You are here
Home > Health >

શુ વજન ઘટાડવા માંગો છો? તો નિયમિત પીવું પડશે આ ખાસ પાણી, ટૂંક સમય મા જ જોવા મળશે મનગમતુ પરિણામ, જાણો બનાવવા ની રીત અને ઉપયોગ…

મિત્રો, આપણા રસોઈઘરમા અનેકવિધ એવા મસાલાઓ રહેલા છે જ, જે આપણા ભોજનનો સ્વાદ વધારવાની સાથોસાથ આપણા સ્વાસ્થ્યને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ મસાલાઓમા એક મસાલો છે લવિંગ. તેમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડન્ટ તત્વો સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત જો તમે લવિંગના પાણીનુ નિયમિત સેવન કરો તો તે પણ તમારા શરીરમા રહેલી વધારાની ચરબી ઘટાડવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે?

આવશ્યક સાધન-સામગ્રી :

લવિંગ : ૪૦ ગ્રામ , તજ : ૪૦ ગ્રામ, જીરૂ : ૪૦ ગ્રામ, મધ : ૧ ચમચી, લીંબુનો રસ : ૧ ચમચી, સંચળ : ૧ ચમચી

વિધિ :

સૌથી પહેલા તો મધ્યમ આંચ પર એક કડાઈમા લવિંગ, તજ અને જીરૂ ઉમેરીને તેને ડ્રાય રોસ્ટ કરી લો. ત્યારબાદ તેની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો અને તેને એક એર ટાઇટ કન્ટેનરમા ભરીને રાખી મુકો. ત્યારબાદ હવે મધ્યમ આંચ પર કડાઈમા એક ગ્લાસ પાણી ઉમેરો. ત્યારબાદ તેમા આ મિશ્રણની એક ચમચી ઉમેરીને બે મિનિટ સુધી તેને ઉકાળી લો.

ત્યારબાદ ગેસ બંધ કરી અને પાણીને ઠંડુ કરવા માટે સાઈડમા રાખો. આ પાણી નવશેકુ થઇ જાય એટલે તેમા મધ, લીંબુનો રસ અને નમક ઉમેરીને મિક્સ કરી લો. તો તૈયાર છે લવિંગનું પાણી. આ પાણીને જો તમે વહેલી સવારે ભૂખ્યા પેટે નિયમિત સેવન કરો તો થોડા જ દિવસોમા તમારુ વજન નિયંત્રિત થઇ જશે.

Leave a Reply

Top