You are here
Home > Jyotish >

સૂર્યના મહા પરિવર્તનના થવા ના કારણે આ ૫ રાશિ જાતકોના જીવનમાં આવશે અનેક ખુશીઓ, જાણો બીજા રાશી જાતકોનું શું થશે

મિત્રો , જ્યોતિષવિદ્યા ના તજજ્ઞો મુજબ દરેક વ્યક્તિ ના જીવન માં તેની રાશિ નું એક અનેરું મહત્વ છે. રાશિઓના આધારે આપણે જે – તે વ્યક્તિ નું આવનાર ભાવિ ભાખી શકીયે છીએ અને જો ગ્રહ કે નક્ષત્ર ની દશા માં કોઈપણ પ્રકાર નું પરિવર્તન ઉદ્દભવે તો તેની અસર રાશિ જાતકો પર અવશ્ય પડે છે. અમુક રાશિઓ પર તેનો વધુ પ્રભાવ પડે છે તો અમુક રાશિઓ પર તેનો ઓછો પ્રભાવ જોવા મળે છે અને એ તો વાસ્તવિક છે કે ક્યારેય પણ વિશ્વ ના કોઈપણ વ્યક્તિ નો સમય હમેંશા એકસરખો રહેતો નથી.

દરેક વ્યક્તિ નો સમય બદલાય છે અને આ બદલાતા સમય સાથે આવતા ઉતાર – ચઢાવ નો તો દરેક વ્યક્તિ એ સામનો કરવો જ પડે છે. જ્યોતિષીઓ ના મત મુજબ હાલ સૂર્ય રાશિ પરિવર્તિત કરી રહ્યું છે. હાલ સૂર્ય સિંહ રાશિ માં પ્રવેશી રહ્યો છે જેની અસર બધી જ રાશિઓ પર પડશે તો હાલ આ લેખ માં આપણે આ મહાપરિવર્તન ના કારણે રાશિઓ પર થતી અસરો વિશે જાણીશું.

વૃશ્ચિક :
આ રાશિ જાતકો માટે આ પરિવર્તન અત્યંત લાભદાયી સાબિત થશે. કારણ કે , આ પરિવર્તન ના લીધે વ્યાપાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. ભાગીદારો તરફ થી લાભ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર મા તમારી એક આગવી ઓળખ ઉભી થશે. ઘર ના સદસ્યો નો સંપૂર્ણ સાથ-સહકાર પ્રાપ્ત થઈ રહેશે. તમારી આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે તથા પ્રેમ સંબંધો મધુર બનશે.

મિથુન :
આ રાશિ જાતકો માટે આ પરિવર્તન અત્યંત શુભ સમય લઇ ને આવી રહ્યું છે. મિત્રો તરફ થી લાભ મળી શકે. નોકરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે જેથી , તેમની આવક માં પણ વૃદ્ધિ થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે. અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. સમાજ માં તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધશે.

મીન :
આ રાશિ જાતકો માટે આ પરિવર્તન અદ્દભુત સફળતા ના યોગ લાવી રહ્યું છે. આવનાર સમય તમારા માટે અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે. સમાજ માં માન-પ્રતિષ્ઠા વધશે. જેથી , તમારું મન પ્રફુલ્લિત રહેશે. ઘર નો માહોલ શાંતિમયી બની રહેશે. સ્વાસ્થ્ય અંગે સાવધાની વર્તવી.

તુલા :
આ રાશિ જાતકો માટે આ પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. જેથી તમારું મન આનંદિત રહેશે. નોકરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. સમાજ માં માન-પ્રતિષ્ઠા માં વધારો થશે. તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

સિંહ :
આ રાશિ જાતકો માટે સૂર્ય પરિવર્તન ધનલાભ ના યોગ લઇ ને આવી રહ્યું છે. માન-પ્રતિષ્ઠા માં વૃદ્ધિ થશે. કાર્યસ્થળે તમારા સહકર્મીઓ નો સાથ પ્રાપ્ત થઈ રહેશે. મન શાંત રહેશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બનશે.

ચાલો જાણીયે આ સિવાય ની રાશિઓ નું ભાગ્ય કેવું રહેશે :

કન્યા :
આ રાશિ જાતકો એ સૂર્ય પરિવર્તન ના કારણે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે એટલે કે નાણાં સાથે સંકળાયેલી લેવડ-દેવડ કરવામાં વિશેષ સાવચેતી રાખવી. આ રાશિ જાતકો એ નોકરી ના કારણે સ્થળાન્તર કરવું પડી શકે. અથાગ પરિશ્રમ છતાં પણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થતા નથી. જીવનસાથી સાથે ના સંબંધો માં કડવાશ આવી શકે.

વૃષભ :
આ રાશિ જાતકો માટે આ પરિવર્તન થોડો કષ્ટદાયી સાબિત થઈ શકે. ઘર-પરિવાર માં વાદ-વિવાદ નો માહોલ સર્જાઈ શકે. વ્યાપાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને ભારે ધનહાનિ નો સામનો કરવો પડી શકે. યાત્રા ના યોગ સર્જાઈ શકે. જમીન ની લેવડ-દેવડ માં વિશેષ કાળજી રાખવી. મન માં કોઈ વાત ને લઇ ને તણાવ ઉદ્દભવી શકે.

મકર :
આ રાશિ જાતકો માટે આ પરિવર્તન અનેક સમસ્યાઓ નું સર્જન કરી શકે. કોર્ટ – કચેરી ના કાર્યો થી દૂર રહેવું નહીંતર વાદ-વિવાદ સર્જાઈ શકે. નાણાં નો ખોટી જગ્યા એ વ્યય થઈ શકે જેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું. અહમ ના લીધે તમે તમારું સ્વમાન ગુમાવી શકો. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતીઓ લેવી.

કર્ક :
આ પરિવર્તન ના કારણે આ રાશિ જાતકો માટે આવનાર સમય સામાન્ય સાબિત થશે. વ્યાપાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ એ ધન ની હાનિ સહન કરવી પડી શકે. મિત્રો સાથે વાદ-વિવાદ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. મિલ્કત ની યોગ્ય કાળજી લેવી નહીંતર હાનિ પહોંચી શકે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહે.

મેષ :
આ રાશિ જાતકો માટે આ પરિવર્તન માનસિક તણાવ લાવી શકે છે જેથી તમારે ભારે ધનહાનિ નો સામનો કરવો પડી શકે. જેથી આવનાર સમય તમારા માટે અત્યંત પીડાદાયક બની શકે. જો તમે કોઈ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો ટાળવું નહીંતર જાનહાનિ નો સામનો કરવો પડી શકે. સંતાનો તરફ થી દુઃખ ના સમાચાર પ્રાપ્ત થઈ શકે.

કુંભ :
આ રાશિ જાતકો એ આ પરિવર્તન ના લીધે વૈવાહિક જીવન માં અનેક પીડાઓ નો સામનો કરવો પડી શકે. આ ઉપરાંત તેમને મોટાપાયે ધનહાનિ થવાના યોગ પણ સર્જાઈ રહ્યા છે. જેથી તેમનું સ્વાસ્થ્ય પણ કથળી શકે છે. આ સમય માં ધીરજ અને શાંતિ થી કાર્ય લેવું. જેથી આર્થિક સ્થિતિ માં સુધારો નિહાળી શકાય.

ધનુ :
આ રાશિ જાતકો એ આ સૂર્ય પરિવર્તન ના કારણે અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે. તમે કોઈ ત્રીજી વ્યક્તિ એ કરેલા ગુનાહ ની ભૂલ ભોગવી શકો જેથી તમારું માન-સન્માન છીનવાઈ શકે. આ ઉપરાંત સ્વાસ્થ્ય અંગે થોડી વિશેષ કાળજી રાખવી. પારિવારિક વિવાદો ના કારણે ઘર માં અશાંતિ ફેલાઈ શકે. જેથી , તમે નિરાશા માં ગરકાવ થઈ શકો અને કાર્ય યોગ્ય સમયે પૂર્ણ ના કરી શકો.

Leave a Reply

Top