You are here
Home > Jyotish >

શુક્ર કરવા જઈ રહ્યો છે મેશ રાશીમા પ્રવેશ, આ રાશિઓ ને થશે ઘણો લાભ

મિત્રો, ગ્રહોની પરિવર્તિત થતી ગ્રહદશા ના કારણે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના ઉતાર ચડાવ આવતા રહે છે, અમુક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિના જીવનમાં ખુશહાલી નો માહોલ હોય છે તો અમુક સમય એવો આવે છે કે જ્યારે તેમને અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. સમય ની સાથોસાથ અનેક પરિવર્તનો સર્જાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ હાલ ગ્રહોની સ્થિતિમાં થતાં બદલાવ ના કારણે અનેકવિધ પ્રકારના યોગ સર્જાય છે અને આ તમામ યોગ બારેબાર રાશીઓ ને પ્રભાવિત કરે છે.

આજરોજ ૧ વાગી ને ૩૨ મિનિટે શુક્ર તેની ઉચ્ચ રાશિ મીન રાશિ માંથી મેષ રાશિ માં પ્રવેશ કરશે. શુક્ર આ માસ ના છેલ્લા અઠવાડિયા સુધી આ રાશિમાં રહેશે, તેથી શુક્ર નો પ્રભાવ આ આખા માસ દરમિયાન બારે-બાર રાશિઓ પર રહેશે. તો ચાલો જાણીએ રાશિજાતકો પર કેવી-કેવી અસરો થશે?

મેષ રાશિ :

શુક્ર આ રાશિના પહેલા ભાવમાં એટલે કે વિવાહ ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન આ જાતકો ને અનહદ સહાનુભૂતિ અને પ્રેમનો એહસાસ થશે. વૈવાહિક જીવન આનંદમય વ્યતીત કરશો. નોકરીક્ષેત્રે આવનાર સમય લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન તમને અનેકવિધ નવા પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થશે. નાણાં ના નિવેશ માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થશે. પ્રેમ સંબંધ માટે આવનાર સમય સાનુકૂળ રહેશે.

વૃષભ રાશિ :

શુક્ર આ રાશિના બારમા ભાવમાં પરિભ્રમણ કરવાનો છે. આ સમયકાળ દરમિયાન તમને તમારા ખર્ચમાં વૃદ્ધિ જોવા મળશે. આ સિવાય અમુક લોકો વિદેશમાં વેકેશન માણવાનું આયોજન કરી શકે છે. તમે મોબાઇલ અથવા તો કોઈ નવા ઇલેક્ટ્રિક ઉપકરણ ની ખરીદી કરી શકો છો. અચાનક થતી યાત્રા તમારું બજેટ ખોરવી શકે છે. આ જાતકો તેમના ઘર ના સદસ્યો અને જીવનસાથી સાથે એક સારો એવો સમય વ્યતીત કરી શકે છે. આ સમયકાળ દરમિયાન વિદ્યાર્થીઓ ને તેમના પરિશ્રમ નું યોગ્ય ફળ પ્રાપ્ત થઈ રહેશે.

મિથુન રાશિ :

શુક્ર આ રાશિના અગિયાર મા ભાવમાં પરિભ્રમણ કરશે. આ સમયકાળ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરીક્ષેત્રે પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે અને તમને વિદેશી સ્રોતો થી પણ નાણાં કમાવવાના સાધન પ્રાપ્ત થશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. તમારા કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો ગાઢ બનશે , જે તમારા માટે લાભદાયી સાબિત થશે. જમીન અંગે કોઈ વાદ-વિવાદ નો સામનો કરવો પડી શકે છે. તમને કુટુંબ અને મિત્રોનો સંપૂર્ણપણે સહકાર મળી રહેશે.

કર્ક રાશિ :

શુક્ર આ રાશિના દસમા ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યું છે. આ સમયકાળ દરમિયાન તમારા વાણી અને વર્તન પર સંયમ રાખવું. આવનાર સમયમાં શેર-બજારમાં નાણાં નું નિવેશ કરી શકો છો. વ્યાપાર સાથે સંકળાયેલા કોઈ અગત્યના કાર્ય હેતુસર યાત્રા કરી શકો જે તમારા માટે લાભદાયી સાબિત થશે. આકસ્મિક ધન લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. જે લોકો નવા ઘર કે કાર ની ખરીદી કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય અત્યંત શુભ છે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમને સકારાત્મક ઉત્તર મળે તેવી સંભાવના સર્જાઈ રહી છે.

સિંહ રાશિ :

શુક્ર આ રાશિના નવમાં ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન કાર્યસ્થળ માં પરિવર્તન લાવવા અંગે ની વિચારણા કરી શકો છો. વિદેશ યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. તમે ઘરના સદસ્યો સાથે પિકનિક પર જવાનું આયોજન કરી શકો છો. ધંધા સાથે સંકળાયેલી યાત્રાથી તમને લાભ પહોંચશે. તમારા માન-સમ્માન માં વૃદ્ધિ થશે અને તમે સમાજ માં એક વિશિષ્ટ સ્થાન કેળવશો. જો તમે અથાગ પરિશ્રમ કરી રહ્યા છો તો તમે સમય અનુસાર તેના યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકો છો.

કન્યા રાશિ :

શુક્ર આ રાશિના આઠમાં ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન, તમારે તમારા સ્વાસ્થ્ય અંગે વિશિષ્ટ કાળજી રાખવી પડશે, આવનાર સમયમાં આવક કરતા ખર્ચ માં વૃદ્ધિ જોવા મળશે. સાસરિયા પક્ષ તરફથી અમુક લાભ પ્રાપ્ત થઈ શકે જે તમારી આર્થિક સ્થિતિ મજબુત બનાવે. વ્યવસાય ક્ષેત્રે અવિરત લાભ પ્રાપ્ત થશે. સમાજ માં તમારી એક નવી ઓળખ ઉભી થશે. નવી નોકરી અથવા નવો વ્યવસાય પ્રારંભ કરવા માટે આ એક સાનુકૂળ સમય જણાઈ રહ્યો છે. બિઝનેસ ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ માટે આ શ્રેષ્ઠ સમય છે.

તુલા રાશિ :

શુક્ર આ રાશિના સાતમાં ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન, તમારા વૈવાહીક સંબંધો ગાઢ બનશે. તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. ભાગીદારી માં કોઈ નવા વ્યવસાય નો પ્રારંભ કરી શકો છો. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. આવનાર સમયમાં તમારા આત્મવિશ્વાસ માં વૃદ્ધિ થશે અને આસપાસ નું વાતાવરણ સકારાત્મક બનશે.

વૃશ્વિક રાશિ :

શુક્ર આ રાશિના છઠ્ઠા ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન તમારે તમારા શત્રુઓ થી સાવચેતી વર્તવી પડશે. આ સમયકાળ દરમિયાન તમે તમારા અભ્યાસ મા સારા પરિણામ પ્રાપ્ત કરી શકો. તમને નવી નોકરીની તક પણ પ્રાપ્ત થઈ રહી છે. સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યો તરફ તમારી રુચિ માં વૃદ્ધિ થઈ શકે છે. તમે તમારી કાર્યકુશળતા ના કારણે સૌ કોઈના હૃદય જીતી શકો છો.

ધન રાશિ :

શુક્ર આ રાશિના પાંચમાં ભાવમા પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન તમારું પ્રેમજીવન ખૂબ જ સારું રહેશે. તમને અભ્યાસ ક્ષેત્રે સારા પરિણામો પ્રાપ્ત થશે અને તમારા પરિશ્રમ અનુસાર તમને ફળ પ્રાપ્ત થઈ રહેશે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે. તમારું વૈવાહિક જીવન સુખમય બનશે. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું નહીંતર વાદ-વિવાદ નું સર્જન થઈ શકે છે.

મકર રાશિ :

શુક્ર આ રાશિના ચોથા ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન ઘર નું વાતાવરણ એકદમ શાંત બની રહેશે. ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપવું. આવક ના નવા સ્ત્રોતો પણ પ્રાપ્ત થશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. શુક્ર નું આ સંક્રમણ તમારા માટે લાભદાયી સાબિત થશે. આધ્યાત્મિક ક્ષેત્રે તમારું મન વળશે. આ સંક્રમણ તમારા પ્રેમ જીવન માટે શુભ સાબિત થશે.

કુંભ રાશિ :

શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન તમારું નસીબ સંપૂર્ણપણે તમારો સાથ આપશે, જેના કારણે તમારા તમામ બગડેલા કાર્યો બની જશે. તમે સોશિયલ મીડિયા પર વધુ પડતા કાર્યરત રહેશો. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. કાર્યસ્થળે તમારા સહકર્મચારીઓ નો સંપૂર્ણપણે સહકાર મળી રહેશે. વાણી પર સંયમ રાખવું.

મીન રાશિ :

શુક્ર આ રાશિના બીજા ભાવમાં પરિભ્રમણ કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન, તમને આકસ્મિક નાણાં ની પ્રાપ્તિ થશે, ઘરમાં અતિથિઓ નું આગમન થશે. ઘરમાં આનંદમય વાતાવરણ બની રહેશે. આ સંક્રમણ દરમિયાન તમને વ્યવસાય ક્ષેત્રે લાભ થશે અને સમાજ માં તમારી એક નવી ઓળખ ઉભી થશે. નવી નોકરી અથવા નવો વ્યવસાય પ્રારંભ કરવાનો આ શુભ સમય છે. તમારા જીવનસાથી ના સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

Leave a Reply

Top