You are here
Home > Jyotish >

તમારા ભાગ્ય ચમકાવવા માટે ઘરમા રાખો ચાંદીની આ વસ્તુઓ, પરિવાર રહેશે ખુશીઓથી સમૃદ્ધ

દરેક વ્યક્તિ નું સપનું ધનવાન બનવાનું હોય છે. હમેશા વ્યક્તિ રૂપિયા કમાવા માટે મહેનત કરતો રહે છે. પરંતુ તેમ છતાં પણ ક્યારેક તેને જીવનમાં દુખો નો સામનો ના કરવો પડે છે. વ્યક્તિ ના જીવનમાં હંમેશા ખુશીઓ રહે એવું શક્ય નથી. કારણકે વ્યક્તિ ના જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુખ આવે છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશીઓ પ્રાપ્ત કરવા માટે શક્ય એટલી કોશિશ કરે છે જેના માટે તે દિવસ રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ ભલે પોતાના જીવનમાં ગમે તેટલી મહેનત કરી લે તેમ છતાં તેને સફળતા મળતી નથી. હાથમાં નિરાશા જ આવે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચાંદીની આ વસ્તુ તમારા ઘરમાં રાખવાથી તમને અનેક ફાયદા થાઈ છે.

આજે અહી આપણે ચાંદીની કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી થતાં લાભો વિષે વાત કરીશું. જો તમે પણ પોતાના જીવનને ખુશહાલ બનાવવા માંગતા હોય તો વાચો આ લેખ

ચાલો જાણીએ ચાંદી ની કઈ છે આ વસ્તુઓ.

ચાંદી નો ચોરસ આકારનો ટુકડો

ખૂબ મહેનત કરવા છતાં જો કોઈ વ્યયક્તિ ને પોતાના પોતાના વ્યાપાર માં સફળતા ના મળતી હોય તો તેના માટે તમે પોતાના ઘર માં ચાંદી નો એક ચોરસ ટુકડો રાખો અથવા તો તમારા પોકેટ માં ચાંદીનો ટુકડો રાખવો. જેનાથી તમારા ધંધામાં બરકત આવશે. અને સાથે સફળતા પ્રાપ્ત થશે. તમારા કાર્યો માં વિઘ્નો નહિ આવે.અને બધી સમસ્યાઓ દુર થઇ જશે. આવું કરવાથી તમારા જીવન માં ખુશી ફેલાશે.

ચાંદીની નાની ડબ્બી

તમારી રાશિ માં રાહુ ની ખરાબ દશા ચાલતી હોય તો તેના માટે તિજોરી માં ચાંદી ની ડબ્બી માં પાણી ભરીને રાખી દેવું. જ્યારે આ પાણી સુકાઈ જાય તો તેને ફરીથી ભરીને રાખી દેવું. જો ચતુર્થ માં રાહુ હોય તો ડબ્બી માં મધ ભરીને ઘર ની બહાર ભૂમિ માં દાટી દેવું. અને જો સપ્તમ માં રાહુ છે તો ડબ્બી માં નદી નું જળ ભરીને તેમાં ચાંદી નો એક ટુકડો નાંખી અને તેને પોતાના ઘર માં રાખો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રાહુ ની ખરાબ દશા દુર થશે અને તમારા બધા દુખો દૂર થઈ જશે.

ચાંદીનો હાથી(ગજરાજ)

ચાંદીથી બનેલો હાથી ઘરમાં રાખવાથી ધંધામાં વૃદ્ધિ થાઈ છે. અથવા તમે ચાંદી થી બનેલો નાનો હાથી પોતાના ખિસ્સામાં રાખી શકો છો. આવું કરવાથી તમારા સંતાન સુખી થાઈ છે. અને તેનો ધંધો સારો ચાલે છે.

ચાંદીની ચેન અથવા વીટી

તમારા અથવા કોઈ વ્યક્તિ ના લગ્ન માં મોડુ થઈ રહ્યું હોય તો શુક્લ પક્ષ ના પહેલા સોમવારે સવારે ચાંદી ની એક ઠોસ ગોળી ચાંદી ની ચેન માં નાખીને પહેરવાથી તમારા લગ્નમાં આવવા વાળા બધા અવરોધો દુર થશે જો પ્રથમ ભાવ માં રાહુ હોય તો ગળામાં ચાંદી ની ચેન પહેરવી. અને જો રાહુ ચતુર્થ ભાવ માં હોય તો તેના માટે ચાંદી ની અંગુઠી પહેરવી. જેનાથી તમને અનેક લાભો થઈ છે. અને તમારા જીવન માં ખુશી આવે છે.

Leave a Reply

Top