You are here
Home > News >

સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યુ તંબાકુ નુ વેચાણ તેમજ જાહેર જગ્યા પર થૂંકવા પર આખા દેશ મા લાગશે પ્રતિબંધ

મિત્રો , હાલ કોરોના વાયરસ ની ગંભીરતા ને સમજીને એવું અનુમાન લગાવવામા આવી રહ્યુ છે કે આવનાર સમયમા સમગ્ર વિશ્વમા તંબાકુ ના ઉત્પાદન તથા તેના વેંચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમા તંબાકુ ના ઉત્પાદન અને વેંચાણ પર પ્રતિબંધ લગાવવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે જાહેર સ્થળો પર જ્યાં-ત્યાં થુક્વામા ના આવે તે માટે પણ અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રી દ્વારા આ અપીલ રાજસ્થાન અને ઉતરાખંડ દ્વારા લેવાયેલા નિર્ણયો અને તેની અસર જોઇને કરવામા આવી છે.

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન એ આ બાબતને લઈને તમામ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓને પત્ર લખ્યો :

હર્ષવર્ધન જણાવે છે કે, હિન્દુસ્તાન ટાઇમ્સના મત મુજબ જે વ્યક્તિ તંબાકુ નું સેવન કરતુ હોય તેને જ્યા-ત્યા થુક્વાની આદત અવશ્યપણે હોય છે અને તેમની આ થુક્વાની આદત કોવીડ-૧૯, સ્વાઈન ફ્લુ જેવી જીવલેણ સમસ્યાઓનો દેશમા વધુ ને વધુ ફેલાવો કરવા માટે જવાબદાર બની શકે. આ પત્રમા ધુમ્રપાન ની આદત ને પણ હાનીકારક ગણવામા આવી છે. કારણકે, ધુમ્રપાન અને તંબાકુ એ એવા વ્યસન છે જ્યા એક કરતા વધુ લોકો અવશ્યપણે એકત્રિત થવાના છે અને પરિણામે આ આદતના કારણે સમગ્ર દેશ ગંભીર બીમારીઓના શિક્ન્જામા સપડાઈ જાય છે.

તંબાકુ નો ઉપયોગ એ સમગ્ર વિશ્વના લોકો ના આરોગ્ય માટે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી એ અ પત્રમા આઈ.સી.એમ.આર. દ્વારા કરવામા આવતી અપીલનો પણ અહી ઉલ્લેખ કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જાહેર સ્થળો પર ધુમ્રપાન ના કરવા તથા જ્યાં-ત્યાં ના થૂંકવા માટે જણાવ્યુ છે. હર્ષવર્ધન જણાવે છે કે, તંબાકુ અને સોપારીનુ સેવન કરવાથી લાળના ઉત્પાદનમા વૃદ્ધિ થાય છે અને ત્યારબાદ ફરજીયાતપણે વધારાની લાળને બહાર કાઢવા માટે થૂંકવુ પડે છે.

જાહેર સ્થળો પર જ્યાં-ત્યાં થુકવાના કારણે કોવીડ-૧૯ ની સમસ્યાનો ભય વધી જાય છે. વિશેષમા તેમણે જણાવ્યું કે , જો જાહેર સ્થળો પર થુક્વા બાબતે સખત પ્રતિબંધ લગાવી દેવામા આવે તો આપણે સૌ એ એકસાથે મળીને જોયેલા સ્વચ્છ ભારત ના લક્ષ્ય ને સરળતાથી હાંસલ કરી શકાય છે. આ સિવાય હર્ષવર્ધન કેન્દ્રીય મંત્રાલય દ્વારા જે નીતિ-નિયમો બહાર પાડવામા આવ્યા છે તેનો પણ ઉલ્લેખ કરે છે અને જણાવે છે કે, આ નીતિ-નિયમો અનુસાર જાહેર સ્થળ પર થૂકવુ એ દંડપાત્ર ગણાય.

Leave a Reply

Top