
મિત્રો, આપણા શરીરમા ધમનીઓનુ મુખ્ય કાર્ય લોહીના માધ્યમ થી ઓક્સીજન હૃદય સુધી પહોંચાડવાનુ છે. આ ધમનીઓની દીવાલ ખુબ જ નાજુક હોય છે તેથી, જ્યારે ત્યા પ્લાક જમા થાય ત્યારે લોહીનુ પરિભ્રમણ પણ અવરોધાય છે અને તમને હૃદયનો હુમલો આવવાનો ભય પણ વધી શકે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે તમારી ધમનીઓને સ્વસ્થ રાખવી અત્યંત આવશ્યક છે. તો આજે આ લેખમા અમે તમને અમુક એવા સુપરફૂડ્સ વિશે જણાવીશુ કે જે તમારી ધમનીઓને સાફ અને સ્વસ્થ રાખશે.
દાડમ :
આ ફળમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ્સ સમાવિષ્ટ હોય છે. તે નાઈટ્રિક એસિડના ઉત્પાદન માટે શરીરને પ્રેરિત કરે છે. જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને ધમનીઓને ખુલવામાં મદદ મળે છે માટે ધમનીઓને સાફ અને સ્વસ્થ રાખવા દાડમને ડાયટમાં સામેલ કરો.
બ્રોકલી :
તમારા શરીરમા લોહીનુ પરિભ્રમણ સુધારવા માટે બ્રોકલી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા સમાવિષ્ટ વિટામિન કે ધમનીઓને થતી હાની સામે રક્ષણ આપે છે માટે ધમનીઓને સ્વસ્થ રાખવા માટે બ્રોકલીનુ સેવન કરવુ અત્યંત આવશ્યક છે.
ઓલિવ ઓઈલ :
શુદ્ધ ઓલિવ ઓઈલમા ફેટ્સ ખુબ જ ઓછા હોય છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમારુ કોલેસ્ટ્રોલ વધતુ નથી. તેમાં પુષ્કળ માત્રામાં પોલીફિનોલ્સ એન્ટીઓક્સીડેન્ટ્સ સમાવિષ્ટ હોય છે. તે એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને એચ.ડી.એલ. કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે જેનાથી, તમારુ હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
સેમન ફિશ :
આ ફિશમા પુષ્કળ માત્રામા તંદુરસ્ત ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સ સમાવિષ્ટ હોય છે, જે તમારી ધમનીઓને સાફ રાખવામા સહાયરૂપ બને છે. આ સાથે જ તે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.
ટામેટા :
ટામેટામા સમાવિષ્ટ લાઈકોપિન શ્રેષ્ઠ એન્ટીઓક્સીડેન્ટનુ કાર્ય કરે છે. તે તમારા લોહીમા સમાવિષ્ટ ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઘટાડે છે અને ધમનીઓમાં અવરોધ પેદા થતા અટકાવે છે. જેથી નિયમિત ટામેટાં ખાવાથી ધમનીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.