You are here
Home > Health >

શું તમે જાણો છો માનવી ના સ્વાસ્થ્ય માટે ખાલી હળદળ જ નહી પરંતુ તેનુ તેલ પણ છે અતિગુણકારી, ત્વચા થી લઈને આવી અનેક બીમારીઓ મા આપે છે રાહત…

હળદળ દરેક ઘરના રસોઈઘરમા સરળતાથી મળી જાય છે. આ દરેક ભારતીયો ના રસોઈઘર પ્રમુખતા થી ઉપયોગ કરવામા આવતો મસાલો છે. હળદળમા ઘણા ગુણકારી તત્વો હોય છે, જેના વિશે બધા જ જાણે છે પરંતુ જેટલી ગુણકારી હળદર છે તેટલું જ લાભદાયક તેનુ તેલ પણ હોય છે. આ તેલ નો ઉપયોગ તમારા માટે ઘણા પ્રકારે લાભદાયક સાબિત થઈ શકે છે. ત્વચા સંબંધીત તકલીફો, સાંધા ના દુખાવા જેવી તકલીફો મા આ તેલ રાહત આપે છે. આ તેલ આયુર્વેદિક ઔષધિ ના રૂપમા પ્રયોગ કરવામા આવે છે. તો ચાલો જણીએ આ તેલ ના બીજા શું ફાયદા છે તે વિશે.

ખીલ ની સમસ્યાથી બચાવે

આ હળદળ લગાવવા થી ત્વચા મા નિખાર આવે છે, તે રીતે જ તેનુ તેલ પણ ત્વચા માટે ખૂબ જ લાભદાયક હોય છે. તેનાથી તમારી ત્વચા મુલાયમ બને છે. આ આપણ ને ખીલ ની સમસ્યા થી પણ બચાવે છે. જેનાથી આપણી ત્વચા બેદાગ બને છે. આ તેલ ત્વચા મા થતા ફંગલ ચેપ ને પણ અટકાવે છે.

બેક્ટેરિયા સામે લડવા છે સક્ષમ

આ હળદળમા મળી આવતા ગુણધર્મો આપણી રોગપ્રતિકારક શક્તિ ની ક્ષમતા ને પણ વધુ મજબૂત બનાવે છે. આ તેલ નો ઉપયોગ શરીરમા રક્ત નુ પરિભ્રમણ સારી રીતે કરે છે. રક્ત નું સારું પરિભ્રમણ શરીરમા ઓક્સિજન ના સ્તર ને સંતુલિત રાખે છે તેમજ આપણા શરીર ના સંપર્કમા આવતા બેક્ટેરિયા સામે લડવામા રક્ષણ પૂરું પાડે છે. જેના લીધે આપણે જલ્દી-જલ્દી બીમાર પડવાથી બચીએ છીએ.

કોશિકાઓ ને અંદર થી કરે છે ઠીક

આ તેલ સાંધા ના દુખાવામા આરામ અપાવે છે. તેનાથી ઉપસ્થિત તત્વ કોશિકાઓ ને રિપેર કરવાનુ કામ કરે છે. તેથી ઈજા ના દુખાવા મા પણ આ તેલ નુ મસાજ કરવા થી પણ લાભ મળે છે. આ ન કેવળ અંદર થી કોશિકાઓ ને રિપેર કરે છે પરંતુ હાડકાઓ તેમજ સાંધા ને પણ મજબૂત બનાવે છે. સાંધામા દુખાવા થવા પર આ તેલ નુ મસાજ કરવું જોઈએ. તેના થી જૂનામા જૂનુ દર્દ પણ દૂર થઈ જાય છે.

Leave a Reply

Top