You are here
Home > Recipe >

તમામ ગુજરાતીઓ ના ઘરે બનતો હાંડવો બનશે પરફેક્ટ, ખાલી ઉમેરવી પડશે માત્ર આ એક વસ્તુ, નોંધી લો આ સરળ રીત…

મિત્રો, આપણા ગુજરાતી લોકોની એક ઓળખ એટલે હાંડવો. જયારે પણ ઘરે હાંડવો બનાવવામા આવે ત્યારે તેની સુગંધ માત્રથી આસપાસના પાડોશને ખ્યાલ પડી જાય છે કે હાંડવો બને છે. આ હાંડવો બનાવવો અત્યંત સરળ છે. તો ચાલો આજે આ લેખમા આપણે પણ આ સ્વાદિષ્ટ હાંડવો બનાવવાની રેસીપી વિશે જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

ચણાની દાળ : ૧ બાઉલ , તુવેરની દાળ : ૧/૨ બાઉલ , ચોખા : ૨ બાઉલ , દૂધી : ૨૫૦ ગ્રામ , લીલા મરચા : ૫ નંગ , આદુ : ૧ નંગ , લસણ : ૧૦-૧૫ નંગ , લીલા ધાણા : ૨ ચમચી , મેથી : ૨ ચમચી , લાલ મરચુ : ૧ ચમચી , હળદર : ૧/૨ ચમચી , ધાણાજીરુ : ૧/૨ ચમચી , ગરમ મસાલો : ૧/૨ ચમચી , નમક : સ્વાદ પ્રમાણે , ખાંડ : ૨ ચમચી , ખાવાનો સોડા : ૧/૨ ચમચી , હિંગ : ૧ ચમચી , રાઈ : ૧ ચમચી , તલ : ૧ ચમચી , તેલ : આવશ્યકતા મુજબ

વિધિ :

સૌથી પહેલા ખીરુ તૈયાર કરવા માટે ચોખા, ચણાની દાળ અને તુવેરની દાળ એક તપેલીમા લો. ત્યારબાદ તેને બે થી ત્રણ વાર ધોઈ લેવુ જેથી, દાળ પર રહેલ તેલ અને દિવેલ નીકળી જાય. હવે આ દાળ અને ચોખાના મિશ્રણને ૩-૪ કલાક પલાળવુ. હવે પલળી ગયા બાદ મીક્સરના એક કપમા આપણે તેને ક્રશ કરી લઈશુ. આટલુ બધુ એકસાથે નહિ ક્રશ થાય એટલે થોડુ-થોડુ કરીને વ્યવસ્થિત ક્રશ કરી લો. ક્રશ કરવાના સમયે દાળ-ચોખા સાથે થોડુ દહી પણ ઉમેરવુ.

હવે આ તૈયાર થયેલ ખીરુને આથો લાવવા માટે થોડી ગરમ જગ્યા પર મુકીશુ. જો તમને બહુ ખટાશ ના ફાવતી હોય તો એમ જ રસોઈઘર પર પણ ઢાંકીને મૂકી શકો છો. હવે આ ખીરુ આથો આવીને ૫ કલાકમા તૈયાર થઇ જશે. હવે આ તૈયાર થયેલ ખીરામા હાંડવા માટેનો મસાલો ઉમેરીશુ. સૌથી પહેલા મિક્સરના એક કપમા આદુ, મરચા અને લસણ ક્રશ કરીશુ. ત્યારબાદ દૂધીને છોલીને છીણી લો અને આ તૈયાર થયેલ ખીરુમા ઉમેરી દો. હવે આ ક્રશ કરેલા આદુ, મરચા અને લસણ તેમા ઉમેરો.

ત્યારબાદ તેમા લાલ મરચુ, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ, નમક, ખાંડ, લીલા ધાણા અને મેથી ઉમેરો. ત્યારબાદ બધો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. હવે જયારે પણ હાંડવો બનાવવાનો સમય થાય, ત્યારે જ તેમા સોડા ઉમેરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. બને ત્યા સુધી પ્રયાસ કરવો કે એક જ બાજુ હલાવીને મિક્સ કરીએ તેનાથી સોડાની અસર બરાબર થશે અને બધુ જ ખીરામા યોગ્ય રીતે મિક્સ થઇ જશે.

હવે એક કડાઈમા તેલ ગરમ થવા માટે મુકો. ત્યારબાદ તેમા રાઈ ઉમેરો. રાઈ તતડી જાય એટલે તેમા તલ ઉમેરો. તલ ઉમેરો ત્યારે થાળી અથવા તો ઢાંકણુ આડુ રાખવુ જેથી, તલ તમારા પર ઉડે નહિ. હવે તલ તતડવાનો અવાજ ધીરો થાય એટલે તેમા હિંગ ઉમેરીને હાંડવાનુ ખીરુ ઉમેરો. હવે તેને થોડીવાર માટે ચઢવા દો. ચાર થી પાંચ મિનિટમા એક બાજુ ચઢી જશે, ગેસ ધીમો રાખજો એટલે વધારે બળે નહિ. ગેસની ફ્લેમ મધ્યમ રાખવી અને વચ્ચે-વચ્ચે એકાદ વાર ચેક પણ કરી લેવુ.

હવે હાંડવાને બીજી તરફ પલટાવી બરોબર ચઢવા દો, હાંડવો અંદરથી ચઢી ગયો કે નહિ. એ ચેક કરવા ચપ્પુ હાંડવાની વચ્ચે ખોસીને જુઓ. જો આ ચપ્પુ પર થોડુ ખીરુ ચોટેલુ લાગે તો હાંડવો હજી ચઢવા દેવો પડશે અને જો ચપ્પુ કોરુ બહાર આવે તો સમજો હાંડવો બરાબર ચઢી ગયો છો. તો તૈયાર છે તમારો હાંડવો છે, તેને તમે શીંગતેલ, કેચઅપ, સેઝવાન ચટણી, લીલી ચટણી, લાલ તીખી ચટણી વગેરે સાથે ખાઈ શકશો.

Leave a Reply

Top