You are here
Home > Jyotish >

સ્વર્ગમા ભગવાન શિવના હાથે લખાયેલ છે આ બે નામવાળા લોકોની જોડી, જાણો તમારુ નામ છે?

પ્રેમ આ સંસાર નો સવ થી સુખદ અનુભવ માનવામા આવે છે. પ્રેમ ને કોઈપણ વસ્તુ સાથે સરખાવી નથી શકતા તેથી તેને અમુલ્ય ગણવામાં આવે છે. પ્રેમ ના ઘણા પ્રકારો છે માં-બાપ નો પ્રેમ, ભાઈ-બેન નો પ્રેમ સંતાનો પ્રત્યે પ્રેમ અને પતિ-પત્ની નો પ્રેમ. આ બધા મા દરેક માણસ ની ઈચ્છા હોય છે કે તેમના જીવન મા તેમને પણ સાચો પ્રેમ મળે પરંતુ આ કુદરત ની એક વિડમ્બના છે કે એવું બનતું નથી. નસીબ જોગે જ સાચો જીવનસાથી અમુક વ્યક્તિઓ ને જ મળતો હોય છે.

ઘણા લોકો ને આખું આયખું વિતતું જાય છે પણ સાચા પ્રેમ કદી મળતો નથી. બધા જ જાણે છે કે આ સંસાર મા પતિ-પત્ની ની જોડી ભગવાન ઉપર થી જ નક્કી કરીને મોકલે છે. કેહવાય છે ને કે આપળે તો માત્ર ભગવાન ના હાથ ની કઠપૂતળીઓ છીએ જેને ડોર તો તેના હાથ માં જ છે. માણસ તો માત્ર એક પાત્ર ભજવવા આ સંસાર મા આવે છે અને તેની બનાવેલી જોડી સાથે મળે છે. તે એક વખત મા પોતાના જીવનસાથી ની શોધ નથી કરી શકતો જેથી તેને વારંવાર ભટકવું પડે છે.

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર સૂચવે છે કે માણસ ની જોડી ભગવાન નિર્મિત કરે છે અને તેમાં પણ ઘણી જોડીઓ તો એવી છે કે જેને સ્વયં ભગવાને જ બનાવીને આપી છે અને તેને કોઈપણ પરિસ્થિતિ મા કોઈપણ જુદા નથી કરી શકતા. એટલા માટે આજે અમે તમને તેના થી જોડાયેલી થોડી એવી વાતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમને સાચા જીવનસાથી શોધવામાં સરળતા રહેશે. તો ચાલો જાણીએ આ વિશે વિસ્તાર થી.

આ P અને S અક્ષર થી શરુ થતા નામવાળી જોડીઓ

જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે જે વ્યક્તિઓ ના નામ આ બન્ને અક્ષરો થી શરુ થતા હોય તેવા વ્યક્તિઓ એકબીજા સાથે મળી જાય તો પછી જીંદગીભર એકબીજા નો સાથ છોડતા નથી. બીજા શબ્દો મા કહીએ તો આ બન્ને અક્ષર વાળી જોડીઓ એકબીજા માટે પરફેક્ટ મેચ સાબિત થાય છે.

આ બન્ને અક્ષરો થી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓ એકબીજા ની લાગણીઓ ને બહુ જ સારી રીતે સમજી શકે છે. તેમના વચ્ચે અગાઢ પ્રેમ હોય છે. તે વ્યક્તિઓ ક્યારે પણ નાની-નાની વાતો ને લઈ ને લડાઈ ઝગડા નથી કરતા. કુદરતે તેમને એક બીજા માટે જ ઘડેલા છે તેમ કહી શકીએ.

આ D અને B અક્ષર થી શરુ થતા નામવાળી જોડીઓ

જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે જે વ્યક્તિઓ ના નામ આ બન્ને અક્ષરો થી શરુ થતા હોય તેમની જોડી તો ભગવાને સ્વર્ગ માં જ બનાવેલી હોય છે, તે તો માત્ર પૃથ્વી ઉપર તેમને મેળવે છે. આ અક્ષર વાળા વ્યક્તિઓ હંમેશા જ પોતાના જીવનસાથી માટે જ જીવે છે અને તેઓ ને એકબીજા વગર જીવવું તેમના માટે ઘણું મુશ્કેલ હોય છે.

આ જોડીઓ વચ્ચે ઈર્ષા નો ભાવ થતો નથી તેઓ પોતાના જીવનસાથી ને અગાઢ પ્રેમ કરે છે. તે પોતાના જીવનસાથી ને જિંદગીભર સાથ નિભાવવા નુ વચન આપે છે અને તેને પ્રેમ થી પૂરું પણ કરે છે. આ કારણે જ લોકો આવી જોડીઓ ને જોઈ કેહતા હોય છે કે તે સ્વર્ગ માંથી જ બની ને આવી છે.

Leave a Reply

Top