You are here
Home > Dharm >

શુ તમે જાણો છો કોઈપણ ધામમા દર્શન કર્યા બાદ, તેના ઓટલે કેમ બેસવામા આવે છે? આ રહ્યુ કારણ…

મિત્રો, જ્યારે કોઈ મંદિરમા આવીને આંખ બંધ કરીને ઈશ્વર સામે હાથ જોડે છે ત્યારે મનમા એક પ્રશ્ન થાય છે કે, જો તમે મંદિરે ઈશ્વરના દર્શન કરવા જ આવ્યા છો, તો આંખો બંધ શા માટે કરો છો? આંખ ખુલ્લી રાખોને તેમના દર્શન કરો અને જ્યારે તમારા દર્શન થઈ જાય ત્યારબાદ જ્યારે ઓટલે બેસીએ એટલે યાદ કરેલ દર્શનને ધ્યાનમા લાવો અને આ સમયે આંખ બંધ કરો

ઓટલે બેસીને આ એક શ્લોકનુ રટણ કરવુ જે નીચે મુજબ છે.

“અનાયાસેન મરણમ્…
વિના દૈન્યેન જીવનમ્
દેહાન્તે તવ સાન્નિધ્યમ્
દેહિ મે પરમેશ્વરમ્”

આ શ્લોકમા એવુ કહેવામા આવ્યુ છે કે, લોકો જ્યારે મંદિરે પ્રભુ ના દર્શન કરવા માટે જાય છે ત્યારે બંને આંખો ખુલી રાખીને અને મન મુકીને દર્શન કરવા જોઈએ અને જ્યારે તમારા દર્શન પૂન થઇ જાય ત્યારબાદ મંદિરના ઓટલે બેસો અને આ દર્શનને ધ્યાનમા લાવો. આ સમયે તમારી આંખ બંધ કરો. ધ્યાન કરો કે, જે દર્શન કરેલ છે તે દેખાય છે કે નહિ?

જો ના દેખાય તો પાછા દર્શન કરવા માટે ચાલ્યા જાવ. ત્યારબાદ પાછુ ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમા બેસી જાવ અને જ્યારે ધ્યાનમા એ દર્શન આવે ત્યારે ઈશ્વર પાસે એટલુ માંગો કે, હે ઈશ્વર અનાયાસેન મરણમ્ એટલે કે મને પીડા વગરનુ મરણ આપજો. વિના દૈન્યેન જીવનમ્ એટલે બીજા પર આધાર રાખ્યા વગરનુ જીવન આપજો એટલે કે મારુ જીવન કોઈના પર બોજ ના બને.

દેહાન્તે તવ સાન્નિધ્યમ્ એટલે કે મરતા હોય ત્યારે તમારુ દર્શન થવુ જોઈએ જેમ ભીષ્મને થયેલુ તેમ. દેહિ મે પરમેશ્વરમ્ એટલે હે પરમેશ્વર એટલે કે બસ મને આટલુ આપો. આ કોઈ માંગણી નથી કે ના તો કોઈ યાચના છે, આ કેવળ એક ભક્તની સાચા હ્રદયથી કરેલી પ્રાર્થના છે. તો આ કારણોસર મંદિરમા જવાનુ અને ત્યા જઈને થોડા સમય માટે ઓટલે બેસવુ અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Top