાની સમજણ આવી જ એક ઔષધિ દૂધેલી છે. આ દુધેલીનુ નિંદામાણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર અને શહેરમા બારેમાસ જોવા મળે છે. તેનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ ચોમાસાની ઋતુ દરમિયાન થતા તાવ તથા ખાસ કરીને ડેન્ગ્યુ જેવી બીમારીઓમા થાય છે. જો તમને ઝાડા થઇ ગયા હોય તો બે ચમચી દૂધેલીના રસનુ સેવન કરવુ જેથી, આ સમસ્યા દૂર થઈ જશે.

માત્ર આ દુધેલી જ નહી પરંતુ, આપણી નજીક એવી અગણિત વસ્તુઓ છે, જે આપણા માનવશરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ગુજરાત રાજ્યમા દુઝતા હરસની સમસ્યામા અને ડાયેરીયાની સમસ્યામા પણ આ દુધેલી ઉપયોગી સાબિત થઇ રહી છે. આમ, તો આ વીડનુ નામ જ અસ્થમા વીડ છે એટલે કે અસ્થમા બ્રોંકાઇટીસની સમસ્યામા પણ તે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

Leave a Reply

Top