You are here
Home > Recipe >

સુરતના ખુબ પ્રખ્યાત એવા સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ટામેટાના ભજીયા બનાવવાની રેસિપી, ફટાફટ નોંધી લો

મિત્રો , સુરત એ સ્વપ્નો નું શહેર છે. આ શહેર મા જે પણ વસવા આવે છે તે અહીંનું જ થઈ ને રહી જાય છે. સુરત ની અઢળક વાનગીઓ આખા ગુજરાત મા ફેમસ છે અને આ વાનગીઓ સુરત ની સીમાઓ લાંધી ને અમદાવાદ , રાજકોટ તથા બરોડા સુધી પહોંચી ગઈ છે. સુરત ની સૌથી જૂની અને શ્રેષ્ઠ વાનગી જે વિદેશ ના દ્વાર સુધી પહોંચી ગઈ તે છે સુરતી ઊંધિયું.

ઊંધિયા ની સીઝન આવે એટલે લોકો તેનો સ્વાદ માણ્યા વગર રહી જ ના શકે અને ઉતરાયણ ના પર્વ પર તો એક બહાનું મળી ગયું આ ડીશ નો સ્વાદ લેવાનું. સુરત નું આ પ્રખ્યાત ઊંધિયું તમે પણ ચાખ્યું હશે. આ ઉપરાંત સુરતી ખમણ , લોચો વગેરે નો સ્વાદ પણ તમે માણ્યો જ હશે.

હાલ , આ ચીજવસ્તુઓ ની વિવિધ શહેરો મા શાખા પણ ખુલવા માંડી છે. પરંતુ , શું તમે ક્યારેય પણ સુરતી ટામેટા ના ભજીયા નો સ્વાદ લીધો છે ? જો ના લીધો હોય તો કઈ વાંધો નઈ આજે આ પ્રખ્યાત ભજીયા ની રેસિપી વિશે આપણે માહિતી મેળવીશું.

સુરતી ટામેટા ના ભજીયા બનાવવા માટેની આવશ્યક સાધન – સામગ્રી :-

લીલા મરચા – ૬ નંગ , આદુ નો ટુકડો – ૧ નંગ , ટામેટા – ૨ નંગ , લાલ મરચું – ½ ચમચી , નમક – સ્વાદ મુજબ , ખાવા નો સોડા – ½ ચમચી , ચણા નો લોટ – ૧ બાઉલ.

વિધિ : –
સૌપ્રથમ , બે મોટા ટામેટા ને પાણી થી ધોઈ ને ચપ્પુ વડે તેની સ્લાઈસ કરી અને એક પાત્ર મા સાઈડ મા રાખી મુકવા. હવે ૫-૬ નંગ મરચા અને એક આદુ ના ટુકડા ને ક્રશ કરીને આદુ- મરચાં ની પેસ્ટ તૈયાર કરો. તમને જે પ્રમાણ મા તીખાશ ગમતી હોય તે પ્રમાણ મા તમે મરચા નું પ્રમાણ વધારી અથવા ઘટાડી શકો છો. આદુ – મરચા ની પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને ટામેટા ની સ્લાઈસ પર પાથરી દેવી.

જેમ આપણે સેન્ડવીચ ની બ્રેડ સ્લાઈસ ઉપર ચટણી નો થર જમાવીએ છીએ તેવી જ રીતે ટામેટા પર આદુ – મરચા ની પેસ્ટ નું એક જાડું લેયર પાથરી દેવું. બધી જ ટામેટા ની સ્લાઈસ પર આદુ – મરચા ની પેસ્ટ લગાવાઈ જાય એટલે તેને સાઈડ મા મૂકી દેવું. હવે એક બાઉલ મા એક કપ ચણા નો લોટ ઉમેરવો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ નમક અને ૧/૨ ચમચી લાલ મરચું પાવડર ઉમેરો.

હવે આ મિશ્રણ મા પાણી ઉમેરી તેને વ્યવસ્થિત રીતે ફેંટી લ્યો અને તેનું એકરસ બેટર તૈયાર કરો. મોટા ભાગ ના લોકો ઘરે ભજીયા બનાવવા ના શોખીન હોય જ છે એટલે તેમને ખ્યાલ જ હોય છે કે ખીરું કેટલા પ્રમાણ મા જાડું રાખવું. એ વાત ની ખાસ કાળજી લેવી કે ખીરું વધુ પડતું પાતળું ના હોવું જોઈએ ભજીયા નું ખીરું એકદમ જાડું હોવું જોઈએ.

આ ઉપરાંત ચણા ના લોટ નો એકપણ લંગ્સ ના રહી જાય તે માટે આ મિશ્રણ ને ૫-૬ મિનિટ ના સમયગાળા સુધી વ્યવસ્થિત રીતે મિક્સ કરવું. ભજીયા નું આ બેટર તૈયાર થઇ જાય ત્યારબાદ આ ભજીયા ને ફ્રાય કરવા માટે એક કડાઈ તથા ફ્રાયિંગ પેન લો અને તેમાં થોડું ઓઇલ ગરમ થવા માટે મુકો. હવે જે ભજીયા નું બેટર તૈયાર કર્યું છે તેમાં ૧/૨ ચમચી ખાવા નો સોડા ઉમેરો.

આ સોડા ને મિક્સ કરતા પૂર્વે આ બેટર મા ૧ ચમચી ગરમ ઓઇલ રેડવું જેથી બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે મિક્સ થઇ જાય. આમ, કરવાથી ભજીયા નું જે ચણા ના લોટવાળું પડ છે તે ખુબ જ ક્રિસ્પી અને મુલાયમ બનશે. ઓઇલ યોગ્ય પ્રમાણ મા ગરમ થઈ જાય એટલે આદુ – મરચા ની પેસ્ટ ચોંટાડેલી સ્લાઈસ લઇ ને તેને બેટર થી વ્યવસ્થિત રીતે કવર કરી લો. તેને તળવા માટે એક પછી એક સ્લાઈસ ધીમે – ધીમે ઓઇલ મા ઉમેરો અને તળી લ્યો.

આ સ્લાઈસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને ઓઇલ માંથી બહાર કાઢી ને પેપર નેપકીન પર લઇ લેવા જેથી વધારા નું ઓઇલ શોષાઈ જાય. હવે આ ભજીયા ને ટામેટા સોસ અથવા ટામેટા ની ચટણી અથવા તો કોથમીર ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ અને લિજ્જતદાર સુરતી ટામેટા ના ભજીયા.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

 

Leave a Reply

Top