You are here
Home > Jyotish >

સૂર્યનો થયો કન્યા રાશિમાં પ્રવેશ જાણો કઈ કઈ રાશિના જાતકો ને થશે લાભ

આ મહિના ના સોમવારની સવારે સુર્ય નો પોતાની રાશિ સિંહ માંથી બીજી કન્યા રાશિમા થયો પ્રવેશ જેનાથી એ સાંજે ૭ કલાક સુધી રહેશે અને સુર્ય એ દર ૩૦ દિવસે એટલે કે એક મહિને રાશિ પરિવર્તન કરે છે અને સુર્ય એ આત્માનો કારક છે એટલે કે સુર્ય એ આત્મા છે અને સુર્ય એ પિતા છે અને સુર્ય એ રાજા છે માટે જીવનના દરેક કાર્ય એ સુર્ય ને આધિન થાય છે અને મનુષ્ય નુ જીવન એ સુર્ય વગર વ્યર્થ છે માટે મનુષ્ય જીવનમા આત્મવિશ્વાસ કાર્ય અને ઉર્જા અને આરોગ્ય એ સુર્યની કૃપાથી જ પ્રાપ્ત થાય છે માટે જ સુર્ય સંક્રાંતિ એટલે કે સુર્ય નુ રાશિ પરિવર્તન એ મહત્વ નુ છે.

આમતો સુર્ય નો કન્યા રાશિમા પ્રવેશથી તમામ દેશ દુનિયા પર પણ તેના મિશ્ર પ્રભાવ જોવા મળે અને આર્થિક શ્રેત્રે શેરબજારમા વિશેષ પ્રભાવ જોવા મળશે એ ક્ષેત્રે સંકળાયેલા લોકો એ સાવચેતી રાખવી એ હિતાવહ રહે કારણ કે આ સંક્રાંતિ મા તમને આ ક્ષેત્રે ઘણા પરિવર્તન ઉતાર ચઢાવ જોવા મળે તો રાજકીય ક્ષેત્રે પણ તેના વિશેષ પ્રભાવ એ જોવા મળે છે માટે નાટકીય પરિવર્તન આ ક્ષેત્રે વિશેષ જોવા મળે છે.

આ બારેય રાશિના જાતકો પર પણ કન્યા સંક્રાંતિનો પ્રભાવ એ જોવા મળશે

૧) મેષ રાશી

મેષ રાશિના જાતકો ને આર્થિક લાભ જોવા મળશે પરંતુ તેમને સરકારી કામકાજના તમામ નિર્ણયોમા એકદમ સાવચેતી રાખવી એ જરૂરી બની રહે છે.

૨) વૃષભ રાશી

વૃષભ રાશિના જાતકો માટે દામ્પત્ય જીવનમા તેમને એક મિશ્રિત પ્રભાવ જોવા મળશે જેનાથી તેને બહોળો ફાયદો મળશે.

૩) મિથુન રાશી

મિથુન રાશિના જાતકો માટે તેમને પોતાના આરોગ્યમા વ્યવસ્થિત સામાન્ય ધ્યાન આપવુ એ હિતાવહ રહે માટે ખાસ ધ્યાન આપવું.

૪) કર્ક રાશિના

કર્ક રાશિના જાતકો માટે લાભ ની તકો એ ઉભી થશે.

૫) સિંહ રાશી

સિંહ રાશિના જાતકો માટે આર્થિક લાભ સર્જાય પરંતુ તેને વિવાદો થી દુર રહેવુ અને સાવધાન રહેવું.

૬) કન્યા રાશી

કન્યા રાશિના જાતકો એ આરોગ્યમા સામાન્ય ધ્યાન આપવુ અને નિર્ણયો એ વિચારી ને કરવા

૭) તુલા રાશી

તુલા રાશિના જાતકો એ વ્યર્થ ના ખર્ચાઓ થી બચવુ અને કાર્ય એ વિચારી ને કરવુ

૮) વૃશ્ચિક રાશી

વૃષિક રાશિના જાતકો એ સારા લાભ ના યોગ સર્જાય.

૯) ધન રાશી

ધન રાશિના જાતકો એ કાર્ય એ વિચારી ને કરવુ જેથી તેને ક્યાંક લાભ જોવા મળે

૧૦) મકર રાશી

મકર રાશિના જાતકો એ નિર્ણયો વિચારી ને કરવા અને વાણીમા હમેશા સંયમ રાખી કાર્ય કરવાથી લાભ સર્જાય છે.

૧૧) કુંભ રાશી

કુંભ રાશિના જાતકો એ આરોગ્યમા સામાન્ય ધ્યાન આપવું અને આ સિવાય તેને સામાન્ય લાભ પણ જોવા મળે

૧૨) મીન રાશી

મીન રાશિના જાતકો એ દાંપત્ય જીવનમા પ્રેમ જોવા મળે અને આ સિવાય નિર્ણયો એ વિચારી ને કરવા

Leave a Reply

Top