You are here
Home > Health >

શુ તમે પણ ઈચ્છો છો કે તમારુ મગજ આઈન્સ્ટાઈન જેવુ હોય? તો આજ થી જ શરુ કરી દો આ શાકભાજી નુ સેવન…

મિત્રો, હાલ વર્તમાન સમયમા શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે લીલી સબ્જી પુષ્કળ માત્રામા મળી રહી છે. આ સબ્જી તંદુરસ્ત હોવાની સાથે બાળકો ના માનસિક વિકાસ અને સ્વાસ્થ્ય માટે વરદાનથી કમ નથી. લીલી સબ્જીમા લોહતત્વ પુષ્કળ માત્રામા જોવા મળે છે. તે તંદુરસ્ત શારીરિક અને માનસિક વિકાસમા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ખુલાસો વર્તમાન સમયના સંશોધન દરમિયાન કરવામા આવ્યો છે.

સંશોધનકારોએ ૧૫૦૦ જેટલા બાળકોના મગજમા લોહતત્વના સ્તરની માપણી કરી છે. આ બાળકોની ઉંમર ૮ થી ૨૪ વર્ષની વચ્ચે હતી. આ સંશોધન દરમિયાન જાણવા મળ્યુ છે કે, જે લોકોના મગજમા લોહતત્વની ઉણપ હોવાનુ જોવા મળ્યુ છે, તે બીજા લોકોની તુલનામા સારુ પ્રદર્શન કરી શકતા નથી. ખાસ કરીને લોજિકલ અને સ્થાનિક કાર્યોમાં તેમનુ સારુ પ્રદર્શન રહેતુ નથી. પહેલા કરવામાં આવેલ સંશોધન મુજબ મગજમા કોષોને કાર્ય કરવા માટે લોહતત્વની આવશ્યકતા પડે છે કારણકે, લોહતત્વ મગજના વિકાસ અને શારીરિક કાર્યોની સુગમ કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સબ્જી છે લોહતત્વનો સારો સ્રોત :

લીલા રંગની પાંદડાવાળા સબ્જીમા લોહતત્વ પુષ્કળ માત્રામા જોવા મળે છે. બ્રોકલી, લીલા વટાણા, પાલક, બથુઆ, સોયા મેથી, મસ્ટર્ડ ગ્રીન્સ મા આવશ્યક માત્રામા લોહતત્વ જોવા મળે છે. આ સિવાય કઠોળ, બદામ અને અન્ય પ્રકારના બીજમા પણ પુષ્કળ માત્રામા લોહતત્વ જોવા મળે છે.

લોહતત્વની ઉણપનો શિકાર :

એક સંશોધન પ્રમાણે ૨૪-૨૫ વર્ષની ઉંમર સુધીના બધા બાળકોએ આવશ્યક પ્રમાણમા લોહતત્વ મળી રહે તે માટે લીલી સબ્જી તથા અન્ય સપ્લિમેન્ટ્સનુ સેવન કરવુ જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમા બે અબજ જેટલા લોકો લોહતત્વની ઉણપનો શિકાર બને છે.

લોહતત્વ થી બને છે લાલ રક્તકણ :

લોહતત્વની ઉણપથી બાળકોમા થાક લાગવો, ત્વચા પીળી થવી, છાતીમા દુ:ખાવો થવો અને માથાનો દુખાવો થઈ શકે છે. શરીરમા લાલ રક્તકણોની રચના માટે લોહતત્વ ખૂબ જ આવશ્યક છે. લાલ રક્તકણો એ આખા શરીરમા ઓક્સિજનની સપ્લાઈ માટે જવાબદાર છે.

Leave a Reply

Top