
અત્યારે સોનપાપડી એ દરેક લોકોને ખાવામા ખૂબ જ સારી લાગે છે. પરંતુ કોઇએ તેને ઘરે બનાવવાનુ ટ્રાય પણ કરતુ નથી. કારણ કે તેને બનાવવી રીત એ મુશ્કેલ હોય છે. અને આજે અમે તમારી મુશ્કેલીને અમે સહેલી કરીને તમારા માટે આ એક રેસીપી લઇને આવ્યા છીએ માટે તો ચાલો જોઇએ કે સહેલાઇથી કેવી રીતે બનાવી શકાય છે આ ટેસ્ટી સોન પાપડી. કે જે બાળકો ને ખૂબ પસંદ આવશે.
સોન પાપડી બનાવવા માટેની સામગ્રી
- ૨ કપ ખાંડ
- ૧ કપ મેંદો
- ૧ કપ ચણાનો લોટ
- ૧.૫ કપ ઘી
- ૨ ચમચી દૂધ
- ૧.૫ કપ પાણી
- ૧ ચમચી ઇલાયચી પાઉડર
- ૩ મોટી ચમચી પિસ્તા કટકી કરેલા
આ છે સોનપાપડી બનાવવાની રીત
સૌપ્રથમ તમે આ સોન પાપડી બનાવવા માટે તમારે મીડિયમ આંચમા એક પેનમા વ્યવસ્થિત ઘી ગરમ કરી લો અને તેમા તમે મેદો અને ચણાનો લોટને મિક્સ કરીને તેને આછા બ્રાઉન રંગનો થાય ત્યા સુધી લોટને શેકી લો.
અને હવે ગેસ બંધ કરીને તેને આ મિશ્રણને ઠંડુ થવા દો. અને હવે આ મીડિયમ આંચમા તમે એક બીજી પેનમા દૂધ અને પાણી અને ખાંડ એ મિક્સ કરીને તેની ચાસણી એ બનાવી લો. અને તેને ઉકાળી ૨ તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકાળો.
અને હવે તમે આ ચાસણી શેકેલા લોટમા ઉમેરીને ૧૦ મિનિટ સુધી બરાબર ગૂંદી લો. અને ત્યાર પછી તેને એક થાળી પર થોડૂંક ઘી લગાવો અને આ મિશ્રણમા તેને સમાન રીતે થાળીમા ફેલાવી દો. અને તેની ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. અને આ મિશ્રણ એ ઠંડુ થાય એટલે તેને વ્યવસ્થિત કટ કરીને તેને સર્વ કરો. બસ તૈયાર છે આ સ્વાદિષ્ટ સોનપાપડી.