You are here
Home > Health >

શું તમે જાણો છો ભૂખ્યા પેટે આ વસ્તુઓ નુ સેવન, આપી શકે છે આવા નુકશાન, ઉપવાસ સમયે જરૂર થી રાખો આ બાબતો નુ ધ્યાન…

અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. તો નવરાત્રિના તહેવારો દરમિયાન ખાવા પીવાની બાબતે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. અને ભૂખ્યા પેટે એવો ખોરાક ન ખાવો જોઈએ કે જે તમારી તબિયતને અસર કરે. મોટાભાગના લોકો અત્યારે તો પ્રતિકારક શક્તિ વધારવાના કેટલાક ખોરાકો થઈ રહ્યા છે. પરંતુ નવરાત્રિનો સમય આખા વર્ષની જેમ સામાન્ય સમય નથી આ વર્ષે નવરાત્રિના સમગ્ર દેશમાં કોરોનાવાયરસ નો ફેલાવો છે. આપણે આપણી તબિયત ને લઈને વધારે સાવચેત છીએ. વધારે પડતું ધ્યાન ખાણીપીણી અને તબિયત ઉપર આપીએ છીએ.

આજના સમયમાં માણસોને રોગપ્રતિકારક શક્તિ વધારવાની અને ઊર્જાના સ્ત્રોતો વધારવાની જરૂર છે. નવરાત્રિમાં ઉપવાસ ના કારણે ઘણા લોકો સાદુ ભોજન જમવાનું પસંદ કરે છે. પરંતુ આ વર્ષે નવરાત્રીના ઉપવાસ કરવામાં થોડી સાવચેતી રાખવી. નવરાત્રિમાં ઉપવાસ કરવો થોડો સમય પડકારજનક છે. કેટલાક લોકો ખાલી પેટે ઘણી એવી વસ્તુઓ હોય છે. જેનાથી તેની પાચન તંત્રને ખરાબ અસર પડે છે. રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે. આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું કે જેમનું સેવન ખાલી પેટે કરવાથી તમને નુકસાન થઈ શકે છે.

તમે ઉપવાસ દરમિયાન કઈ વસ્તુ ખાઈ શકશો અને કઈ વસ્તુ ખાઈ શકતો નહીં એ વિશે પણ જણાવીશું. જો તમે ઉપવાસ દરમ્યાન અને કોફીનું વધારે પડતું સેવન કરી રહ્યા છો તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કોરોનાવાયરસ માં પ્રતિકારક શક્તિ ઘટાડનાર પદાર્થોમાં ચા અને કોફી નું પણ સમાવેશ થાય છે. વધારે ચા પીવાથી પેટમાં કબજિયાત ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થાય થાય છે. તેની જગ્યાએ તમે કોઈપણ ફ્રુટ જ્યુસ લઈ શકો છો નવરાત્રિમાં ઘણા લોકો મીઠાઈ ખાતા હોય છે.

ઉપવાસ દરમિયાન ખાલી પેટે મીઠાઈ ખાવી એ તમારા શરીર માટે સારું નથી તે ઉપરાંત તે ઘણી બીમારી પણ નોતરી શકે છે. આથી ખાંડનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો. ખાટા ફળો હંમેશા માટે વિટામીન સી નો ખજાનો હોય છે. સંતરા મોસંબી લીંબુ કીવી જેવા ફળોમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જો તમે તેનું સેવન ખાલી પેટે કરો છો તો તેને ફાયદાને બદલે નુકસાન થાય છે. તેમાં સાઇટ્રીક એસિડ હોય છે. જો તમે ખાલી પાણી ઉપર નવરાત્રી રહો છો તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે અને શરીરમાં નબળાઈ આવી શકે છે.

ઉપવાસ સમયે લીલા શાકભાજી ફળ અને તેના જ્યૂસ પીવા ઉપવાસ દરમ્યાન આપણા શરીરને એનર્જી મળે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે તે માટે સુકામેવા અને મગફળી પણ ખાઈ શકો છો ખાસ કરીને જો તમે જ્યારે ઉપવાસ કરો છો ત્યારે નવરાત્રીના સમયે સ્વાસ્થ્ય ઉપર તમારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પાણીનું પ્રમાણ પણ વધારવું જોઈએ શરીરમાં ખુબજ ઉપવાસ દરમિયાન ખુબ જ પાણી પીવું જોઈએ તેથી ડિહાઇડ્રેશન થવાની બીક રહેતી નથી.

ઉપવાસ દરમિયાન ઓછામાં ઓછું પાંચથી સાત લિટર પાણી પીવું જોઈએ. આ ઉપરાંત તમે લીંબુ પાણી પણ પી શકો છો. તે તમારા માટે એક સ્વાસ્થ્યપ્રદ પીણું હશે આ ઉપરાંત તમે કોઈ ફળ પણ ખાઈ શકો છો નવરાત્રી દરમ્યાન બીજા કોઈ ખોરાક ની સરખામણીમાં ફળ ખાવાથી તમને ફાયદા થશે અને પાચનશક્તિ મજબૂત બનશે.

Leave a Reply

Top