You are here
Home > Jyotish >

તમારા ડૂબતાં નસીબ ને બદલવા માટે ઘરમાં આ જગ્યાએ બાંધો કાળો દોરો, રાતો રાત ખૂલી જશે નસીબ

મિત્રો આ દુનિયામાં બધા લોકોને કઈક કરી છૂટવું છે અને લાખો રૂપિયા કમાવા છે. લોકો ઈચ્છે છે કે તેની પાસે એટલા પૈસા હોય જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની જરૂરીયાતોને પૂરી કરી શકે. પણ આ માટે મહેનત જરૂરી છે. તેમાં પણ અમુક લોકો તો વગર મહેનતે નામ કમાઈ લે છે. એવા લોકોની કિસ્મત તેમની સાથે હોય છે. પરંતુ બધાની સાથે આવું થતું નથી. સમાજમાં એક અમીર અને સફળ વ્યક્તિ બનવા માટે કઠોર પરિશ્રમની જરૂર હોય છે. શું તમે વગર મહેનતે કોઈને અમીર બનતા જોયા છે? કદાચ ના, કારણ કે એવું હોતું જ નથી.

મિત્રો આજે ફેશન નો જમાનો છે. તમે જોયું હશે કે ઘણા વ્યક્તિઓ ફેશનમાં હાથ અથવા પગમાં કાળા રંગના દોર બાંધેલા હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓ ફેશનમાં પોતાના એક હાથ અથવા પગમાં કાળો દોરો બાંધી લે છે. તે દોરો તો બાંધી લે છે પણ તેના મહત્વથી અંજાણ રહે છે. પણ જો આ કાળા રંગના દોરને સાચી રીતે બાંધવામાં આવે તો આ કમાલ કરી શકે છે. શરીર સિવાય ઘરમાં પણ એક એવી જગ્યા હોય છે. જ્યાં દોરો બાંધવાથી કિસ્મત રાતો રાત પલટી જાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં કાળા દોરાનું મહત્વ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે. જો કોઈ તકલીફ લાંબા સમયથી તમારી પાછળ પડી છે અને જવાનું નામ જ નથી લેતી તો આ ઉપાય કરવાથી તમે તે તકલીફથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. એટલું જ નથી તે તમને ભવિષ્યમાં આવવાવાળી બધા વિધ્નોથી બચાવશે.

જો તમે પણ એવું ઈચ્છો છો કે તમારા પરિવાર માં સુખ નો સુરજ ઊગે અને તમારા ખરાબ સમય દૂર થાઈ તેના માટે એક નાનો ઉપાય કરો. સૌથી પહેલા બજારમાંથી એક કાળો રેશમી દોરો લઈને આવો. હવે આ દોરાને ૫ શનિવાર સુધી હનુમાનજીના મંદીરમાં લઇ જઈને ૫-૧૧ નાની ગાંઠ મારો. ગાંઠ મારવાની કામ પહેલા શનીવારથી શરુ કરો તો સારું રહેશે. ગાંઠની સાથે હનુમાનજીના ડાબા પગ પર સિંદુર લગાવો. હવે પછીના ૫ શનિવાર સુધી આ ગાંઠ લાગેલા દોરને પોતાની સાથે મંદિર લઇ જાઓ અને તેને ભગવાનના ચરણોમાં રાખીને મનની વાત કહો. જયારે પાચમાં શનિવારે મંદિર જાઓ ત્યારે રાત્રે ૧૧ થી લઈને ૧ વાગ્યાની વચ્ચે આ દોરાને દુકાન અથવા ઘરની તિજોરીમાં બાંધી દો.

જો તમે આ ઉપાય કરશો તો ઘરમાં ક્યારે પણ પૈસાની કમી નહિ થાય અને ભવિષ્યમાં આવતા બધા જ વિધ્ન પણ ટળી જશે. જો તમારા ઘરમાં લાંબા સમય થી કોઈ બીમાર છે. તો આ કાળા દોરાને મંગળવારની સાંજે હનુમાન મંદિર જઈને હનુમાનજીના ચરણોમાં રાખો અને સિંદુર લગાવ્યા પછી બીમારીના ગળામાં પહેરાવીથી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે.

Leave a Reply

Top