
મિત્રો, હાલ કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે દાકતર અને વૈજ્ઞાનિકોનો દાવો એવો છે કે, ઇમ્યૂનિટી નબળી પડવાના કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. ઇમ્યૂનિટી જો માંજુત હોય તો તમારુ શરીર અનેકવિધ બીમારીઓ સાથે સરળતાથી લડી શકે છે. ઇમ્યૂન સિસ્ટમ નબળી પડવાને કારણે તમે અવારનવાર બીમાર પડી શકો છો. ઇમ્યૂનિટીનુ ધ્યાન રાખવુ એ હાલ અત્યંત આવશ્યક બની ગયુ છે. તો આજે અમે એક એવા પીણા વિશે જણાવીશુ જે તમારી ઇમ્યૂનિટી વધારવામા સહાયરૂપ સાબિત થશે. તો ચાલો જાણીએ.
આવશ્યક સાધન-સામગ્રી :
ગાય નુ દૂધ : એક ગ્લાસ, બદામ : દસ નંગ, ખજૂર : ત્રણ નંગ, હળદર : ત્રણ ચમચ, તજ : બે ચમચ, એલચી પાવડર : એક ચમચ, દેશી ઘી : એક ચમચ, મધ : એક ચમચ
વિધિ :
આ માટે સૌથી પહેલા તો બદામને આખી રાત પાણીમા પલાળીને રાખી મુકો. ત્યારબાદ વહેલી સવારે બદામનું કતરણ કરી લો. બદામનુ કતરણ થઇ જાય એટલે ખજૂર માથી ઠળિયા બહાર કાઢી લો. ત્યારબાદ આ બંને ચીજવસ્તુઓ ને બ્લેન્ડરમા ક્રશ કરી લો. ત્યારબાદ એક ગ્લાસ દૂધને હુંફાળું ગરમ કરી લો. આ દૂધ થોડુ ગરમ થાય એટલે તેમા બદામ-ખજૂર પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમા હળદર, તજ અને ઇલાયચી પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમા એક ચમચી ઘી અને મધ ને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણ નુ રાત્રે સૂતાં પહેલા સેવન કરી લેવુ. થોડા જ દિવસમા તમને ફરક જોવા મળશે.