You are here
Home > Jyotish >

તમારા દુર્ભાગ્યને દૂર કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવવા માટે કરો માત્ર આ ૫ ઉપાય

લોકો પૈસા કમાવા માટે અને સુખ સમૃદ્ધિ માટે જીવનમાં ઘણી મહેનત કરે છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે લાખ કોશિશ કરવા છતાં પણ વ્યક્તિ ને પોતાની મહેનત નું ફળ નથી. જેથી વ્યક્તિ પોતાના ભાગ્ય નો દોષ આપવા લાગે છે. પણ તમને પોતાના ભાગ્ય ને દોષ ના આપવો જોઈએ કારણકે તમારા પૂર્વ સમય ના કર્મ હોય છે જેના કારણે તમારા કાર્ય માં અવરોધો આવે છે. તમે તમારા ખરાબ સમય ને સારો બનાવવા માંગો છો તો તેના માટે કેટલાક ઉપાય કરવાની જરૂરત છે. પરંતુ તમને આ વાત નું ધ્યાન રાખવું પડશે કે તમે કોઈ નું ખરાબ ના કરો તમે પોતાના મન માં બધાની ભલાઈ નો વિચાર રાખો.

ચાલો જાણીએ દુર્ભાગ્ય દૂર કરી સુખ, શામૃદ્ધિ અને શાંતિ મેળવવાનો ઉપાય:

જે માણસ પોતાના ખરાબ સમય ને દૂર કરી સારો સમય બનવા માંગે છે તેને રાત ના સૂતા સમયે એક તાંબા ના લોટા માં પાણી ભરીને રાખી દો અને સવારે ઉઠ્યા પછી તમે આ પાણી ને પોતાના માથા થી સાત વખત ઉતારીને તમે જે ઈચ્છો છો તે ભગવાન પાસે માંગીને તેનું ધ્યાન કરી આ પાણી ને કોઈ કાંટાવાળા વૃક્ષ ના મૂળ માં અર્પિત કરી દો. તમારે એવું એક અઠવાડિયા સુધી કરવાનું છે જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારો ખરાબ ભાગ્ય બહુ જ જલ્દી પૂરું થઇ જશે.

જો તમારું ભાગ્ય યોગ્ય કામ નથી આપતું તો તેના માટે તમે દરરોજ નિયમિત રૂપ થી ગાય માતા ને રોટલી ખવડાવો અને આ ગાય માતા નું દૂધ પીવો તેના સિવાય તમે ગૌ માતા ની પૂજા વિધિ વિધાન ની સાથે કરો અને તેમની સેવા પણ કરો પરંતુ તમને આ વાતું નું ધ્યાન રાખવું પડશે કે તમારે તેમનું દૂધ પીવું પડશે જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા બધા કાર્ય પુરા થવા લાગશે.

તમે મંગળવાર ના દિવસે કોઈ હનુમાન મંદિર મા જાઓ અને ત્યા પર હનુમાન ચાલીસા ને ઓછા મા ઓછી 7 વખત વાંચો તેના પછી હનુમાન જી ને સાત જ નારિયેળ ભેટ કરો તેમાથી કેટલોક ભાગ પોતાના માટે પ્રસાદ ના રૂપ મા રાખી લો બાકી ત્યા પર હાજર લોકો મા વહેંચી દો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારુ ભાગ્ય ખુલી જશે.

જે વ્યક્તિ પોતાના ઇષ્ટ દેવતા ની પૂજા અર્ચના નિયમિત રૂપ થી કરતા હોય તેને કોઈ વસ્તુ ની ચિંતા કરવાની જરૂરત નથી અને તમે પોતના મન માં સકારાત્મક વિચાર રાખો અને ના જ કોઈ ના વિશે ખરાબ વિચારો.

જે વ્યક્તિ નિયમિત રીતે દરરોજ સવાર ના સૂર્ય દેવ ને તાંબા ના લોટા થી પાણી અર્પિત કરે છે તેના બધા કાષ્ઠ દૂર થાઈ છે. અને આ પાણી સાફ હોવું જોઈએ અને તેમાં કુમકુમ અને ફૂલ નો પણ પ્રયોગ કરો તેની સાથે જ તમે પોતાના ઘર માં તુલસી નો છોડ જરૂર રાખો અને તેમાં દરરોજ પાણી અર્પિત કરો તમે ઈચ્છો તો દરરોજ તુલસી નું એક પાંદડું ખાઈ પણ શકો છો તેનાથી તમારો ખરાબ સમય દુર થઇ જશે અને તમારો શુભ સમય શરૂ થઇ જશે.

Leave a Reply

Top