You are here
Home > Health >

સુકી હોય કે કફવાળી ઉધરસ કે પછી હોય શ્વાસની કોઈ બીમારી, દવા વગર જ આ દેસી ઉપચારથી કરો ઈલાજ અને જુઓ અસરકારક પરિણામ…

મિત્રો, કોઇપણ ઋતુ હોય મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી હંમેશા પીડાતા જ રહેતા હોય છે પરંતુ, જો તમે આ સામાન્ય સમસ્યાને દૂર કરવા માટે અવારનવાર એલોપેથી દવાઓનો સહારો લેતા હોવ છો તો તે જરાપણ યોગ્ય નથી. આજે આ લેખમા અમે તમને અમુક એવા દેસી ઉપચાર વિશે જણાવીશું કે, જે તમને આ સમસ્યા સામે રાહત આપી શકે છે. તો ચાલો જાણીએ.

જો તમે ૧૦-૧૫ જેટલા તુલસીના પાન અને ૮-૧૦ જેટલા કાળી મરીની ચા બનાવીને તેનુ નિયમિત સેવન કરો તો તમને સૂકી ઉધરસની સમસ્યામા રાહત મળી શકે છે. આ સિવાય જો તમે આમળા સુકવીને તેનુ ચૂરણ તૈયાર કરીને તેમા સમાન માત્રામા સાકર મિક્સ કરીને તેનુ સેવન નિયમિત સવારે તાજા પાણી સાથે કરો તો તમને જૂનાથી જૂની સૂકી ઉધરસથી થોડા જ સમયમા રાહત મળી જશે.

આ સિવાય જો તમે પાકેલા સફરજનનો રસ કાઢી અને તેમા સાકર મિકસ કરી નિયમિત તેનુ સેવન કરો તો તમને ઉધરસની સમસ્યાથી રાહત મળી શકે છે. આ સિવાય જો તમે મધ અને ત્રિફળાને એકસમાન માત્રામા મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમને સૂકી ઉધરસની સમસ્યાથી તુરંત જ રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે તુલસીના પાન, નમક અને લવિંગને પાણીમા ઉકાળીને ત્યારબાદ તે પાણીને ગાળીને તેનુ સેવન કરો તો તમને ઉધરસની સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે.

જો તમે દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમા પીસેલી સાકર ઉમેરી ધીમે-ધીમે ચાટી જાવ તો તમને સૂકી ઉધરસની સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે. આ સિવાય જો તમે લીંબુના રસમા તેનાથી ચાર ગણુ મધ ઉમેરી તેનુ સેવન કરો તો તમને ઉધરસની સમસ્યાથી તુરંત જ રાહત મળે છે. આ સિવાય જો તમે કાંદાના રસમાં મધ મિક્સ કરીને નિયમિત તેનુ સેવન કરો તો પણ તમને ઉધરસની સમસ્યા સામે રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે કાંદાનો ઉકાળો કરીને નિયમિત તેનુ સેવન કરો તો તમને કફવાળી ઉધરસની સમસ્યાથી તુરંત મુક્તિ મળી શકે છે. આ ઉપરાંત લવિંગને મોઢામા રાખી આખો દિવસ ચૂસવાથી પણ ઉધરસની સમસ્યા સામે રાહત મળે છે. આ સિવાય જો મરીનું ચૂર્ણ દૂધમા ઉકાળીને પીવામા આવે તો પણ તમને ઉધરસની સમસ્યા સામે રાહત મળે છે. આ ઉપરાંત મરીનુ ચૂર્ણ સાકર અને ઘી સાથે મિક્સ કરી ચાટવાથી સૂકી ઉધરસની સમસ્યામા તુરંત રાહત મળે છે.

આ ઉપરાંત દાડમના ફળની છાલનો ટુકડો મોંઢામા રાખી આખો દિવસ ચૂસવાથી પણ ઉધરસની સમસ્યા સામે રાહત મળે છે. આ સિવાય જો ગરમ દૂધમા ઘી અને હલ્દી મિક્સ કરીને નિયમિત સેવન કરવામા આવે તો પણ તમને ઉધરસની સમસ્યા સામે રાહત મળી શકે છે.

આ સિવાય જો ફુદીનાનો રસ નિયમિત પીવામા આવે તો પણ તમને સૂકી ઉધરસની સમસ્યા સામે રાહત મળી શકે છે. આ સિવાય જો તમે તુલસીનો રસ સાકર સાથે પીવો તો પણ તમને ઉધરસ અને છાતીના દુઃખાવા સામે રાહત મળી શકે છે. આ સિવાય જો અરડૂસીના પાનના રસ સાથે મધનું સેવન કરવામા આવે તો પણ તમને ઉધરસની સમસ્યા સામે રાહત મળે છે.

Leave a Reply

Top