You are here
Home > Jyotish >

શું તમે જાણો શાસ્ત્રો પ્રમાણે જન્મદિવસ પર જરૂર થી કરવા જોઈએ આ છ કામ, થાય છે લાંબી આયુષ્ય ની પ્રાપ્તિ અને સારુ ભાગ્ય…

મિત્રો, સૌ કોઈને પોતાનો જન્મદિવસ ઉજવવો ખુબ જ પસંદ હોય છે. દર વર્ષે આપણે આ દિવસની આતુરતાથી રાહ જોઈએ છીએ. ત્યારબાદ આ દિવસ આપણે આપણા પરિવાર અને મિત્રોની સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. પોતાના જન્મદિવસ પર દરેક વ્યક્તિ એવુ વિચારે છે કે, આવનાર વર્ષ વધારે સારુ અને સુખમય પસાર થાય અને તેના જીવનના દુઃખ-દર્દ ખુબ જ ઓછા થઇ જાય અને ભાગ્ય હંમેશા તેની સાથે રહે.

આપણા શાસ્ત્રોમા પણ આ દિવસને શુભ બનાવવા માટે અમુક વિશેષ ઉપાય જણાવેલ છે. જો તમે શાસ્ત્રોના આ નિયમોને અનુસરતા પોતાનો જન્મદિવસ ઉજવો છો તો તમારુ આવનાર વર્ષ ભાગ્ય અને સ્વાસ્થ્ય લઈને આવે છે. તેનાથી તમારુ સમગ્ર વર્ષ ખૂબ જ આનંદપૂર્વક પસાર થાય છે. તો ચાલો જાણીએ.

મીણબત્તી ના ઠારવી :

પૌરાણિક માન્યતા પ્રમાણે જન્મદિવસ પર મીણબતી અથવા દીવડો બુઝાવવો મોટુ અપશુકન ગણાય છે. આવુ કરવાથી વ્યક્તિએ નરકનુ દ્વાર જોવુ પડે છે એટલા માટે યોગ્ય રહેશે કે, તમે ગમે તેટલા વર્ષના થઈ ગયા હોય એટલી મીણબત્તી બુજાવવાને બદલે તેટલી સંખ્યામા દીવડો મંદિરમા પ્રજ્વલિત કરો. તેનાથી તમારુ આવનારુ વર્ષ સકારાત્મક રહેશે.

આ ચીજવસ્તુઓ ખાવાનુ ટાળવુ :

જો તમે જન્મદિવસે ભૂલથી પણ માંસ-મચ્છીનુ સેવન કરવુ જોઇએ નહીં. આ દિવસે તમે વધુ એક વર્ષ જીવિત રહેવાની ઉજવણી કરો છો, તેવામા અન્ય કોઈ જીવને મારીને ખાવુ યોગ્ય રહેતુ નથી, આવુ કરવાથી પાપ લાગે છે. શાસ્ત્રો પ્રમાણે તમારે જન્મદિવસ પર શરાબનુ સેવન કરવુ જોઇએ નહી. એવી માન્યતા છે કે, પોતાના જન્મદિવસ પર શરાબ પીવાથી અથવા માંસ ખાવાથી આવનાર વર્ષ વિવાદો અને બીમારીથી ઘેરાયેલુ રહે છે.

ગરમ પાણીથી સ્નાન ના કરવુ :

પૌરાણિક શાસ્ત્રોનુ માનવામા આવે તો જન્મદિવસના દિવસે ભૂલથી પણ ગરમ પાણીથી નહાવુ જોઇએ નહી. આ ક્રિયા તમારા ગ્રહો પર વિપરિત પ્રભાવ પાડે છે એટલા માટે જન્મદિવસ પર વહેલી સવારે ગંગાજળ ઉમેરીને સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી તમે પૂર્ણ સ્વરૂપથી શુદ્ધ અને પવિત્ર બની જાવ છો.

માતા-પિતાના આશીર્વાદ અવશ્યપણે લેવા :

તમારે તમારા જન્મદિવસ પર દેવી-દેવતાઓ, ગુરુઓ અને માતા-પિતાના આશીર્વાદ લેવાનુ ભૂલવુ નહી. જન્મદિવસ પર તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી આવનાર વર્ષ સુખોથી ભરપૂર રહે છે, તેનાથી તમારુ ભાગ્ય પણ તમને સાથ આપે છે.

દાન કરવુ :

તમારા જન્મદિવસના દિવસે દાનનુ વિશેષ મહત્વ માનવામા આવે છે એટલા માટે આ દિવસે તમારે કોઇ મંદિરમા દાન કરવુ જોઈએ. આ સિવાય કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને સહાયતા પણ કરી શકો છો. આવુ કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તમને ઈચ્છિત ફળ આપે છે.


લોકોનુ અપમાન ના કરવુ :

તમારા જન્મદિવસના દિવસે ભૂલથી પણ કોઈ વ્યક્તિનુ અપમાન કરવુ જોઈએ નહી. તમારો મિત્ર, સંબંધી, બાળક અથવા શત્રુ પણ હોય તો તેનુ પણ અપમાન કરવુ જોઇએ નહીં. આ બધાની સાથે આ દિવસે સારો વ્યવહાર કરવો જોઈએ. ખાસ કરીને ગરીબ અથવા અસહાય વ્યક્તિને પોતાના જન્મદિવસ પર કષ્ટ આપવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. જેનું કારણ છે કે શનિદેવ તેમનું પ્રતિનિધિત્વ કરે છે.

Leave a Reply

Top