You are here
Home > Articles >

એસ.ટી. બસ શરુ કરવા અંગે લેવાયા અમુક મહત્વના નિર્ણયો

મિત્રો, ગુજરાત રાજ્યમા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન-૪ ની ગાઈડલાઈનની જાહેરાત કરતી વખતે અમદાવાદ અને સુરત ના અમુક વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારોમા એસ.ટી. બસોની સેવા શરૂ કરવામા આવશે તેવુ જણાવ્યુ હતુ. આ અંગે હાલ આજે એસટી નિગમ દ્વારા રાજ્યમા બસો દોડાવવાને લઈને અમુક અગત્યના નિર્ણય લેવામા આવ્યા છે.

ગુજરાત રાજ્યમા એસ.ટી. બસની સેવાને હાલ ચાર વિભાગમા વિભાજિત કરી દેવામા આવી છે અને એસ.ટી. બસમા મુસાફરી માટેના પણ અમુક વિશેષ નિયમો જાહેર કરવામા આવ્યા છે. એસ.ટી. નિગમ દ્વારા ગુજરાત રાજ્યમા બુધવારના રોજથી એસ.ટી. બસની સેવા શરૂ કરવામા આવશે. એસ.ટી. બસ સેવાને સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મઘ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોનમા વિભાજિત કરી દેવામા આવી છે.

પહેલા તબક્કામા એસ.ટી. બસ ફક્ત જે-તે ઝોનમા જ દોડશે એટલે કે સૌરાષ્ટ્ર ઝોનમા એસ.ટી. બસ રાજકોટ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, કચ્છ અને જામનગર જેવા જિલ્લાઓમા કાર્યરત થશે. એક ઝોનની બસ બીજા ઝોનમા પ્રવેશ કરી શકશે નહી.
આ સિવાય યાત્રીઓએ બસ માટેની ટિકિટ ઓનલાઇટ લેવાની રહેશે. બસ સ્ટેશન ખાતે વિન્ડો પરથી ટિકિટ નહીં મળે.

આ સિવાય ટિકિટ માટેની રકમની ચૂકવણી પણ ઓનલાઇન જ કરવાની રહેશે. આ એસ.ટી. બસની અંદર કંડકટર ની હાજરી નહી હોય એટલે કે બસની અંદર બેસીને પણ તમને ટીકીટ નહી મળે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ પર તમારુ થર્મલ સ્ક્રીનીંગ કરાશે. ફક્ત માસ્ક પહેરેલા યાત્રીઓને જ બસમા બેસવા દેવામા આવશે. બસમા ૬૦ ટકા પ્રવાસીઓને બેસવા માટેની મંજૂરી આપવામા આવશે એટલે કે મોટી બસમા ૩૦ યાત્રીઓ અને મીની બસમા ૧૮ યાત્રીઓ યાત્રા કરી શકશે.

આ બસની સેવા સરકારના આદેશ મુજબ સાંજના ૭ વાગ્યાથી નાઈટ કરફ્યુ લાગુ થવાના કારણે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી જ ચાલુ રહેશે. તમામ બસો એ સાંજના ૬ વાગ્યા સુધીમા જે-તે શહેરના બસ સ્ટેશનમા પહોંચી જવાનુ રહેશે જેથી યાત્રી ૧ કલાકના અંતરમા સુરક્ષિત પોતાના ઘરે પહોંચી શકે. સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી કરફ્યુ ના કારણે એકપણ એસ.ટી. બસ દોડશે નહી.

Leave a Reply

Top