You are here
Home > Jyotish >

સૂર્યગ્રહણ બાદ આ તમામ રાશિ ના જાતકોએ રાખવી સાવચેતી, આશરે ત્રણ માસ સુધી રહેશે ગ્રહણ ની અસર

મિત્રો , એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી ની વચ્ચે આવી જવા થી સૂર્ય નો પ્રકાશ આપણી ધરા સુધી પહોંચી શકતો નથી. આ પરિસ્થિતિ માં આપણ ને ગ્રહણ નો અનુભવ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ને આત્મા નો કારક ગણવામાં આવે છે તથા ચંદ્ર ને મન નો કારક ગણવામા આવે છે. સૂર્ય આપણી અંદર રહેલી આત્મા નો પ્રકાશ પ્રજ્વલિત કરે છે જયારે ચંદ્ર આપણાં મન ની મનોદશા દર્શાવે છે. વૈદિક ધર્મ સંસ્થાન મુજબ મન શું છે?

આપણે ઇંદ્રિઓ થી જે કંઈ પણ અનુભવ કરીએ છીએ તે આપણી લાગણીઓ, આપણાં હ્રદય મા ક્યાંક ને ક્યાંક સંગ્રહિત થઇ જાય છે. આ સંગ્રહિત અનુભવ વ્યક્તિ ને વિવિધ પ્રકાર ના અનુભવો કરાવે છે. આ બધા જ અનુભવો જ્યાં સંગ્રહિત થાય છે તેને મન કહેવામાં આવે છે. આધ્યાત્મિક ભાષા મા જણાવીએ તો આત્મા ના પ્રકાશ ને જે ઢાંકી દે છે, તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ સૂર્યગ્રહણ ની અસર અંદાજીત ત્રણ માસ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન દરેક રાશિ ના લોકો ને લાભ તથા નુકશાની ની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.

મેષ :

આ રાશિ ના જાતકો એ તેમના કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ જાળવી ને રાખવાં. પિતા સાથે કોઈપણ પ્રકાર ના વાદ-વિવાદ મા પડવું નહીં. ગુરૂ ની આજ્ઞા નું હંમેશા પાલન કરવું. જો તમે ગુરૂ પૂજા મા માનતા હોવ તો ત્રણ માસ સુધી નિયમિત ગુરૂ પૂજન કરો અને જો ગુરૂ પૂજન શક્ય ના હોય તો સામાન્ય ગુરૂમંત્ર ‘गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा, गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरावे नमः’ या फिर, ‘ओम श्री गुरावे नमः’ નું ૧૦૮ વાર ઉચ્ચારણ કરવું.

વૃષભ :

આ રાશિ જાતકો ની કુંડલી મુજબ અષ્ટમ ભાવ મા આ ગ્રહણ પ્રસ્થાપિત થયું છે. આ અષ્ટમ સ્થાન આપઘાત તથા ખરાબ કર્મો નુ ભાન કરાવે છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. અષ્ટમ સ્થાન ના ખરાબ દોષો ને દૂર કરવા માટે મૌન અને ધ્યાન નું વિશેષ મહત્વ છે. નિયમિત પ્રાણાયમ નું અનુસરણ કરવું.

મિથુન :

આ રાશિ ના સપ્તમી મા ગ્રહણ થયું છે. આ સપ્તમ ભાવ વૈવાહિક જીવન નું મહાત્મ્ય દર્શાવે છે. જીવનસાથી સાથે ના સંબંધો મજબૂત બનશે. નિયમિત શ્રી રૂદ્રમ પાઠ નું પઠન કરવું. વ્યાયામ કરતા રહેવું. તમારું કાર્યક્ષેત્ર માસ કમ્યુનિકેશન સાથે સંકળાયેલું હોય માટે લોકો સાથે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું. વાદ-વિવાદ થી દૂર રહેવું. કોઇ ને ગેરસમજણ ઊભી થાય તેવા શબ્દો નો પ્રયોગ ના કરવો.

કર્ક :

આ રાશિ ના છઠ્ઠા ભાવ મા ગ્રહણ થયું છે. આ છઠ્ઠું સ્થાન બીમારી , દેવું , શત્રુ , કોર્ટ કેસ આ બધી જ બાબતો ને દર્શાવે છે. તમે કોઇ વ્યક્તિ પાસે થી દેવું લીધું છે તો તેમાં વૃદ્ધિ થઇ શકે છે. શત્રુ સાથે વધુ પડતો વાદ-વિવાદ કરવો નહીં. કોર્ટ કેસ થી દૂર રહેવું. કોઇ કેસ જો પહેલાંથી જ ચાલી રહ્યો હોય તો તેને હાલ ટાળવા નો પ્રયાસ કરો. તમારા માટે આવનાર સમય શુભ નથી. બ્રહ્મચર્ય ના વ્રત નું પાલન કરો. જરૂરિયાતમંદ લોકો ની મદદ કરો.

સિંહ :

આ રાશિ ના પંચમ સ્થાને ગ્રહણ થયું છે. આ પંચમ સ્થાન સંતાન, વિદ્યા તેમજ મંત્ર નો છે. આ સમયે તમારે તમારા સંતાન ના સ્વાસ્થ્ય ની  વિશેષ કાળજી લેવી પડશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. નિયમિત જેટલો સમય અભ્યાસ કરો છો તેના થી થોડો વધારે કરવો.

આ સમયગાળા મા પ્રેમ સંબંધ મા થોડો તણાવ આવી શકે છે. પ્રેમ સંબંધ મા વધારે ઈચ્છાઓ રાખવી નહીં. આ સમયે પેટ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. સંતુલિત માત્રા મા આહાર નુ સેવન કરવું. મંત્ર નું મંત્રોચ્ચારણ કરવો આવશ્યક છે. તેના થી ઘર મા સકારાત્મકભર્યુ વાતાવરણ બની રહેશે.

કન્યા :

આ રાશિ ના ચતુર્થ સ્થાને ગ્રહણ થયું છે. આ ચોથું સ્થાન સુખ તથા સમૃદ્ધિ ને દર્શાવે છે. માં ના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થઇ શકે છે. તમારી પાસે જે વાહન હોય તેની પણ વિશેષ કાળજી રાખવી. થોડી નકારાત્મકતા આવી શકે છે. ગ્રહણ બાદ તમારા ઘર ની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવું. ઘર ની સંપૂર્ણપણે સાફ-સફાઈ કરવી અને નાનો યજ્ઞ કરાવો.

તુલા :

આ રાશિ ના જાતકો એ ભાઈ-બહેનો સાથે ના સંબંધ અંગે ની વિશેષ કાળજી રાખવી. વાદ-વિવાદ થી દૂર રહેવું. કોઇ નવું કાર્ય શરૂ કરવા ઇચ્છો છો તો રાહ જુઓ. આ સમયગાળો તમારા માટે થોડો કષ્ટદાયી રહેશે. તમારા ગુરૂ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાન ને લોકો સુધી પહોંચાડો. નાની યાત્રાઓ મા પણ મુશ્કેલીઓ આવી શકે છે. યાત્રા કરતા પૂર્વે તમારા ગુરૂ ને અથવા ઇષ્ટ દેવતા ને પ્રણામ કરીને યાત્રા નો પ્રારંભ કરો.

વૃશ્ચિક :

આ રાશિ ના દ્વિતીય સ્થાનમા ગ્રહણ થયું છે. જેને જ્યોતિષ મા કૌટુંબિક અભાવ પણ કહી શકાય છે. આ સમયગાળા દરમિયાન કૌટુંબિક પરિસ્થિતિ કંઈક એવી સર્જાશે કે જેનાથી તમે તણાવ મા રહેશો તથા વાદ-વિવાદ ઉદ્ભવશે. આ સમયગાળા દરમિયાન કુટુંબ ને સાથે લઇને ચાલવું. જે શબ્દ તમે બોલવા જઇ રહ્યા છો તેના પર વિશેષ ધ્યાન આપવું. સામાજિક સેવા ની ભાવના રાખવી.

ધન :

આ સૂર્યગ્રહણ ધન રાશિ મા ઉદ્ભવ્યું છે. આથી આ સમયગાળો આ રાશિ માટે વિશેષ મહત્વ નો સાબિત થશે.આ રાશિ ના ચંદ્ર પર આ બધા જ ગ્રહો નું ભ્રમણ રહેશે. તમારી લાગણીઓ અંગે વિશેષ સાવચેતી રાખવી. તમારી મન ની મનોદશા નું વિશેષ ધ્યાન રાખવું. આ ગ્રહણ ના કારણે તમારા મન ની તમામ લાગણીઓ જે કોઈક ખૂણા મા દબાઇ ને પડી છે તે ઉભરીને સામે આવશે. એવી લાગણી પણ પ્રકટ થશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. આ સમયગાળા મા તમારે મન ને સંતુલિત રાખવું. ૩ માસ સુધી સુદર્શન ક્રિયા કરો અને વીક માં એકવાર દીર્ઘ સુદર્શન ક્રિયા પણ કરો.

મકર :

આ રાશિ ના બારમા સ્થાન મા ગ્રહણ થયું છે. બારમા સ્થાન મા ગ્રહણ થવા થી જો તમે વિદેશ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો સાવચેત રહેવું. તણાવ નું પ્રમાણ વધી શકે છે. ઊંઘ મા સમસ્યા ઉદ્ભવી શકે છે. ધ્યાન લગાવતા સમયકાળે વિચિત્ર ઘટનાઓ નો અનુભવ થઇ શકે છે. કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવું. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

કુંભ :

આ રાશિ ના અગિયાર મા સ્થાન મા ગ્રહણ થયું છે. આ સ્થાન મા કોઇપણ ગ્રહ ની સ્થિતિ લાભદાયી રહે છે. પરંતુ , અમુક લોકો માટે આ સમસ્યાજનક પણ સાબિત થશે. તમારા મિત્રો સાથે તથા મોટા ભાઇ-બહેનો સાથે ગેરસમજણ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. બની શકે ત્યાં સુધી કોઇ સાથે વાદ-વિવાદ મા પડવું નહિ. અગિયાર મા સ્થાને ગ્રહો ની યુતિ તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આવનાર સમય મા તમારું મન ધાર્મિક કાર્યો તરફ વધુ પડતું વળશે.

મીન :

આ રાશિ ના દસમા ભાવ મા ગ્રહણ થયું છે. દસમું ભાવ કર્મ સ્થાન હોય છે. જેમ કે, નોકરી અથવા તો કોઈ વ્યવસાય. જો તમે જોબ કરી રહ્યા છો અથવા તો કોઈ જગ્યાએ સેવા અર્થે કાર્ય કરી રહ્યા છો તો તમારા કાર્યો મા થોડી પીડા ઉદ્ભવી શકે છે.

Leave a Reply

Top