You are here
Home > Health >

શુ તમે જાણો છો? આ રીતે કોલેસ્ટ્રોલ, જાડાપણું તેમજ કબ્જ જેવી તકલીફો ને દુર કરે છે “ગુગળ”, જાણો તમે પણ…

મિત્રો, આયુર્વેદ મુજબ ગૂગળ એ સ્વાદે મધુર, કડવો અને તૂરો હોય છે અને આ કારણોસર જ તે વાયુ, પિત્ત અને કફ એ ત્રણેયના દોષોને દૂર કરે છે. તે ગરમ, ભૂખ લગાડનાર, યકૃત ઉત્તેજક, હૃદય માટે હિતકારી, લોહીનાં રક્ત અને શ્વેતકણો વધારનાર, રક્ત શુદ્ધિકર્તા, રસાયન, માસિક લાવનાર તથા મસા, કૃમિ, વાઈ, કોઢ, ગાઈટ, સંધિવાત, આમવાત વગેરે બીમારીઓનો નાશ કરે છે.

તેના વૃક્ષ ૪ થી ૧૨ ફૂટ ઊંચા હોય છે અને તે સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મૈસૂર, આસામમા વધુ પડતા થાય છે. તેનાં સફેદ થડ પર છેદ કરવાથી અંદરથી રસ ઝરે છે. જુદા-જુદા પાંચ પ્રકારના ગૂગળમાથી હિરણ્ય અને માહિષાક્ષ એ ઔષધો બનાવવા માટે સૌથી વધુ વપરાય છે. બજારમા વેચાતો આ ગૂગળ શુદ્ધ હોતો નથી, તેમા કચરો અને માટી સમાવિષ્ટ હોય છે માટે જ તેને ઉપયોગમા લેતા પહેલા તેને શુદ્ધ કરી લેવો જોઈએ. ત્રિફળા ગૂગળ અને મહાયોગરાજ ગૂગળની જેમ ગોક્ષુરાદિગૂગળ, કાંચનારગૂગળ, સિંહનાદગૂગળ, લાક્ષાદિગૂગળ, કિશોરગૂગળ વગેરે આયુર્વેદિય ઔષધોની બનાવટમા વપરાય છે.

તે કોલેસ્ટ્રોલને ઘટાડવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તે હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવામા પણ ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય તે બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. તે તમારા શરીરમા કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને નિયંત્રિત રાખે છે તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોક સામે પણ રક્ષણ આપે છે.

આ વસ્તુનો ઉપયોગ શરીરમા રહેલી વધારાની ચરબી દૂર કરવા માટે પણ કરી શકાય છે. તેનુ નિયમિત સેવન કરવાથી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળે છે. તેનુ નિયમિત સેવન કરવાથી શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે અને તમારી પાચનક્રિયા મજબુત બને છે. આ ઉપરાંત મેટાબોલીઝમમા પણ વૃદ્ધિ થાય છે જેથી, તમારુ વજન નિયંત્રિત રહે છે.

કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે આ વસ્તુને સર્વશ્રેષ્ઠ ચુર્ણ માની શકાય છે. જો તમે આ ચૂર્ણને ત્રિફળા ચૂર્ણની સાથે મિક્સ કરી રાત્રે સૂતી વખતે નવશેકા ગરમ પાણી સાથે સેવન કરવાથી કબજીયાતની સમસ્યામા રાહત મળે છે અને પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય મહાયોગરાજ ગૂગળની બબ્બે ગોળીનો ભુકકો કરી સહેજ નવશેકા પાણી સાથે લેવાથી આમવાત ની સમસ્યામા રાહત મળે છે.

કમરદર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આ વસ્તુ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે શુદ્ધ ગૂગળ ત્રણ ગ્રામ લઈ તેની સાથે એક ખજુરની પેશી લેવાની. ત્યારબાદ તેમાંથી ઠળીયો કાઢી તેમાં શુદ્ધ ગૂગળ રાખીને પછી ખજુરમા ગૂગળનો પાવડર ઉમેર્યા બાદ ખજુર પર બાંધેલા લોટનુ પડ ચડાવી દેવાનું છે. ત્યારબાદ તેને ગરમ રાખમા મૂકી દેવાનુ છે. ત્યારબાદ પીસી લેવાનું અને તેની નાની ગોળીઓ બનાવવી પછી છાયામા સુકવી અને નિયમિત સવારે એક એક ગોળીનું સેવન કરવું. આ રીતે સેવન કરવામાં આવે તો કમરદર્દ બિલકુલ નાબુદ થઇ જાય છે.

જો શરીર પર કોઈ પ્રકારનો ઘાવ છે અને તે રૂજાતો નથી તો ગૂગળના ચૂરણને કોકોનટ ઓઈલ અથવા ઘી મા પીસીને લેપ તૈયાર કરી લેવો અને ત્યારબાદ ઘાવ પર લગાવવો એટલે થોડા જ સમયમા આ ઘાવ બિલકુલ રૂજાય જાય છે. આ સિવાય જો કાનમા કીટાણુ હોય અને તે મરી નથી રહ્યા તો ગૂગળનો ધુમાડો કાનમાં લેવાથી કાનના કીટાણું મરી જાય છે. આ સિવાય કોઈ લકવાની સમસ્યાથી પીડાતુ હોય તો ૯૦૦ મીલીગ્રામ કેસર, ગૂગળ અને ઘી સાથે સેવન કરવાથી કોઈપણ પ્રકારનો લકવા મટી શકે છે.

જો તમે કોઈપણ પ્રકારના ટ્યુમરથી પીડાતા હોવ તો તેના માટે ગૂગળ ગરમ પાણીમાં પીસીને ટ્યુમર પર લગાવવામા આવે તો રાહત મળી શકે છે. આ ઉપરાંત ૬૦૦-૧૨૦૦ ગ્રામ જેટલો ગુગળ વિનેગરમા ઘોળીને માથા પર લગાવવામા આવે તો તમને વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી તુરંત રાહત મળી શકે છે.

આ ઉપરાંત જો તમને ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી ગૂગળના ચૂરણને એક કપ પાણીમા ઓગળીને એક કલાક પછી ગાળી લો અને જમ્યા બાદ આ પાણીનુ સેવન કરો જેથી, ખાટા ઓડકાર આવતા નથી. જો તમે આ ગુગળનુ યોગ્ય રીતે સેવન કરશો તો લાંબા સમય સુધી તમે કોઈપણ પ્રકારની બીમારીથી પીડાશો નહિ.

Leave a Reply

Top