You are here
Home > Janva Jevu/Tips >

શું તમે જાણો છો કોઈ કાયમી રાખે છે તમારા પર ચાંપતી નજર, જાણો કોણ છે આ કે જેના પાસે છે તમારી દરેક હિલચાલ ની માહિતી…

મિત્રો, હાલ ફેસબુક કંપનીની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન જાહેરમા આ ન્યુઝને શેર કરે છે કે, જયારે વપરાશકર્તા મેસેજિંગ એપ્લીકેશન દ્વારા પોતાના ડેટા શેર કરે છે ત્યારે તે વપરાશકર્તાઓ ની ઓનલાઈન પ્રવૃત્તિઓ ને ટ્રેક કરવા માટે બહારની અનેકવિધ એપ્લિકેશનો ને મંજૂરી આપે છે. આ એપ્લીકેશનોમા થર્ડ પાર્ટી એપ્સ પણ સમાવિષ્ટ છે.

યુઝર કોની સાથે વાતચીત કરી રહ્યો છે, ક્યારે સૂઈ રહ્યો છે અને ક્યારે પોતાના ડિવાઈસને એક્સેસ કરી રહ્યો છે, આ બધી જ માહિતી શેર કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામા ઓનલાઈન સિગ્નલીંગ ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવે છે. આ અંગેની માહિતી બિઝનેસ ઇન્સાઈડર નામના પોર્ટલ ને પ્રાપ્ત થઈ હતી.

તેમણે જણાવ્યુ કે, વ્હોટ્સએપ એ ઓનલાઈન સિગ્નલીંગની સુવિધાનો ઉપયોગ કરે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તે યુઝરની દરેક ઓનલાઈન હેબીટ્સ ને માર્ક કરે છે. આ માહિતી તે વ્હોટસએપ યુઝરની જાણકારી કે કોઈપણ પ્રકારની પરમીશન વિના મેળવે છે અને તેને શેર પણ કરે છે. ત્યારે આ વસ્તુ આપણા માટે થોડી ચિંતાજનk સાબિત થઇ શકે છે.

અહી વિશેષ જાણવા જેવી બાબત તો એ છે કે, યુઝરના મેસેજીસ ના ડેટા માટે હાલ ભલે વિશેષ પ્રકારની એન્ક્રીપ્ટેડ ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવતો હોય પરંતુ, અમુક તજજ્ઞોના મત મુજબ આ ટેકનોલોજી યુઝર ના અંગત ડેટા ને એક્સેસ કરીને તેને એક્સપોઝ પણ કરી શકે છે. આ ટેકનોલોજી યુઝરની તમામ ગતિવિધિઓ ને ટ્રેક કરી શકે છે.

Leave a Reply

Top