You are here
Home > Recipe >

શું કઈંક જુદું ખાવાની ઈચ્છા થાય છે? નાના બાળકો થી લઈને વડીલો સુધી બધા ને ભાવશે, આજે જ ઘરે ટ્રાય કરો આ “સ્ટ્ફ્ડ કોર્ન પનીર ચિઝ પિઝા”

મિત્રો, હાલ બજારમા મકાઈ ખુબ જ વધારે પડતી મળવા લાગી છે. જો તમે બાફીને અથવા તો શેકીને તેનુ સેવન કરો તો તે ખૂબજ સ્વાદિષ્ટ લાગતા હોય છે. આ મકાઈમાથી હલવો, પુરણપોળી, ખીર, કસ્ટર્ડ વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે તેમજ કોર્ન રોલ, ભજિયા, પકોડા, ઢોકળા, હાંડવો, પરોઠા, ટીક્કી, ચેવડા જેવા અનેકવિધ ફરસાણ પણ બનાવવામાં આવે છે. આજે આ લેખમા અમે તમારા માટે મકાઈમાથી બનતી એક વિશેષ વાનગી બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ, તો ચાલો જાણીએ આ રેસીપી વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

મોટા બન : ૫ નંગ , પનીર : ૧/૨ બાઉલ , બાફેલા મકાઈના દાણા : ૨ બાઉલ , બારીક સમારેલી ડુંગળી : ૧/૨ બાઉલ , બારીક સમારેલ ટામેટા : ૧/૨ બાઉલ , બારીક સમારેલા કેપ્સીકમ : ૧/૨ બાઉલ , મોઝરેલા ચીઝ : ૧/૨ બાઉલ , નમક : સ્વાદ મુજબ , ચિલિ ફ્લેક્સ : ૧/૨ ચમચી , મરી પાવડર : ૧/૨ ચમચી , ટોમેટો કેચપ : ૧ ચમચી , લસણની કળી : ૫ નંગ , ચિલી ફ્લેક્ષ : ૧/૨ ચમચી , બારીક સમારેલી કોથમરી : ૧/૨ ચમચી , મેલ્ટેડ સોલ્ટી બટર : ૧/૨ ચમચી

વિધિ :

એક બાઉલમા સૌથી પહેલા લસણની ૫ કળી બારીક ક્રશ કરેલી લ્યો. હવે તેમા અડધી ચમચી ચિલી ફ્લેક્ષ ઉમેરો. ત્યારબાદ તેને મિક્સ કરી તેમા કોથમરી અને નમક ઉમરો. જો તમે સોલ્ટેડ બટર વાપર્યુ ના હોય તો સ્વાદ મુજબ નમક ઉમરેવું. હવે તેમા ૧/૨ બાઉલ બટર મેલ્ટ કરીને ઉમેરીને બરબર મિક્સ કરી લ્યો અને તેને સાઈડમા રાખી મુકો.

હવે એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં ક્રશ્ડ પનીર, બાફેલા મકાઈના દાણા, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલ ટામેટા , બારીક સમારેલા કેપ્સીકમ, મોઝરેલા ચીઝ, સ્વાદ મુજબ નમક, ચિલિ ફ્લેક્સ, મરી પાવડર અને ૧ ચમચી ટોમેટો કેચપ ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો. આ મિશ્રણ બનમા સ્ટફ કરવા માટે તૈયાર છે.

આ મિશ્રણમાથી ૫ મોટા બન બનશે. હવે આ મોટા બન લઈ બનની બોટમ સળંગ રહે તેમ ઉપરથી એક ઉભો અને એક આડો એમ ચપ્પુ વડે કાપા પાડો. જેથી, તેમાં સ્ટફીંગ સારી રીતે સ્ટફ થઈ શકે. આ બધા બન કાપા પાડીને તૈયાર કરી લ્યો. હવે બનમાં પાડેલા દરેક કાપાના ખાંચામાં બનાવેલું સ્ટ્ફીંગ જરા પ્રેસ કરીને સમાય તેટલું ભરી લ્યો. આ પ્રમાણે બધા બન સ્ટફીંગ ભરીને તૈયાર કરી લ્યો.

આ બધા જ બન પર ગાર્લીક બટરનુ સારી રીતે બ્રશિંગ કરી લ્યો. ત્યારબાદ આ બનને કડાઇમાં અને ઓવનમાં બેક કરી શકાય છે. કડાઇમાં બટર પેપર મૂકી તેને ગ્રીસ કરી ત્યારબાદ ગાર્લિકથી સારી રીતે બ્રશિંગ કરેલા બન તેમાં મૂકી મધ્યમ આંચ પર ૧૦ મિનિટ બેક કરી લ્યો અથવા સ્ટફીંગમાં રહેલુ બટર યોગ્ય રીતે મેલ્ટ થઈ જાય ત્યા સુધી બેક કરો. ઓવન ને ૧૭૦ પર રાખી ૧૦ મિનિટ બેક કરી લ્યો. ત્યારબાદ તેને બહાર કાઢીને ગરમા-ગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય. આં રેસીપી એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો, ધન્યવાદ.

Leave a Reply

Top