You are here
Home > Articles >

તમારા બ્લડ ગ્રુપ ના આધારે, જાણો તમારા વ્યક્તિત્વ વિશે

મિત્રો, એવો કોઈ અભ્યાસ કે સંશોધન હોય કે ના હોય પણ એટલુ તો સૌ કોઈએ માનવુ જ પડશે કે એક વ્યક્તિના બ્લડગૃપ અને તેના વ્યક્તિત્વ વચ્ચે કોઈ સાંકળ તો અવશ્યપણે હશે જ. સમગ્ર વિશ્વમા એવા અનેક સમાજો છે જે એવુ માને છે કે વ્યક્તિ ના લોહીનુ ગૃપ તેમના જીવનમા એક અગત્ય નો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે જાપાનમા અમુક એવી મેગેઝિનો પ્રકાશિત થાય છે કે જે લોકોના બ્લડ ગૃપ અનુસાર તેમનુ ભવિષ્યફળ પ્રકાશિત કરે છે કે તેમનો આવનાર દિવસ, અઠવાડિયુ કે મહિનો કેવો જશે?

આ સિવાય મોટા ભાગની કંપનીમા તેમના બ્લડગૃપ વિશે પણ પુછવામા આવે છે જેને ધ્યાનમા રાખીને તે વ્યક્તિ કંપની માટે યોગ્ય છે કે નહી તેવો નિર્ણય લેવાય છે. લાગે છે કે હાલનો સમય એવો થઈ ગયો છે કે લોકો પોતાની રાશિ કે સિતારાઓ અનુસાર નહિ પરંતુ, પોતાના બ્લડ ગૃપ અનુસાર મેચિંગ જીવનસાથી શોધશે. અહી આ લેખમા આપણે વિસ્તારપૂર્વક જાણીશુ કે વ્યક્તિનુ બ્લડ ગૃપ તેના વ્યક્તિત્વ ને કેવી રીતે અસર કરે છે?

બ્લડગૃપ એ :

આ બ્લડ ગૃપ વિશ્વનુ સૌથી સામાન્ય ગણાતુ બ્લડગૃપ છે. એ નેગેટિવ બ્લડગૃપ ધરાવતા લોકો અત્યંત લાગણીશીલ અને સહકાર ની ભાવના ધરાવતા હોય છે. તેમની પાસે ગજબ ની બુદ્ધિ શક્તિ અને તાર્કિક શક્તિ હોય છે. તેઓ આ વાત ને વધુ પડતુ પ્રાધાન્ય આપે છે કે તેમની આજુબાજુના લોકો હંમેશા કમ્ફર્ટેબલ રહે. આ જ કારણોસર તે ક્યારેય પણ પોતાની લાગણીઓ અન્ય સમક્ષ પ્રસ્તુત કરી શકતા નથી. તેનાથી તેમની આજુબાજુના લોકો તેમના વિશે એવુ અનુમાન કરે છે કે તેઓ શરમાળ સ્વભાવના છે.

એ નેગેટિવ બ્લડગૃપ ધરાવતા લોકોને સફળ માનવામા આવે છે અને આ લોકો સફળતા મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમના કાર્ય પ્રત્યે ના આ જુસ્સા ના કારણે જ આ લોકો રાત્રી ના સમયે પુરતી ઉંઘ નથી લઈ શકતા કારણ કે, તે હંમેશા પોતે છે તેના કરતા પણ સારા બનવા માટે પોતાના મગજ પર અતિશય દબાણ આપતા હોય છે.

બ્લડગૃપ બી :

બી બ્લડ ગૃપ ધરાવતા લોકો ખુબ જ સંતુલિત હોય છે. આ લોકો ને સમગ્ર વિશ્વ જગતમા સૌથી વ્યવહારિક લોકો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પોતાની નેતૃત્વ વાળી ગુણવત્તા ના કારણે જાણીતા છે. આ ઉપરાંત તેમની અન્ય લોકો પ્રત્યે ની વિચારશિલતા અને સંવેદનશીલતા પણ ખુબ જ વખાણવા યોગ્ય છે. આવા લોકો નવા સાહસ માટે તુરંત તૈયાર જ હોય છે.

ઘણીવાર આ લોકો સાથે તાલમેલ ખૂબ જ અઘરો પડી જાય છે કારણ કે, તે થોડા સ્વાર્થી હોય છે અને હંમેશા પોતાના વ્યક્તિગત લક્ષ્યો તરફ જ વધુ પડતુ ધ્યાન ધરાવતા હોય છે. બી બ્લડ ગૃપ ધરાવતા લોકો હંમેશા પોતાના લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે માટે તેઓ ક્યારેક સ્વાર્થી પણ બની જાય છે. બી બ્લડ ગૃપ ધરાવતા લોકો એકદમ ઠંડુ મગજ ધરાવતા હોય છે કારણ કે, તે હંમેશા હૃદયથી જ વિચારતા હોય છે.

બ્લડગૃપ એ.બી. :

આ એ.બી. બ્લડ ગૃપ ધરાવતા લોકો ખુબ જ ઓછા જોવા મળે છે. આ લોકો બધાના ચાહિતા હોય છે. તે એટલા માટે કારણ કે આ લોકોમા એ અને બી બંને બ્લડગૃપ ના લક્ષણો જોવા મળે છે. તેનો અર્થ એવો છે કે તે શરમાળ પણ છે અને લોકો સાથે હળેમળે તેવો સ્વભાવ પણ ધરાવે છે પરંતુ, તેનો આધાર તેમના મૂડ પર રહેલો છે. આ લોકો તેમના આકર્ષક વ્યક્તિત્વ માટે જાણીતા હોય છે અને આવા લોકો ને ભાગ્યે જ કોઈ અવગણતુ હશે અને માટે જ તેમને પાર્ટીની જાન ગણવામા આવે છે.

આ એ.બી. બ્લડ ગૃપ ધરાવતા લોકો ખુબ જ આધ્યાત્મિક અને પરિશ્રમી હોય છે. તેમનો દિવસ ક્યારેય બોરિંગ નથી હોતો કારણ કે, તે હંમેશા કોઈ ને કોઈ પ્રવૃત્તિમા વ્યસ્ત રહે છે. કેટલીક વાર એવુ પણ બને છે કે આવા લોકો ઘણીવાર પાર્ટી નુ મૂડ ઉડાડી નાખતા હોય છે કારણ કે, આ લોકો પોતાની ઇચ્છા મુજબ જ લોકો નો પક્ષ લે છે, આ બ્લડ ગૃપ ધરાવતા લોકો તણાવ હેઠળ સારી રીતે પ્રત્યુતર નથી આપી શકતા.

બ્લડગૃપ ઓ :

ઓ બ્લડગૃપ ધરાવતા લોકો પણ વિશ્વ મા પુષ્કળ છે. ઓ બ્લડગૃપ ધરાવતા લોકો તેમની સ્વતંત્ર વિશિષ્ટતા માટે જાણીતા છે. વિશ્વના ૩૫% કરતા પણ વધુ લોકો આ બ્લડ ગૃપ ધરાવે છે. ઓ બ્લડગૃપ ધરાવતા લોકોને બે પ્રકારમા વહેંચી શકાય, આગેવાનો અને એકાંકી. આ લોકો સ્વનિર્ભર હોય છે અને તેઓ અન્ય લોકો ની સલાહ ને માન આપીને પણ જોખમી નિર્ણયો લેવાનુ પસંદ કરે છે. ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકો તેમની અંતઃસ્ફૂર્ણા થી ઓળખાય છે.

જો કે આવા લોકો ને જૂથમા કાર્ય કરતા મુશ્કેલી અનુભવાય છે કારણ કે, તે લોકો ખુબ જ જલદી હાર માની લે છે. આવા લોકો તેમના શક્તિશાળી વ્યક્તિત્વ માટે જાણીતા હોય છે. આ કારણોસર તે હંમેશા કોઈપણ કાર્યક્રમના આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. જો કે તેમનો બોલ્ડ સ્વભાવ તેમને અન્ય લોકો થી એકલા પાડી દે છે. ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકો હંમેશા તણાવ મા સારું પર્ફોમન્સ આપે છે પરંતુ, તેમને તેમના પરિશ્રમ માટે ઓળખ મળશે તેવી ખાતરી હોય ત્યારે જ.

અહીં આપણે ઉપરોકત ચર્ચા ને ટુંકમાં સાર આપીએ :

એ બ્લડગૃપવાળા લોકોએ તેમજ એ.બી બ્લડગૃપ સાથે સારું ભળે છે, બી બ્લડ ગૃપવાળા લોકો બી તેમજ એ.બી સાથે સારું ભળે છે , એ.બી બ્લડ ગૃપવાળા લોકો બધા જ સાથે સારી રીતે ભળે છે. ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકોને ઓ ગૃપ તેમજ એ.બી ગૃપ સાથે સારો મેળ આવે છે.

Leave a Reply

Top