
મિત્રો, કેળા એ એક એવુ ફળ છે કે, જે તમને દરેક ઋતુમા મળી રહે છે. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. તેના નિયમિત સેવનથી શરીરને ભરપૂર પ્રમાણમા ઉર્જા મળી રહે છે પરંતુ, વર્તમાન સમયમા બજારમા કેમિકલવાળા કેળા પણ મળી રહે છે, જે તમારા શરીર માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તેની સીધી જ અસર કિડની અને લીવર પર પડે છે માટે આજે આ લેખમા અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવીશુ, જે તમારે કેળા ખરીદતી વખતે ધ્યાનમા રાખવી પડશે.
ટીપ્સ :
કેળા હંમેશા પીળા રંગના જ ખરીદવા જોઇએ અને જો કોઇ કેળામા દાગ દેખાય તો તે કેળા ખરીદવા નહીં.
જો કેળા લીલા રંગના હોય તો તેને ખરીદશો નહિ કારણકે, તે પૂરી રીતે પાક્યા હોતા નથી.
કેળાની ખરીદી જરૂરીયાત મુજબ થવી જોઇએ કારણકે, તેને વધારે દિવસ માટે સાચવી રાખવાથી તે બગડી પણ શકે છે.
હંમેશા થોડા મોટા અને લાંબા કેળા ખરીદવાનો આગ્રહ રાખવો કારણકે, નાના કેળા એ કાચા હોય છે, જેનાથી તમે અમુક પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાઈ શકો.
જો તમને કેળાનુ સેવન કરતા સમયે ગાંઠ જેવો એહસાસ થાય તો સમજી લો કે આ કેળા ખરાબ છે.
ઘણીવાર કેમિકલ નાખીને પકવેલા કેળા યોગ્ય રીતે પાક્યા હોતા નથી અને જો તમે આવા કેળાનું સેવન કરો છો તો તમે અનેકવિધ બીમારીઓનો શિકાર બની શકો છો.