You are here
Home > Janva Jevu/Tips >

શું તમે જાણો છો કરેલા માથી કડવાશ ને દૂર કરવા માટે આ છે જબરદસ્ત ઉપાય, આ ઉપાય અજમાવો અને બનાવો આવુ સ્વાદિષ્ટ શાક…

કારેલાનો ગુણધર્મ જ છે કે તે શરીરને નિરોગી રાખે છે. તથા ડાયાબીટીસ ના દર્દીઓ માટે ની અકસર દવા માનવામાં આવે છે. કારેલા સ્વાદે કડવા હોવાથી લોકો તથા બાળકો તેનાથી દૂર ભાગી રહ્યા છે. આજે તમને જણાવી દઈએ કે કડવા કારેલાની કડવાશ કઈ રીતે દૂર કરવી.

લોટ-નિમક નો ઉપયોગ

સૌપ્રથમ તો કરેલા સ્વચ્છ પાણી એ ધોઈને છોલી નાખવા. ત્યારબાદ કારેલા ઉપર લોટ અને મીઠું ભભરાવો. તે પછી આશરે અડધાથી એક કલાક માટે એમ જ રહેવા દો ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા હવે તમારા કારેલા ની કડવાશ સાવ નહિવત હશે. હવે તમે આ કારેલાનું સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો.

કારેલાની છાલ છોલીને કાઢી લેવી: આપને જણાવી દઇએ કે કારેલા ની કડવાશ સૌથી વધારે તેની છાલમાં હોય છે જો કારેલાની છાલ છોલીને કાઢી નાખવામાં આવે તો તેની કડવાશ દૂર થઈ જાય. અને બનાવવામાં આવેલું શાક પણ કડવું લાગશે નહીં.

દહીનો ઉપયોગ: સૌપ્રથમ કારેલા ધોઈ ને છાલ કાઢી તેને નાના ટુકડામાં સમારી લેવા ત્યારબાદ તેમાં દહીં નાખવું અને થોડીવાર દહીમાં રહેવા દેવા આવું કરવાથી કડવા કારેલાની કડવાશ દૂર થાય છે તથા બનાવેલા શાકને દહી સાથે આરોગવાથી પણ કારેલા કડવા લાગતા નથી.

નિમક નો ઉપયોગ: સૌપ્રથમ કડવા કારેલાની કડવાશ કાઢવા માટે તેના એકસરખા ટૂકડા કરવા ત્યાર પછી તેની ઉપર નિમક નાખવું અને અડધી કલાક એમ જ રાખવું. આવું કરવાથી કારેલાની કડવાશ ઓછી થાય છે.

Leave a Reply

Top