You are here
Home > Articles >

સુતા પૂર્વે ઓશિકા નીચે રાખી દો આ વસ્તુઓ થશે અપાર ધનલાભ…

મિત્રો, આપણી સામે ઘણા બધા લોકો એવા હોય છે જે ખુબ જ ઓછા સમયમા ગરીબ માથી શ્રીમંત થઈ ગયા હોય છે. આ ઉપરાંત અમુક એવા દાખલા પણ આપણી સમક્ષ છે કે જે અભ્યાસ ના નામે કંગાળ હોય છે પરંતુ, તેમની પાસે નાણા અખૂટ હોય છે. ઘણીવાર આવા દાખલા જોઈને અમુક લોકો નિરાશ પણ થતા હોય છે. પરંતુ, આજે આ લેખમા એક એવા ઉપાય વિશે જણાવીશુ કે જે તમારા માટે લાભદાયી થશે.

સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે રાત્રે સુતો હોય છે ત્યારે તેના ઓશિકા નીચે મોટાભાગે તેનો મોબાઈલ જ જોવા મળતો હોય છે. આ વિશે અનેક પ્રકારના વૈજ્ઞાનિક તારણો ને ટાંકતા અહેવાલો પણ આવી ગયા છે કે મોબાઈલ ના તરંગો તમારા સ્વાસ્થ્ય ને હાનિ પહોંચાડે છે. પરંતુ, હવે તમારે તમારા ઓશિકા નીચે મોબાઈલ નહીં પરંતુ, આ વસ્તુઓ રાખીને તમારા નસીબ ને ચમકાવવાનુ છે.

આપણા જીવનમા અનેક સમસ્યાઓ એવી હોય છે જેના થી મુક્તિ મેળવવાનો આપણી પાસે કોઈ જ ઉપાય નથી સૂઝતો તો આ સમયે તમારે વાસ્તુશાસ્ત્ર ની મદદ લેવી પડશે. વાસ્તુશાસ્ત્રમા આપણી મોટા ભાગની તમામ સમસ્યાઓનો ઉપાય હોય છે. તેમા તમારે રાત્રે સુતી વખતે તમારા ઓશિકા નીચે શુ રાખવુ જોઈએ તે વિશે અમુક ટીપ્સ સૂચવવામા આવી છે.

પવિત્ર ધાર્મિક ગ્રંથ :

દરેક જુદા-જુદા ધર્મના તેના પોતાના જુદા-જુદા પવિત્ર ગ્રંથ હોય છે જેને જે-તે ધર્મના લોકો પોતાની માન્યતા અનુસાર અનુસરતા હોય છે. આપણા હિન્દૂ ધર્મમા ભગવદગીતા ને પવિત્ર ગણવામા આવે છે અને આ ગ્રંથ ની પવિત્રતા એટલી છે કે કોર્ટમા સાચુ બોલવા માટે આ ગ્રંથ રાખીને સમ ખવડાવવામા આવે છે. તો દરરોજ રાત્રી ના સમયે જ્યારે તમે સુવા માટે જાવ છો ત્યારે તમારા ઓશિકા નીચે તમારે ભગવદગીતા રાખવી જોઈએ.

ભગવદગીતા ને ઓશિકા નીચે રાખીને સુવાથી તમારી આજુબાજુ ની ઉર્જા સકારાત્મક બનશે અને તમારામા પણ હકારાત્મક અભિગમ નો સંચાર થશે. તમારુ મન શાંત રહેવાથી તમને ઉંઘ પણ સારી આવશે. ભગવદગીતા ને ઓશિકા નીચે રાખીને સુવાથી તમારુ શરીર ઊર્જામય બની રહેશે અને તમે પુર્ણ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશો તથા કાર્યસ્થળે તમે ઉન્નતિ પામશો. જો તમારા ઘરમા ભગવદગીતા ના હોય તો તમે સુંદરકાંડનુ પુસ્તક અથવા હનુમાન ચાલીસા પણ ઓશિકા નીચે રાખી શકો છો. હનુમાન ચાલીસા ઓશિકા નીચે રાખીને સુવાથી તમને રાત્રે ડરાવના સ્વપ્નો આવતા નથી અને તમારુ ભાગ્ય પણ ચમકવા લાગે છે.

લોખંડની વસ્તુ :

પવિત્ર ગ્રંથ સિવાય તમે રાત્રે સુતી વખતે તમારા ઓશિકા નીચે કોઈ લોખંડની વસ્તુ પણ રાખીને સુઈ શકો છો. જેમ કે, લોખંડ ની ચાવી, લોખંડ નો સિક્કો વગેરે. આ વસ્તુઓ ઓશિકા નીચે રાખીને સુવાથી તમારી આજુબાજુ ની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.

પ્રભુ ને અર્પિત કરેલા ફૂલ :

આ સિવાય તમે તમારા ઓશિકા નીચે મંદિરમા દેવી દેવતા પર અર્પિત કરેલા પુષ્પ પણ રાખી શકો છો. આમ કરવાથી તમારા આસપાસ નુ વાતાવરણ સુગંધમય બનશે અને તમને ઉંઘ પણ સારી આવશે તથા તમારા પર પ્રભુ ની અસીમ કૃપા પણ બની રહેશે.

પુસ્તકોઃ

પરિક્ષા દરમિયાન તમને જો નિષ્ફળ થવાની બીક રહેતી હોય તો તમારે દરરોજ સરસ્વતી દેવી નુ પૂજન કરવુ અને રાત્રે સુતી વખતે તમારા ઓશિકા ની બાજુમા પુસ્તક પણ રાખવા તેમ કરવાથી તમને સફળતા અવશ્યપણે પ્રાપ્ત થશે.

ખાવાની ચીજવસ્તુ :

આમ તો આ ખાવાની ચીજવસ્તુઓ પથારી પર રાખવાથી કીડીઓ થવાની બીક રહેતી નથી પરંતુ, જો તમે સુતી વખતે તમારા ઓશિકા નીચે લસણ રાખશો તો સૌભાગ્યની પ્રાપ્તિ થશે તથા તમને ઉંઘ પણ સારી આવશે. એવુ પણ કેહવાય છે કે જો લસણને ખીસ્સામા રાખવામા આવે તો તમને ધનલાભ પણ પ્રાપ્ત થઈ શકે છે.

Leave a Reply

Top