You are here
Home > Health >

શું તમને પણ માથા મા આવે છે ખંજવાળ, તો તુરંત અજમાવો આ ખાસ કારગર ઉપાય, જરૂર થી મળશે રાહત…

આજકાલ માથાના વાળને લગતી સમસ્યાઓ નો સામનો હરકોઈ કરી રહ્યા છે. તેમાંથી માથામાં ખૂબ જ ખંજવાળ આવે તે એક સમસ્યા કોમન છે. જે ખોડો અથવા ચેપના કારણે થઈ શકે છે. પરંતુ તે ખંજવાળ વાળ અથવા ચામડીને લગતા બીજા અન્ય ગંભીર રોગો પણ લાવી શકે છે. જેમ કે વાળ ખરી જવા ચામડી માં સોજો આવવો તો કઈ રીતે દૂર કરશો આ ખજવાળ. ચાલો જોઈએ.

લીંબુ એ આ સમસ્યાનો એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં સાઇટ્રીક એસિડ હોય છે તે આપણી ચામડી ને સાફ કરે છે અને ખંજવાળ દૂર કરે છે. તો લીંબુનો રસ માથા ની ચામડી ઉપર લગાવો અને તેને થોડીવાર એમ નામ રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણી થી ધોઈ નાખવું.

ગરમ પાણી સાથે સફરજનનો રસ મિક્સ કરીને વાળમા લગાવવાથી ખંજવાળમા રાહત થઇ શકે છે અને થોડા સમય પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાખવું. બદામનું તેલ આ માટે સર્વશ્રેષ્ઠ ઔષધિ છે. તેને માથાની ચામડી અથવા સ્કિન પર માલિશ કરો તે ખંજવાળ થી છુટકારો આપશે અને વાળને મજબૂત કરવામાં મદદ કરશે.

હવે ઘરે બનાવેલું દહીં માથાની ચામડી ઉપર માલિશ કરવાથી તેમાં રહેલી ખંજવાળ દૂર થાય છે અને થોડા સમય માટે રહેવા દેવું. અને થોડા સમય પછી વાળ ધોઈ નાખવા અને દરેક દ્વારા માથાની ચામડી ને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે.

હવે કોપરા ના તેલ ને કપૂર નો ભૂકો મિક્સ કરી માથા પર લગાવવાથી માથા ની ખંજવાળ દૂર થશે અને કોઈપણ જાત નું ઇન્ફેક્શન લાગ્યું હશે તો પણ તે દૂર થશે.

Leave a Reply

Top