You are here
Home > Health >

શું તમે જાણો છો જો આયુર્વેદ ની આ વાતો નુ પાલન કરવામા આવે તો આજીવન રેહશો નીરોગી, જાણો આ રીતે હોવુ જોઈએ આપણુ નિત્યક્રમ…

મિત્રો, આયુર્વેદ એ એક એવી ચિકિત્સા પદ્ધતિ છે, જેનો ઉપયોગ વર્ષોથી થઇ રહ્યો છે. આ પદ્ધતિમા ગંભીર બીમારીઓનો પણ સરળ ઈલાજ છુપાયેલો છે. આ ઔષધીઓની કોઇપણ પ્રકારની આડઅસર હોતી નથી. આ પદ્ધતિના નિયમો જો યોગ્ય રીતે અનુસરવામા આવે તો કોઇપણ બીમારી તમને સ્પર્શી નહી શકે. હાલ વર્તમાન સમયમા જ્યારે વિદેશોમા આયુર્વેદ અને યોગને એક સંપૂર્ણ ચિકિત્સા પ્રણાલી તરીકેની માન્યતા મળી ચૂકી છે ત્યારે આપના દેશમા જ ક્યાંક આ જ્ઞાન વિસરાઈ ગયુ હોત તેવી અનુભૂતિ થઇ રહી છે.

આપણા દેશમા હાલ કોવિડની સમસ્યા તેની ચરમસીમા પર છે. હાલ, સામાન્ય માનવીના જીવન જીવવાની શૈલી બદલાઈ રહી છે ત્યારે આપણા દેશે ફરીથી તેના પારંપરિક જ્ઞાન તરફ એક દ્રષ્ટિ કરવી આવશ્યક બની જાય છે. સૌથી વધુ મહત્વ છે સારી શરૂઆત થવી અને તેના માટે સવારે વહેલા ઊઠવુ અત્યંત આવશ્યક છે. સવારે સૂર્યોદય થાય તે પહેલા જ પથારી છોડી દેવી જોઈએ.

આયુર્વેદ પ્રમાણે સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોય છે, જે તમારા શરીર માટે લાભદાયક છે. આજે આ લેખમા અમે તમને આયુર્વેદના અમુક નિયમો વિશે જણાવીશુ જેનો રોજીંદા જીવનમા અમલ કરવાથી શરીર નીરોગી અને તંદુરસ્ત રહે છે, તો ચાલો જાણીએ આ નિયમો વિશે.

આ નિયમોનુ પાલન અવશ્યપણે કરવુ :

નિયમિત વહેલી સવારે ઉઠીને સૌથી પહેલુ કાર્ય મળમૂત્રનો ત્યાગ કરો. તેનાથી તમારા શરીરની અંદર રહેલા ઝેરીલા તત્ત્વો બહાર નીકળી જાય છે અને તમે તાજગી તેમજ હળવાશ અનુભવો છો.

આ ઉપરાંત નિયમિત કમ સે કમ ૩૦ થી ૪૦ મિનિટ યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો. તેનાથી તમારુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત બને.

આ સિવાય જો તમે નિયમિત સરસવ, નારિયેળ કે અન્ય કોઇ ઔષધીય ઓઈલથી શરીર પર ૧૫ મિનિટ માલીશ કરો. તેનાથી તમારા હાડકા મજબૂત થશે અને તમારા શરીરનો બધો થાક દૂર થશે.

આ ઉપરાંત દિવસમા લગભગ ત્રણ થી ચાર લિટર પાણીનુ સેવન કરવુ તથા રાત્રે સૂતી વખતે વધુ પાણીનુ સેવન ના કરવુ.

સવારે ઊઠ્યાના એક થી બે કલાકની અંદર જ નાસ્તો કરી લેવો અત્યંત આવશ્યક છે.

જમ્યા બાદ તુરંત જ પાણીનુ સેવન ના કરવુ કારણકે, તેનાથી જમવાનુ યોગ્ય રીતે પચતુ નથી માટે જમ્યા બાદ અડધા થી પોણા કલાક પછી પાણીનુ સેવન કરવુ.

આ ઉપરાંત ભોજન કર્યા બાદ તુરંત જ પરિશ્રમવાળુ કાર્ય ના કરવુ.

આ સિવાય આઠ થી નવ કલાકની યોગ્ય ઊંઘ લો અને સૂતા પહેલા ઠંડા પાણીથી હાથ અને પગ ધોઈ લેવા તેનાથી સારી ઊંઘ આવશે.

Leave a Reply

Top