You are here
Home > Articles >

સુરતના એક બિલ્ડર દ્વારા ભારત સરકાર ને ઓફર, કહ્યું કે તેની કન્સ્ટ્રક્શન સાઈટમા ૪૦૦ પલંગ નુ દવાખાનું ઉભું કરી લો

મિત્રો, કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમા હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા સમગ્ર દેશમા ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડર દ્વારા સરકાર ને ઓફર કરવામા આવી છે. હાલ બિલ્ડર દ્વારા તૈયાર કરેલી કન્સ્ટ્રકશન સાઈટ પર ૫ બિલ્ડિંગ તૈયાર છે જેમા સરકાર ૪૦૦ બેડની હંગામી હોસ્પિટલ ઊભી કરી શકે છે. સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભાલાળાએ જણાવ્યુ કે, હાલ વર્તમાન સમયમા જે બીમારી ફેલાઈ છે તેમા આપણે બધાએ એકસાથે ભેગા મળીને લડવુ પડશે.

ફક્ત સરકારે જ નહી પરંતુ સેવાભાવી સંસ્થા, બિલ્ડરો તથા દાક્તરોએ પણ આગળ આવવુ પડશે. વેલંજા ખાતેની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર કરવામા આવી છે. જેમા ૨૦૦ કરતા પણ વધુ ફ્લેટ છે એટલે કે તેમા જો સરકાર ઈચ્છે તો ૪૦૦ બેડની હંગામી ધોરણે કોરોના માટે સ્પેશિયલ હોસ્પિટલ બનાવી શકે છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્ય ઝાલાવાડિયા અને હર્ષ સંઘવીને પણ વોટ્સએપ ના માધ્યમથી આ અંગે રજૂઆત કરવામા આવી છે.

ભાલાળાએ વધુમા જણાવ્યુ છે કે ચીન, અમેરિકા, ઈટાલી જેવા દેશો વિકસિત દેશો છે ત્યા સ્વાસ્થ્ય ને લગતી તમામ સેવાઓ ખુબ જ સારી છે જ્યારે ભારત મા સ્થિતિ સાવ અલગ છે. ચીન દ્વારા જે રીતે ૧૦ દિવસમા દવાખાનુ ઉભુ કરી શકે તેવી રીતે આપણે ઈચ્છીએ તો ૫ દિવસમા દવાખાનુ બનાવી શકીએ છીએ. આ માટે બિલ્ડરો અને દાક્તરોએ આગળ આવવું જોઈએ. હાલ, મંદીના સમયમા જે બિલ્ડરો ના ફ્લેટ કે સ્કીમનુ વેચાણ બાકી છે ત્યા હંગામી ધોરણે દવાખાનુ ઉભુ કરી શકાય છે.

આ સિવાય ખાનગી હોસ્પિટલ અને દવાખાના ચલાવતા અનેક દાક્તરો શહેરમા ખાલી બેઠા છે અને તેમની પાસે સ્ટાફ પણ છે ત્યારે તેમને પણ યુદ્ધના ધોરણે કોરોનાની સેવામા કામે લગાડવા જોઈએ. હાલ આખો દેશ બંધ છે ત્યારે રોજ કમાઈને રોજ ખાનારા વ્યક્તિઓ હાલ ભૂખ થી બેહાલ થઈ રહ્યા છે. આ લોકો ની હાલત અત્યંત દયનીય છે ત્યારે આવા જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન અને દવા પહોંચે તેવી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

Leave a Reply

Top