You are here
Home > Jyotish >

શુકન અને અપશુકન વિષે અગત્યની માહીતી, આજની જનરેશન માટે ખુબ જ આવશ્યક અને લાભદાયી

કોઈ માણસ કામ અર્થે બહાર જતો હોય ત્યારે એમ પુછવા નુ નહી કે ક્યા જા છો:

આ એક એવી બાબત છે કે જેમા નાના બાળકો બહાર જતા કોઈ પણ વ્યક્તિ ને પુછે છે કે ક્યા જાવ છો? ત્યારે એ પરિસ્થિતિ મા પેલા વ્યક્તિ ને ખરાબ લાગે છે . કોઈપણ માણસ ની અંગત વાત મા માથુ મારવામા આવે ત્યારે તે નારાજગી અનુભવે છે. પણ તેનો શુકન – અપશુકન સાથે કાઈ સબંધ નથી.

શનિવારે વાળ મા તેલ નો વપરાશ ન કરવો:

રવીવાર ની રજા એ અંગ્રેજો ના સમય થી ચાલુ છે. અટલે વાળ ધોવા નો સમય માત્ર રવિવારે જ મળતો. તે સમય મા આજ ની જેવી પ્રોડક્સ પણ ઉપલબ્ધ નહોતી. જેથી અને જો શનીવારે તેલ નો ઉપયોગ કરવામા ન આવે તો સહેલાઈ થી મેલ દુર કરી શકાય છે. અમુક માણસો આવી વાત ન માનતા તેથી જ તેને ધર્મ સાથે જોડી દીધુ.

આવી જ રીતે હજામ ને પણ શનિવારે રજા હોય છે. કેમ કે શનિવારે ભરપુર આરામ કરી રવીવારે મોડા સુધી વાળ ને કાપવાના હોય છે અને નોકરી કરનારાઓ માત્ર રવિવારે જ ફ્રી હોય તેથી જ શનિવારે હજામ ની દુકાન બંધ હોય છે.

બે છીંક ને હા માનવામા આવે અને એક છીંક ને ના માનવામા આવે:

કોઈપણ કાર્ય નો આરંભ કરવાનો હોય અને જો એક છીંક આવે તો તે કાર્ય થોડા સમય બાદ શરૂ કરવામા આવે છે અને જો બે છીંક આવે તો તેને એ કાર્ય કરવા માટે ભગવાન સાથે જ છે એવુ માનવામા આવે છે. પણ આ વાત ને શુકન-અપસુકન સાથે કાઈ લેવા-દેવા જ નથી.

બિલાડી નો રસ્તો ઓળંગવો:

બિલાડી રસ્તો ઓળંગે તો અપ્સુકન પણ તમે એવા લોકો ને એમ કહેતા જોયા હશે કે સવાર-સવાર મા કોનુ મો જોઈ ને આવ્યો હુ કે આખો દિવસ સાવ ખરાબ જ ગયો. હેડકી આવતા ની સાથે એમ વિચારે કે મને કોઈ યાદ કરતુ હશે. ચાલતા-ચાલતા ઠોકર લાગે તો એમ માને કે કોઈ એના વિશે ખરાબ-ખરાબ બોલતુ હશે. પણ આવી તમામ વાતો સાવ નિરર્થક છે.

જે સ્ત્રી ના પતિ નુ અવસાન થયુ હોય તેના હાથે કાઈ સારૂ કાર્ય ન કરાવવુ:

પહેલા ના સમય મા એવુ માનવામા આવતુ કે જે સ્ત્રીના પતિ નુ અવસાન થયુ હોય તે ખુબ જ દુખી હોય અને આવા કોઈ સારા પ્રસંગે તે એમા ભળે તો તે પોતાની યાદ મા જ ખોવાયેલ રહે અને વધારે દુખ ની લાગણી અનુભવે. એટલે જ ઘર ના વડીલો તેને પ્રસંગ મા સામેલ થવા ની ના પાડતા હોય છે. પણ એવી સ્ત્રી ના પતિ ના મૃત્યુ ને વધારે સમય પસાર થઈ ગયો હોય તો કોઈ પણ સારા પ્રસંગ મા સામેલ થઈ શકે છે.

ઊંધા પડેલા બૂટ-ચપ્પલ :

જો ઘર મા પ્રવેશતા ચપ્પલ કે બૂટ ઊલ્ટુ પડેલ હોય તો તેને અપસુકન ગણવામા આવે છે. આવા માણસો બે જવાબદાર હોય છે અને પોતાની જવાબદારી માથી છટકે છે. જમીન પર પગ ઘસડી ને ચાલવા થી ખરાબ છાપ પડે છે અને બેઠા-બેઠા પગ હલાવવા થી પણ ખરાબ છાપ અન્ય ના મન મા ઉદભવે છે. આવી તમામ વાતો ને ધર્મ સાથે જોડી દઈ માણસ ને માત્ર ડરાવવા મા આવે છે.

મુહૂર્ત જોવાની પરંપરા:

કોઈ પણ સારા કામ માટે સારા સમય નુ ધ્યાન રાખવુ જરૂરી ગણાય છે. ઘર મા પ્રવેશ કરવા નો હોય , રાજ તિલક કરવાનુ હોય , લગ્ન કરવા ના હોય વગેરે જેવા કાર્યો માટે મુહૂર્ત જોવડાવવા મા આવે છે. કુદરત ને માફક રહેવુ એ તેનો મુખ્ય ધ્યેય હોય છે. વરસાદ ના સ્મયે કોઈપણ જાત ની તકલીફ સહન ન કરવી પડે એટલા માટે વરસાદ ની સીઝન મા લગ્ન હોતા નથી.

યાત્રા માટે વસંત પંચમી ને શુભ સમય માનવામા આવે છે. કેમ કે એ જ સમયે કુદરતી સૌદર્ય ખુબ જ વધુ હોય.વધારે પૈસા ની પ્રાપ્તી થતા માનસિક નબળાઇ અનુભવે છે અને તે પણ શુકન-અપસુકન મા માનવા લાગે છે. અનેક પ્રકાર ના નવા-નવા નુસ્ખાઓ અજમાવતો થઈ જાય. શારીરિક અને માનસિક રીતે નબળા વીચાર ધરાવતા લોકો પણ સમાજ મા હોય છે જેને લીધે ડૉક્ટરો ,પંડીતો ,ઢોંગી બાવાઓ તેનો લાભ ઊઠાવે છે. જે લોકો ને પોતાના પર પૂરેપુરો ભરોસો છે તેને આવુ કાઈ નડતુ જ નથી. એ પોતાના કાર્ય મા જ રચ્યા પચ્યા રહે છે.

ઉપવાસ કરવા પાછળ ની માન્યતા:

ઉપવાસ નો અર્થ જ થાય છે કે પોતાના ભગવાન ની પાસે બેસવુ, સારા માણસ નો સંગ કરવો. બધો જ સમય ફક્ત પોતાના કાર્ય ને આપવો અને તે દિવસ પુરતું કાઈ આરોગવુ નહી. પણ આપણે બધા એ ઊંધુ જ અર્થ કાઢ્યો છે કે વધારે પ્રમાણ મા ખાવુ. ફરાળ નુ સેવન કરવુ વગેરે.

એકાદશી ના દિવસે અનાજ ખાનાર ને ક્સમા પ્રાપ્ત થતી નથી. અલગ-અલગ લોકો અલગ-અલગ મંતવ્યો આપે છે અમુક કહે કે આ ન ખવાય અને અમુક કહે એ જ ખવાય. કેટલાક માણસો ઉપવાસ નો અર્થ એવો કરે કે પેટ મા રહેલ હોજરી ને એક દિવસ પુરતો આરામ આપવો એટલે ઉપવાસ. જેથી આરોગ્ય સારૂ રહે અને આયુષ્ય વધે. ઉપવાસ ટૂટે અટલે અપશુકન થયુ એમ કહેવાય. આવી માન્યતાઓ આપણા સમાજ મા ઘર કરી ગઈ છે.

Leave a Reply

Top