You are here
Home > News >

સુરતના સ્મશાનગૃહમા અચાનક જ ઘટ્યો મૃત્યુઆંક , જાણો કેવી રીતે

મિત્રો, હાલ કોરોનાની સમસ્યાના કારણે મૃત્યુ નો દર નિરંતર વધી રહ્યો છે અને તેનાથી બચવુ પણ આવશ્યક છે. પરંતુ, એક મોટો પ્રશ્ન  એ છે કે, શુ કોરોના ની સમસ્યાના કારણે લોકો વધુ મરી રહ્યા છે? હાલ, વાસ્તવિકતા જે પણ હોય પરંતુ, સુરતમા હાલ મૃત્યુઆંકમા નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ મીડીયા દ્વારા એક સરવે કરવામા આવ્યો જેમા, શ્મશાન ગૃહોમાંથી આંકડા મેળવવામા આવ્યા અને આ આંકડા ખુબ જ ચોંકાવનારા હતા.

હાલ, સુરતમા છેલ્લા ૪ માસના સમયગાળામા ૫૦૦ જેટલા મૃત્યુ ઓછા થયાં હોવાનુ જાણવા મળ્યુ છે. સુરતમા હાલ મુખ્ય ત્રણ સ્મશાનગૃહ સ્થિત છે. આ ત્રણ સ્મશાનગૃહ અનુક્રમે અશ્વનિકુમાર, કુરુક્ષેત્ર અને રામનાથઘેલા છે. આ ત્રણેયના સંચાલકો પાસેથી જે  માહિતી એકત્રિત કરવામા આવી તો એ તારણ નીકળ્યુ કે છેલ્લા ચાર માસમા ૫૦૦ જેટલા ઓછાં મૃત્યુ ઓછા થયા છે.

અશ્વનિકુમાર સ્મશાન ગૃહના મેનેજર સોમાભાઈએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યુ કે, હાલ જાન્યુઆરી માસમા ૧૦૨૪, ફેબ્રુઆરી માસમા ૯૧૧, માર્ચ માસમા ૯૨૮ અને એપ્રિલ માસમા ૮૪૨ લોકોને અહી અગ્નિદાહ આપવામા આવ્યો છે. આ આંકડાઓનુ જો તમે વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરશો તો છેલ્લા ચાર માસમા ૧૮૨ જેટલા મૃત્યુ ઓછા થયા છે.

કુરુક્ષેત્ર સ્મશાન ગૃહની માહિતી આપતા પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યુ કે, જાન્યુઆરી માસમા ૩૯૧, ફેબ્રુઆરી માસમા ૩૪૪, માર્ચ માસમા ૨૮૫ અને એપ્રિલ માસમા ૨૯૪ લોકોને અહી અગ્નિદાહ આપવામા આવ્યો. આ સ્મશાન ગૃહમા છેલ્લા ચાર માસના સમયગાળામા ૯૭ મૃત્યુ ઓછા થયા છે. જ્યારે રામનાથઘેલા સ્મશાન ગૃહના મેનેજર જયેશભાઈ એ જણાવ્યુ કે, જાન્યુઆરી માસમા ૪૫૧, ફેબ્રુઆરી માસમા ૪૧૬, માર્ચ માસમા ૪૧૧ અને એપ્રિલ માસમા ૩૮૫ લોકોને અહી અગ્નિદાહ આપવામા આવ્યો છે. અહી છેલ્લા ચાર માસમા ૬૬ લોકોના મૃત્યુ ઓછા થયા છે.

આવી જ સ્થિતિ હાલ કબ્રસ્તાનોની પણ છે. સુરત શહેરમ અંદાજીત ૫-૬ જેટલા કબ્રસ્તાનો આવેલા છે. અહી ચાર માસના અંદાજે ૧૦૦ થી ૧૫૦ લોકોના મૃત્યુ ઓછાં થયાં હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક ઘટવાના કારણો પર વધુ ચર્ચા કરીએ તો મહત્વના કારણો વાહન અકસ્માત અને આપઘાતના કિસ્સા ઘટ્યા તે છે. હાલ સુરત શહેરમા લોકડાઉનનુ પોલીસ દ્વારા ચુસ્તપણે પાલન કરાવવામા આવી રહ્યુ છે. જેના કારણે રસ્તા પર વાહનોની અવર જવર લગભગ સદંતર બંધ અથવા તો નહીંવત્ થઈ છે.

પરિણામે વાહન અકસ્માતમા જે મૃત્યુ થતા હતા તે ટળયા છે. આ સિવાય હાલ આપઘાતના બનાવોમા પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે મૃત્યુઆંક મા પણ ઘટાડો થયો છે. સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર જો મૃત્યુના આંકડા જોઇએ તો સરેરાશ દર મહિને સુરતમા ૨૦૦૦ લોકોના મૃત્યુ થતા હતા. જો આકસ્મિક મૃત્યુ અને આપઘાતની આંકડાકીય માહિતી તરફ નજર કરીએ તો ૨૦૧૯ના વર્ષમા આકસ્મિક મૃત્યુમા ૧૭૩૬ પુરુષ અને ૩૨૪ સ્ત્રીઓ મૃત્યુ પામ્યા હતા.

આ સિવાય વાહન અકસ્માતમા ૨૯૪ અને આપઘાતના બનાવોમા ૫૪૧ જેટલા પુરુષ તેમજ ૨૫૪ જેટલી સ્ત્રીઓએ જીવ ગૂમાવ્યા હતા. જાન્યુઆરી થી લઈને એપ્રિલ ૨૦૨૦ એટલે કે છેલ્લા ચાર માસની સ્થિતિ જોઇએ તો આકસ્મિક મૃત્યુમા ૫૨૨ પુરુષ અને ૧૦૧ સ્ત્રીઓ, વાહન અકસ્માતમા મૃત્યુ પામી તથા આપઘાતના બનાવમા ૧૯૨ જેટલા પુરુષ તેમજ ૭૦ જેટલી સ્ત્રીઓએ જીવ ગૂમાવ્યા છે. વર્ષ ૨૦૧૯ના વર્ષમા કુલ મૃત્યુઆંક ૩,૪૧૬ થયો છે.

જ્યારે વર્ષ ૨૦૨૦ના પ્રથમ ચાર માસના કુલ મૃત્યુઆંક વિશે વાત કરીએ તો તે ૯૪૦ થયો છે. આ ચાર મહિનાના સરેરાશ આંકડાને વાર્ષિક સ્થિતિ સાથે મૂલવીએ તો ૨,૮૨૦ થાય છે. જો લોકડાઉન ચાલુ રહે એ દ્રષ્ટિકોણથી જોઇએ તો કહી શકાય કે, વર્ષના અંતે હજુ ૩૨૬ મૃત્યુ નો ઘટાડો જોવા મળશે. આમ, બીજી રીતે જોઇએ તો જો આપણે વાહન ચલાવવામા નિયમોનુ યોગ્ય રીતે પાલન કરીએ તો લોકડાઉન ખુલ્ય બાદ પણ આ આંકમા ઘટાડો જોવા મળી શકે.  .

Leave a Reply

Top