You are here
Home > Bollywood >

સુરત ના આ બંને છોકરાઓ ને મળી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” મા જવાની તક, જાણો કેવી રીતે

મિત્રો, સેલેબ્રીટી ને મળવાની ઈચ્છા કોને નથી હોતી. દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે તે જીવનમા પોતાના મનપસંદ કલાકાર ને એકવાર મળી શકે. આ કલાકાર પછી ટીવી ના હોય કે પછી બોલીવુડ ના. આવી જ ઈચ્છા ધરાવનાર સુરત ના બે ભાઈઓ ને પોતાની ઈચ્છા ને પૂર્ણ કરવાની તક મળી છે. સુરત ના આ બે ભાઈઓના નામ છે વિરલ રાજાણી અને શ્યામ રાજાણી.

આ બંને ભાઈઓની ઈચ્છા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમને મળવાની, તેમની સાથે સમય વ્યતીત કરવાની આ ઉપરાંત આ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નુ લાઇવ શુટિંગ જોવાની ઈચ્છા હતી જે પૂર્ણ થઈ છે. આ બંને ભાઈઓને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમ તરફથી નિમંત્રણ પાઠવવા મા આવ્યુ હતું અને તેમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમ સાથે એક મુલાકાત કરવાની એક તક આપવામાં આવી હતી. આ તક મેળવીને બંને ભાઈઓ અત્યંત ખુશ હતા.

વિરલ રાજાણી અને શ્યામ રાજાણી એ આ સીરીયલ ના કલાકારો સાથે મન હળવુ કરીને ઘણી બધી વાતો કરી હતી તેમજ આ બંને ભાઈઓ ને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની સમગ્ર ટીમ તરફ થી ગીફ્ટ હેમ્પર અને ટી-શર્ટ ભેંટ સ્વરૂપે આપવામા આવ્યા હતા. આ ઉપરાંત સુરત ના બંને ભાઈઓએ આ સીરીયલ ના તેમના મનપસંદ કલાકારો સાથે ફોટોસ પણ ક્લિક કરાવ્યા હતા. આ ઉપરાંત બંને ભાઈઓ ને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની ટપુ સેના સાથે આ શો ના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઇવ આવવાનો મોકો મળ્યો હતો.

આ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલના ફેન વિરલ રાજાણી કહે છે કે, ‘ અમને સેટ પર નિમંત્રિત કરવા માટે તથા તેમના કલાકારો સાથે મુલાકાત નુ આયોજન કરવા બદલ અમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની સમગ્ર ટીમ નો આભાર માનીએ છીએ. આ મુલાકાત અમારા માટે એક સ્વપ્ન સમાન છે. આ સીરીયલ ના બધા જ કલાકારો અત્યંત વિનમ્ર છે, તેમને મળીને એવુ લાગ્યુ જ નહી કે તેઓ એક્ટર્સ છે.

અમે બંને પોતાની જાત ને ખુબ જ ભાગ્યશાળી સમજીએ છીએ કે, અમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જેવા કોમેડી શો નુ લાઇવ શુટિંગ જોવાનો અવસર પ્રાપ્ત થયો. મને ગર્વ છે કે હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નો ફેન છું. જયારે શ્યામ રાજાણી નુ કહેવુ એવુ છે કે, ‘અમે ભલે વિશ્વ ના કોઇપણ ખૂણામા હોઈએ તો પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે સતત સંકળાયેલા રહેવાનો પ્રયાસ કરીશુ. અમને આમંત્રિત કરવા માટે તમારો ખુબ-ખુબ આભાર.’

કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ મા સોનુ ભીડે નો કિરદાર નિભાવી રહેલી અભિનેત્રી પલક સીધ્ધવાની જણાવે છે કે, ‘અમે અમારા ફેન્સ ની સાથે સારો સમય વિતાવાનો હમેંશા પ્રયત્ન કરતા રહીએ છીએ. આ સિવાય અમને જયારે પણ અવસર મળે ત્યારે તેમને ખુશ કરવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. સુરત થી આવેલા શ્યામ અને વિરલ વિશે ટપુ સેના જણાવે છે કે આ બંને ભાઈઓ સાથે અમે ઘણો સમય વ્યતીત કર્યો છે અને તે દરમિયાન તે બંનેના જીવન વિશે પણ ઘણી વાતો કરી છે. એવી આશા છે કે તેમને સેટ પર મજા આવી હશે. અમે શો ના અન્ય ફેન્સ ને મળવા પણ અત્યંત ઉત્સાહિત છીએ.’

પત્રકાર પોપટલાલ નુ પાત્ર ભજવી રહેલા શ્યામ પાઠક જણાવે છે કે, અમારા ફેન્સ ને મળીને અમને હંમેશા ખુશી મહેસુસ થાય છે. વિરલ રાજાણી અને શ્યામ રાજાણી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો ના ખુબ જ મોટા ફેન્સ છે. તેઓ જ્યાર થી શો સ્ટાર્ટ થયો ત્યાર થી નિયમિત જોતા આવે છે. આ બંને ભાઈઓ ને લાઇવ શુટિંગ જોવાની ખુબ જ મજા આવી છે. જયારે પણ દર્શકો તરફ થી અમારા પર આટલા બધા સ્નેહ ની વર્ષા થાય છે ત્યારે ખુબ જ આનંદ ની લાગણી અનુભવાય છે અને હુ ફરી પાછો આ બંને ભાઈઓ ને મળવા માટે અત્યંત આતુર છુ.

Leave a Reply

Top