You are here
Home > Health >

શું તમે જાણો છો શિયાળાની ઋતુ મા આરોગ્યવર્ધક તેમજ શરદી, ઉધરસ, કફ માટે રામબાણ ઈલાજ છે બાજરી ની આ રાબ, આજે જાણીલો બનાવવા ની રીત…

શિયાળાની મોસમ ની શરૂઆત ધીમે ધીમે થવા જઈ રહી છે. મોસમ બદલવાની સાથે ઘણા માણસોને શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓ થાય છે. એવામા આ સમસ્યા માટે ઘરે જ દેશી દવા કરવાથી રાહત મળે છે. નાના થી લઇ મોટા સુધી બધા જ આ દવાને લઇ શકે છે. જેને આપડે બધા બાજરીના લોટની રાબ બનાવવી. આ રાબને ગરમાગરમ પીવાથી શરદી ઉધરસમા ફાયદો થાય છે. સિઝનલ ફ્લુ માટે આ રાબ એક દમ ગુણકારક છે. જેને બનાવવાની રીત નીચે મુજબ છે. જે જરૂર ટ્રાય કરવી જોઇએ.

સામગ્રી

એક ગ્લાસ પાણી, બે ચમચા બાજરીનો લોટ, બે નંગ લવિંગ, બે ચમચી ઘી, બે ચમચા ગોળ, એક ચમચી સુંઠ પાવડર, એક નાનો ટુકડો તજ અને એક ચમચી અજમા.

બનાવવા ની રીત

પહેલા તપેલીને ગેસ ઉપર ચડાવવી અને તેમા ઘી લેવું અને તેમા તજ લવિંગને નાખવા. પછી તેમા એક ચમચી જેટલા અજમા નાખવા. પછી તેમા બાજરીનો લોટ નાખીને સરખી રીતે હલાવી લેવુ. ગેસને ધીમી આંચ પર જ્યા સુધી લોટનો રંગ ના બદલાઇ જાય ત્યા સુધી શેકવુ જોઇએ. લોટનો રંગ બદલાઇ જાય પછી તેમા પાણી નાખીને હલાવવુ.

પછી તેને થોડીવાર ઉકળવા દેવી અને પછી તેમા સૂંઠ નો પાવડર નાખવો અને હલાવી લેવું અને તેને ગરમાગરમ ખાવાથી શરદી અને ઉધરસમા આરામ મળે છે. આ છે શિયાળાની ઘરે બનાવેલી દેશી દવા જે સિઝનલ ફ્લુમા રાહત મળશે. આ ઘરના બધા જ નાના થી મોટા બધા સભ્યો પી શકે છે. આની કોઇ આડઅસર થતી નથી.

Leave a Reply

Top