
લાંબા આયુષ્ય માટે દરેક વ્યક્તિ હંમેશા ચાલવાનું પસંદ કરતો હોય છે. અને ચાલવું એ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ કસરત છે. ડોક્ટરો અને એક્સપર્ટ પણ માને છે કે તંદુરસ્ત રહેવા માટે સવારે અને સાંજે ચાલવું જોઈએ ચાલવું એક પ્રકારની કસરત છે. જેમાં તમારું આખું શરીર સક્રિય થાય છે. જો તમે નિયમિત રીતે ચાલવા જાવ છો તો તમારે બીજી કોઈ કસરત કરવાની જરૂર નથી અને ચાલવું એ દરેક ઉંમર ના લોકો માટે એક સારો વિકલ્પ છે. ચાલવાથી તમારી કેલેરી ખૂબ જ ઝડપથી ઓગળી જાય છે. તમારું વજન ઘટી જાય છે.
કયા-કયા ફાયદા થાય છે ચાલવાથી? ચાલવાથી અને દોડવાથી તમારું હૃદય ખુબ જ તંદુરસ્ત રહેશે. જો તમે નિયમિત રીતે દોડવા જતાં હો તો તમારું હૃદય સ્વસ્થ રહે છે. અને તમને હૃદયને લગતી બીમારી થતી નથી ખરેખર તો દોડવાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. મગજ તીવ્ર બને છે. જો તમારે તમારું મગજ તેજ બનાવવું હોય તો ચાલવાથી તમારું મગજ તેજ બનશે. એક અભ્યાસ મુજબ દરરોજ ચાલવાથી મગજ અને શરીરમાં હોર્મોન્સમાં વધારો થાય છે. જે ટેન્શન ઘટાડે છે.
મગજ ને સ્વસ્થ રાખે છે. દરરોજ ચાલવાથી અલ્ઝાઇમર જેવા ગંભીર રોગો નું જોખમ રહેતું નથી. ચાલવાથી તમારા શરીરના દરેક અંગ સક્રિય થાય છે. તેથી દરરોજ શરીરને ચાલવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં એનર્જી અને ઓક્સિજન મળે છે. તેથી તમારા ફેફસા સ્વસ્થ બને છે. અને રોગોથી બચવામાં મદદ રહેશે. નિયમિત રીતે ચાલવાથી તમારી પાચન શક્તિ ઉત્તમ બને છે. અને કોઈપણ જાતની દવા વગર તમે ખાધેલો ખોરાક તમે જાતે બચાવી શકો છો. દરરોજ ચાલવાથી તમારું શરીર હળવું અનુભવ કરશે. જે લોકો દરરોજ ચાલે છે. તેને કોઈ દિવસ જીમમાં જવાની જરૂર પડતી નથી.
કયો ઉંમરના લોકોએ કેટલું ચાલવું? એ ખાસ અગત્યનું છે. ફિટ રહેવા માટે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછી એક કલાક ચાલવું જોઈએ. પગલા ની વાત કરીએ તો દસ હજારથી ૨૦ હજાર જેટલા પગલા ચાલવું જોઈએ. એટલે કે ઓછામાં ઓછો સાત કિલોમીટર ચાલવું. એ માણસ માટે ફાયદાકારક છે. ચાલતી વખતે સામાન્ય કરતાં થોડા ઝડપથી ચાલવાથી તમારા શરીરની અંદર રહેલું કોલેસ્ટ્રોલ દૂર થાય છે. પરંતુ જ્યારે ઉંમર વધી જાય છે. ત્યારે વધારે ચાલવાથી થાક લાગશે. તો થાક લાગે ત્યારે લાંબો શ્વાસ લેવો જેથી પૂરતા પ્રમાણમાં શરીરને ઓક્સીજન મળે. જ્યારે થાક લાગે ત્યારે તમારે થોડો રેસ્ટ કરવો.