
નાના હોય મોટા બટાકા કોને નથી ભાવતા? બટાકા ના પરાઠા હોય કે પછી બટાકા નુ શાક અથવા તો બટાકા ની અન્ય કોઈપણ પ્રકાર ની વાનગી દરેક ને ગમતી હોય છે. બટાકા વિશ્વ ના દરેક ખૂણામા જોવા મળે છે. કદાચ તમે બટાકા ના ચોક્કસ ફાયદાઓ વિશે નહી જાણતા હોય. આ બટાકા ખાવા થી લોહી ની નળીઓ લાંબા સમય સુધી લચકદાર રહે છે. જેથી, તેને ખાવાથી આયુષ્ય પણ વધે છે. તેનો શ્રેષ્ઠ ઉપયોગ રાખમા શેકીને, છાલ કાઢી ને ખાવાથી થાય છે.
વૈજ્ઞાનિકો ના જણાવ્યા પ્રમાણે બટેકા ના લાભ:
આ બટાકા ની છાલ કાઢ્યા બાદ તેના પોષકતત્વો પણ તેની સાથે જ ચાલ્યા જાય છે. બટાકા ઉકાળ્યા બાદ બાકી ના પાણીમા વિટામિન હોય છે. તે પાણી ફેંકી દેવાને જગ્યાએ શાકભાજી અથવા દાળમા ભેળવીને ખાવુ જોઈએ. આ બટાકા મા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, કોપર તેમજ આયર્ન પૂરતા પ્રમાણ મા મળી આવે છે. આ સાથે જ તેમા વિટામિન ‘એ’ અને ‘સી’ પણ નિમ્ન માત્રામા જોવા મળે છે.
ઘણી બીમારીઓ મા બટાકા થી થતી સારવાર
આર્થરાઈટિસ : ચુલા ની ગરમ રાખમા ચાર થી પાંચ બટાકા ને શેક્યા બાદ તેને છોલીને તેના પર સ્વાદાનુસાર નમક મરી ભભરાવી ને નિયમિત ખાવાથી સંધિવા નો રોગ મટે છે.
સાંધા નો દુખાવો: જો સાંધામા અથવા તો ઘૂંટણમા સોજો આવી ગયો હોય અથવા તો કોઈ પ્રકારનો રોગ હોય તો તે જગ્યાએ કાચા બટાકા ને વાટી ને લગાવવાથી ખૂબ લાભ થાય છે. આ સુકા બટાકામા ૮.૫ ટકા પ્રોટીન નુ પ્રમાણ હોય છે. બટાકામા ઇંડા જેવા પ્રોટીન પણ મળી આવે છે અને વૃદ્ધ લોકો માટે આ પ્રોટીન અત્યંત જરૂરી હોય છે. બટાકા મા રહેલુ પ્રોટીન વૃદ્ધ લોકો માટે ખૂબ લાભદાયક છે અને વૃદ્ધાવસ્થા મા થતી નબળાઇઓ ને દૂર કરે છે.
એસિડિટી : જો તમારી પાચક શક્તિ નબળી હોય અથવા તો તમને વાંરવાર ખાટા ઓડકાર આવતા હોય તો રાખ અથવા તો રેતીમા બટાકા ને શેકી લો અને ત્યારબાદ તેમા મરી નમક નાખી ને ખાવાથી આંતરડા ની કબજિયાત તેમજ દુર્ગંધ દૂર થાય છે. બટાકામા વિદ્યમાન પોટેશિયમ ના તત્વ ચીરા થતા અટકાવે છે. શેકેલા બટાકા રોટલી કરતા પણ વધુ ઝડપે પચે છે. ઘઉંની રોટલી કરતા શરીર ને વધુ પોષકતત્વો આપે છે.
બેરી-બેરી : બટાકા ને વાંટી ને અથવા તો નીચોવીને તેનો રસ કાઢી લો અને એક ચમચી માત્રા અનુસાર દિવસમા ચાર વખત પીવો. આ કાચા બટાકા ચાવીને તેનો રસ ગળી જવા થી પણ આ લાભ મેળવી શકાય છે.
ત્વચા ની કરચલીઓ : શિયાળામા ઠંડા પવન ને લીધે હાથ ની તેમજ શરીર પર ઘણી જગ્યાએ કરચલીઓ આવે છે તો કાચા બટાકા ને પીસી ને હાથ પર ઘસવો. આ માટે લીંબુ નો રસ પણ આટલો જ લાભદાયક છે. આ કાચા બટાકા નો રસ પીવા થી દાદ-ખરજવુ, ખીલ, ગેસ તેમજ માંસપેશીઓ ની બીમારીઓ પણ મટે છે. આ સિવાય બટાકા ને પીસી ને સ્કીન પર ઘસવાથી, રંગ ગોરો થઈ જાય છે.
સ્થૂળતા : મોટેભાગે એવું માનવામા આવે છે કે બટાકા મેદસ્વીપણા નુ કારણ બને છે પરંતુ બટાકા થી જાડાપણુ વધતુ નથી. બટાકા ને તળીને અથવા તો મસાલાવાળુ કે ઘી નાખીને ખાવાથી જે પેટમા જાય છે તેના લીધે ચરબી વધે છે. બાફેલા બટાટા ખાવા થી અથવા તો ગરમ રેતી કે ગરમ રાખમા શેકીને ખાવા થી લાભ થાય છે અને તે સલામત છે.
બટાકા ના ગેરલાભ :
જો બટાકા પોચા પડી ગયા હોય અથવા તો તેના પર પાણી ની ગંધ આવી હોય તો તેનો ઉપયોગ ટાળવો. માનસિક વિકલાંગતા, ગેસ અથવા ડાયાબિટીઝ ના રોગીઓ માટે બટાકા નુ સેવન નુકસાનદાયક બની શકે છે. આફરો, તાવ, ચામડી નો સોજો, ખંજવાળ વગેરે. ચામડી ના રોગો, બ્લડ ડિસઓર્ડર, અતિસાર, ફ્લુઇડ, એસ્ટ્રાક્ષ, આર્શ, અપચો તેમજ પેટ ના કીડા જેવા તમામ રોગો થી પીડિતા વ્યક્તિઓ બટાકા નો ઓછો ઉપયોગ કરવો જોઈએ.