You are here
Home > Health >

શું તમે જાણો છો ભોજન કર્યા બાદ ભૂલેચૂકે ન પીવી જોઈએ આ વસ્તુ, નહીંતર થઇ શકો છો આવી ગંભીર બીમારી નો શિકાર, જાણો અને બીજાને પણ જણાવો…

આજના સમયમાં બધા જ ઠંડીની મોસમ હોય કે ગરમીની મોસમ હોય ગમે તે મોસમમા બધાને ઠંડુ પાણી પીવાનુ પસંદ આવે છે અને આ પાણી પીવાથી શરીરમા તાજગી મહેસુસ થાય છે. ભોજન કર્યા બાદ ક્યારે પણ ઠંડુ પાણી ન પીવુ જોઇએ. તેનાથી આપણા શરીરને ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. જમ્યા બાદ તરત ઠંડુ પાણી પીવાથી આપણુ પાચનતંત્ર નબડુ પડે છે અને આપણી રોગપ્રતિકારાક શક્તિમા ઘટાડો થાય છે અને તેનાથી પિત્તાશયને લગતી સમ્સ્યામા વધારો થાય છે. આના જેવા જ ઘણા નુક્શાનો થઇ શકે છે જેના વિશે જાણીએ. જમ્યા બાદ ક્યારેય ભુલથી પણ આ ભુલ ના કરવી. તે તમારા સ્વાસ્થ્યને બહુ ભારે નુકશાન થઇ શકે છે અને ઇમ્યુનીટિમા પણ ઘટાડો થઇ શકે છે.

કાકડા ની સમસ્યા

તમે જ્યારે ઠંડુ પાણી પીવો છો તો તમને ખબર જ હસે કે પાણી આપણા મોઢામા થોડો સમય રહે છે પછી ગળાથી નીચે જાય છે. કારણ કે ઠંડુ પાણી જ્યા સુધી તે સામાન્ય પાણી જેવુ નથી થાતુ ત્યા સુધી આપણા ગળાથી નીચે નહી ઉતરે અને આમ થવાથી આપણા પાચનતંત્રમા પાચન થવા માટે સમય લાગે છે. આ કારણે આપાણને કાકડાની સમ્સ્યા થઇ શકે છે. જેના કારણે આપણા ગળામા દુખાવો પણ રહિ શકે છે.

કબજિયાત ની સમસ્યા થાય છે

આપણા પાચક રસ નુ તાપમાન ઠંડુ પાણી પીવાથી ઓછુ થઇ જાય છે અને આપણી પાચન શક્તિ નબળી થઇ જાય છે અને તેના કારણે આપણે લીધેલ ખોરાકને પચવામા મુશ્કેલી પડે છે અને કબજીયાતની સમ્સ્યામા વધારો થાય છે. જે લોકોને કબજીયાતની સમસ્યા પહેલીથી જ છે તો તે લોકોને ઠંડુ પાણી ન પીવવુ જોઇએ. ઠંડુ પાણી પીવાથી આંતરડાઓનુ સંકોચન થાય છે અને તે કબજીયાતનુ મોટુ કારણ છે.

હાર્ટ એટેક નો ખતરો વધે છે

ભોજન કરતી વખતે અથવા તો ભોજન કર્યા બાદ તરત ઠંડુ પાણી પીવાની ટેવ આપણા હદય માટે ખુબ મોટો ખતરો છે. જમ્યા બાદ તરત ઠંડુ પાણી પીવાથી હદયને લગતા રોગો થવાની અને હાર્ટ અટેકની સંભાવના વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ ને નુકસાન

બરફ અથવા તો ફ્રિજનુ ઠંડુ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિને નુક્શાન થાય છે. જેના કારણે આપણુ શરીર રોગો સામે લડી શકશે નહિ. ઠંડુ પાણી પીવાથી આંતરડાને લગતી બિમારીઓ થવાની સંભાવના વધે છે અને પાઇલ્સ થવાની સંભાવના પણ રહે છે.

કફ અને ગળફા ની સમસ્યા થાય છે

ઠંડુ પાણી પીવાથી આપણા શરીરમા કફ બનવાનુ પ્રમાણમાં વધારો થાય છે. વધારે કફ બનવાથી રોગપ્રતિકારક શક્તિમા ઘટાડો થાય છે. જેના કારણે શરદી અને ઉધરસ થવાને સંભાવના વધે છે. એટલા માટે ક્યારેય પણ જમ્યા બાદ ઠંડુ પાણી ન પીવુ જોઇએ અને સામાન્ય એવુ ગોરાનુ પાણી પીવુ જોઇએ.

Leave a Reply

Top