You are here
Home > Janva Jevu/Tips >

શું તમે જાણો છો નિયમિત ભોજન ની સાથોસાથ પાપડ નું સેવન કરવાથી શરીર ને મળે છે આવા લાભ, ઘણા રોગો માથી મળશે રાહત…

મિત્રો, આપણા દેશમા ભોજનની સાથે પાપડ ખાવાની પરંપરા પૌરાણિક છે પરંતુ, સૌથી વધુ પાપડ રાજસ્થાનમા ખાવામા આવે છે. જો કે, દેશમા સૌથી વધુ પસંદ કરવામા આવતા પાપડ ગુજરાત રાજ્યના છે. આપણા દેશમા કોઈ શુભ પ્રસંગ કે તહેવાર પર જુદી-જુદી વાનગીઓ સાથે પાપડ બનાવવામા આવે છે. ચાલો, આજે આપણે જાણીએ કે, આ પાપડનુ શા માટે ભોજનની સાથે સેવન કરવામા આવે છે તથા તેનાથી આપણને શું-શું લાભ થાય છે.

પાપડને હમેંશા ભોજનની અંતમા ખાવામા આવે છે. આવુ એટલા માટે હોય છે કારણકે, પાપડ એ સુપાચ્ય છે અને જ્યારે આપણે વધારે તીખુ કે તળેલુ ભોજનનુ સેવન કરીએ છીએ તો પાપડ તે ભોજનને પચાવવામા આપણા પાચનતંત્ર ની સહાયતા કરે છે. સામાન્ય રીતે પાપડ એ મગદાળ અને અડદની દાળના બનાવવામા આવે છે. આ દાળને આખી રાત પાણીમા પલાળી રાખીને તેને પીસીને પાપડ તૈયાર કરવાની પરંપરા ખુબ જ જૂની છે.

આ પાપડ બનાવતા સમયે તેમા અજમો, કાળા મરીનો પાવડર અને થોડુ નમક મિક્સ કરવામા આવે છે. આ ત્રણેય વસ્તુઓ પાપડનો સ્વાદ વધારવાની સાથે તેના ગુણમા પણ વધારો કરે છે. હાલ, વર્તમાન સમયમા પાપડ ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ, તેના સ્વાદ પર પણ પુરતુ ધ્યાન આપવામા આવે છે. હાલ, બજારમા લાલ મરચાના પાપડ, જીરા પાપડ, અજમાના પાપડ, લવિંગ પાપડ વગેરે સરળતાથી મળી રહે છે.

જો કે, લાલ મરચુ પાપડને અલગ કરી દેવામા આવે તો તે પાપડ સ્વાસ્થ્ય સુધારવાનુ કાર્ય કરે છે અને ભોજનને પચાવવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. તેની સાથે જ આ પાપડ પેટમા ગેસ થવાની સમસ્યા સામે પણ રક્ષણ આપે છે. જો તમારો જીવ ગભરાતો હોય તો પાપડનુ સેવન કરવાથી તમારો મૂડ પણ સારુ રહે છે અને તમને અન્ય અનેકવિધ રીતે મદદરૂપ સાબિત થઇ શકે છે.

જો આપણે જોવા જઈએ તો મગની દાળ સાથે તૈયાર કરેલો પાપડ સૌથી વધુ સુપાચ્ય માનવામા આવે છે તેથી, સામાન્ય રીતે મગની દાળથી તૈયાર કરેલ પાપડમા જીરુંનો સ્વાદ હોય છે. આ સિવાય પાપડ ખાવાનો કોઈ નિશ્ચિત સમય નથી, તમે તેને કોઈપણ સમયે ખાઈ શકો છો. આ પાપડનુ સેવન તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખે છે.

કયા પાપડનુ સેવન કરવુ સૌથી વધુ લાભદાયી?

હાલ, તમારા મનમા એક પ્રશ્ન એવો પણ ઉઠી રહ્યો હશે કે, આખરે પાપડ ખાવાની યોગ્ય રીત કઇ છે? શુ પાપડ શેકીને ખાવો જોઇએ કે તળીને? પાપડ જ્યારે ફક્ત સ્વાદ માટે ખાવા હોય તો તમે ક્યારેય પણ ડીપ ફ્રાય કરીને ખાઇ શકો છો પરંતુ, જો તમે નિયમિત રીતે સ્વાસ્થ્યનુ ધ્યાન રાખીને પાપડનુ સેવન કરવા ઈચ્છો છો તો તમે શેકીને પણ ખાઇ શકો છો.

Leave a Reply

Top