You are here
Home > Jyotish >

શું તમને ખ્યાલ છે શરીર ના આ અમુક અંગો પર આવતી ખંજવાળ ને શુભ માનવામા આવે છે, થાય છે નાણાંકીય લાભ, જાણો તમે પણ…

મિત્રો, આમ તો ખંજવાળ આવવી એ એક સામાન્ય શારીરિક ક્રિયા છે, જે કોઈપણ સમયે શરીરના કોઈપણ ભાગમા થઈ શકે છે પરંતુ, જો તેને જ્યોતિષશાસ્ત્ર સાથે જોડીને જોવાંમા આવે તો શરીરના જુદા-જુદા ભાગોમા આવતી ખંજવાળ ભવિષ્યમા તમારી સાથે શુ થઈ શકે છે? એ વિશે પણ જણાવી શકે છે. શરીરના અમુક ભાગો પર ખંજવાળ આવવાનો અર્થ એ થાય છે કે, જલ્દી જ તમને કોઈપણ માધ્યમથી ધનલાભ થઈ શકે છે. તો ચાલો આ વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

હાથમા ખંજવાળ આવવી :

જો કોઈ વ્યક્તિ ને જમણા હાથની હથેળી પર ખંજવાળ આવે તો એનો અર્થ એવો થાય છે કે, જલ્દી જ તમને ધનલાભ થવાનો છે. એનાથી વિરુદ્ધ જો તમને ડાબા હાથમા ખંજવાળ આવે તો તમને ધનહાની થઇ શકે છે.

આંખમા ખંજવાળ આવવી :

જો તમને આંખની આસપાસ ખંજવાળ આવી રહી હોય તો સમજી લેવુ કે, તમને ક્યાકથી ધનપ્રાપ્તિ થવાની છે, તમારુ અટકેલુ ધન તમને પરત મળી શકે છે.

છાતી પર ખંજવાળ આવવી :

જો પુરુષને છાતી પર ખંજવાળ આવી રહી હોય તો તે પૈતૃક સંપત્તિ મળવાના સંકેત છે અને જો સ્ત્રીઓને છાતીમા ખંજવાળ આવતી હોય તો એનો અર્થ એવો થાય છે કે, સંતાનને કોઈ મોટી બીમારી થઈ શકે છે.

હોઠની આસપાસ ખંજવાળ આવવી :

જો તમારા હોઠ પર અથવા તો હોઠની આસપાસ ખંજવાળ આવતી હોય તો સમજી લેવુ કે, તમને ક્યાકથી સ્વાદિષ્ટ ભોજન મળવાનુ છે.

પીઠ પર ખંજવાળ આવવી :

જો તમને પીઠ પર ખંજવાળની સમસ્યા ઉદ્ભવતી હોય તો તે તમને ભવિષ્યમા બીમારી અને કષ્ટ થશે તેવો ઈશારો કરે છે.

પગમા ખંજવાળ આવવી :

જો તમને પગમા ખંજવાળ આવી રહી છે તો તેનો અર્થ એવો થાય છે કે તમને મનગમતા સ્થાન પર ભ્રમણ કરવાની તક મળે છે.

ખભા પર ખંજવાળ આવવી :

જો તમને ખભા પર ખંજવાળ આવી રહી હોય તો એનો અર્થ એવો થાય છે કે, જલ્દી જ કોઈ મોટી વસ્તુ તમારા હાથ લાગવાની છે અથવા તો તમારા રોકાયેલા નાણાંની તમને પ્રાપ્તિ થઈ શકે છે. આ સિવાય તમે થોડા સમયમાં સંતાન સુખ પણ મેળવી શકો છો.

Leave a Reply

Top