You are here
Home > Jyotish >

તમારા જીવનમા સુખ-સમૃધ્ધિ અને ઈચ્છાપુરતી માટે કરો તુલસીના છોડના આ ચમત્કારિક ઉપાયો

મિત્રો , આપણા હિંદુ ધર્મ મા તુલસી ના છોડ ને અત્યંત પવિત્ર ગણવા મા આવે છે તેમજ આ છોડ ને ‘ સ્વર્ગ ના છોડ ’ તરીકે પણ ઓળખવા મા આવે છે. આપણે ત્યા ની માન્યતાઓ મુજબ તુલસી નો છોડ ઘર મા વાવવુ અત્યંત પવિત્ર ગણાય છે. એટલે જ હિંદુ ધર્મ મા શ્રધ્ધા રાખતા તમામ લોકો ઘર મા તુલસી નો છોડ વાવે જ છે.

મોટાભાગ ના લોકો નિયમિત આ તુલસી ના છોડ નુ પૂજન કરે છે તેમજ તુલસી ના છોડ ના પૂજન વગર પ્રભુ નારાયણ ની આરાધના ને અધૂરી ગણવા મા આવે છે. આ ઉપરાંત તુલસી ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વ નુ નથી. પરંતુ , વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ પણ અતિ મહત્વપૂર્ણ મનાય છે. તુલસી ના છોડ ને એક એન્ટિ બાયોટીક સ્વરૂપે ઉપયોગ મા લેવાય છે.

જો તમને ખ્યાન ના હોય તો જણાવી દઈએ કે , જે લોકો તુલસી ના પર્ણો નુ નિયમિતપણે સેવન કરે છે તેમને કોઈપણ પ્રકાર ની શારીરિક સમસ્યાઓ ઉદ્દભવતી નથી. આ ઉપરાંત તુલસી ના પર્ણો પ્રભુ ને અર્પણ કરવા મા આવે તો અત શુભ ગણાય છે. આ ઉપરાંત તુલસી ના પર્ણો જીવન મા એટલા શુભ ગણાય છે કે તે તમારુ સૂતેલુ નસીબ પણ જગાડી શકે તથા તમારા સર્વ દુઃખો નો નાશ કરી નાખે.

પ્રાચિન સમય થી તુલસી મંગળ ગ્રહ સાથે સંકળાયેલ છે તેવી માન્યતાઓ છે અને તુલસી મા આગ નુ તત્વ પણ પ્રાપ્ત થઈ રહે છે. તુલસી એ કોઈ ના પણ જીવન મા સ્થિરતા લાવવા માટે અતિ મહત્વ નુ ગણાય છે તથા તુલસી ના લીધે મન શાંત તથા પ્રેમ થી ભરપૂર રહે છે.

તુલસી વ્યક્તિ ના જીવન મા નાણા લાવવા માટે સહાયરૂપ બને છે તથા તુલસી નો છોડ ઘર મા હોય તો તમામ આર્થિક વિપદા થી તમારુ રક્ષણ કરે છે. આ તુલસી વ્યક્તિ ના જીવન મા એટલુ ઉપયોગી છે કે તે તમારા તમામ અધૂરા કાર્યો ને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે તથા તમારા જીવન ને હંમેશા માટે પરિવર્તિત કરી નાખે. તુલસી નો ઉપયોગ કરી ને અમુક વિશેષ ઉપાયો કરી ને તમારી સમસ્યાઓ દૂર કરી શકાય.

સંતાન ને નિયંત્રણ મા લાવવા :
તુલસી સંતાન ને ગેરમાર્ગે દોરતો અટકાવી ને તેને નિયંત્રણ મા લાવવા માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત જો તમારુ સંતાન અત્યંત જીદ્દ ભરેલો સ્વભાવ ધરાવતા હોય તથા તમારી વાત સાંભળતા ના હોય તો તમારે પૂર્વ દીશા મા તમારા સંતાન ને લઈ ને તુલસી ના ત્રણ પર્ણો પોતાના સંતાન ને ખવડાવી દેશો તો તમારુ સંતાન તમારુ કહ્યુ કરવા માંડશે.

ઘર મા પ્રવેશેલી નકારાત્મક ઊર્જા દૂર થાય :
ઘર મા થી પ્રવેશેલી નેગેટીવ એનર્જી ને દૂર કરવા માટે ૪-૫ તુલસી ના પર્ણો લો. ત્યારબાદ પિત્તળ ના પાત્ર મા પાણી ભરી આ તુલસી ના પણો ને ૧ દિવસ માટે મૂકી દો. ૨૪ કલાક બાદ આ પાણી ને પોતાના ઘર ના મુખ્ય દ્વાર પર છાંટો. ઘર ના અન્ય ભાગો મા પણ આ પાણી ને છાંટો. જેથી નકારાત્મક ઊર્જા મા થી તમને મુક્તિ મળે.

માન-સન્માન મેળવવા :
એ તો વાસ્તવિકતા છે કે જે લોકો નોકરી કરતા હોય છે તેમને ક્યારેક ને ક્યારેક તેમના સહકર્મચારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તકલીફો નો સામનો કરવો જ પડતો હોય છે. તો આવી પરિસ્થિતિ મા તમારે ઓફિસ મા કોઈ ખાલી જગ્યા પર એક કૂંડા મા અથવા તો માટી હોય તેવી જગ્યા મા સોમવાર ના દિવસે તુલસી ના બીજ લઈ ને સફેદ વસ્ત્ર મા બાંધી ને પરોઢ ના સમયે દબાવી દો. આમ કર્યા બાદ તમને તમારા સહકર્મચારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ તરફ થી માન-સન્માન પ્રાપ્ત થશે.

મનગમતા જીવનસાથી સાથે પરણવા માટે :
જો તમે વિવાહ માટે યોગ્ય પાત્ર ની શોધ કરી રહ્યા હોવ પરંતુ , કઈ જ મેળ ના પડતો હોય તો તમારે નિયમીત તમારા ઘર ના તુલસી ના રોપ મા પાણી અર્પણ કરી અને સાથોસાથ તેની પ્રદક્ષિણા કરો. આ ઉપાય અજમાવવા થી તમને તમારા મનગમતા જીવનસાથી પ્રાપ્ત થશે.

ધંધા મા ઉન્નતિ મેળવવા માટે :
ધંધો એક એવી વસ્તુ છે જેમા ક્યારેય ઉતાર તો ક્યારેક ચઢાવ નો સમય આવતો જ રહેતો હોય છે. પરંતુ , જે લોકો ધંધા મા ભારે ધનહાનિ નો સામનો કરી રહ્યા હોય તેમણે દર શુક્રવારે પરોઢે તુલસી ના છોડ ને કાચુ દૂધ અર્પણ કરવુ અને મિષ્ટાન્ન નો ભોગ ધરવો. ત્યારબાદ કોઈ પરણેલી સ્ત્રી ને મિષ્ટાન્ન નુ દાન કરવુ જેથી તમને ધંધા મા અપાર સફળતા પ્રાપ્ત થાય.

Leave a Reply

Top