You are here
Home > Jyotish >

તમારા સૂતેલા ભાગ્ય ને જગાડવા હોલિકા દહન સમયે નાખો માત્ર આ એક ચીજ, પલટાય જશે ભાગ્ય

હોળી ના તહેવાર ને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે હોળી ના ઉત્સવ નો ઉત્સાહ અત્યારે થી જ નાના-મોટા સહુના મોઢા પર જોવા મળે છે. આ તહેવાર નું હિન્દુ ધર્મમા અનેરું મહ્ત્ત્વ છે. આ ચાલુ વર્ષે નવમી માર્ચ ૨૦૨૦ ને સોમવારે હોળીકાદહન થશે. દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાએ હોળિકા દહન કરવામા આવે છે.

આ તહેવાર ને બુરાઈ પર અચ્છાઈ ની જીતના પ્રતિક સ્વરૂપે ઉજવવામા આવે છે. આ દીવસે જે પવિત્ર અગ્નિ પેટાવવા મા આવે છે. તેમાં દરેક પ્રકાર ની દૂષ્ટતા, અહંમ તેમજ નકારાત્મકતાઓ નો નાશ કરવામા આવે છે અને આ સાથે જ બીજા દિવસે એટલે કે ધુળેટી ના દિવસે વ્યક્તિઓ રંગોત્સવ મનાવે છે એટલે કે એકબીજા ને જુદા-જુદા રંગો થી રંગે છે.

હોળીકા દહન ની આ પરંપરા ક્યારે શરૂ થઈ હતી

આપણા હીન્દુ પુરાણો મુજબ હિરણ્યકશ્યપ કે જે એક રાક્ષસ હતો તેણે જ્યારે પોતાના દીકરા પ્રહલાદ ને વિષ્ણુ ભક્તિ કરતાં જોયો તો ત્યારે તે તેના પર ઘણો ક્રોધિત થયો ને તેના દીકરા ની આ ભક્તિ ને દૂર કરવા તેણે પોતાની બહેન હોલીકાને આદેશ આપ્યો કે તે પ્રહલાદ ને પોતાના ખોળામા લઈને અગ્નિમા બેસી જાય. કેમ કે હોલીકા ને વરદગાન પ્રાપ્ત થતું કે અગ્નિ તેને બાળી નહી શકે. પરંતુ પ્રહલાદ ની ભક્તિમા અગાથ શક્તિ હોવા ને લીધે જે અગ્નિ મા હોલીકા પ્રહલાદ ને ભસ્મિભૂત કરવા માગતી હતી તેમાં તે પોતે જ રાખ થઈ ગઈ.

આ ભક્તિ ની અમોઘ શક્તિ ને દર્શાવતી પૌરાણીક કથા ની યાદમા હોલીકા દહનની દર વર્ષે ફાગણ માસ ની પૂર્ણિમા ના દિવસે ઉજવવા મા આવે છે. આ હોલીકા દહન સમયે અમુક ઉપાય અજમાવવા થી માનવ જીવન મા ચાલતી મુશ્કેલીઓ ને દુર કરી શકાય છે. આ દિવસે ઘરના દરેક સભ્યએ ત્યાં હાજર રેહવું જોઈએ. આ વખતે ઘઉં, ચણા, વટાણા અથવા તો અળશી જેવા ધાન્ય ને આ હોલિકા દહન સમયે અગ્નિમા નાખી ને તેની સાત પરિક્રમા કરવી જોઈએ જેથી ઘરના સભ્યો ને શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે તેમજ ઘરમા પવિત્રતા આવે છે.

આ સિવાય ઘરના વડિલ વ્યક્તિએ હોલીકામા ઘી મા ડુબાવેલ લવિંગ, એક પતાશું તેમજ એક પાંદડું ચડાવવું જોઈએ તેમજ ત્યારબાદ ત્રણ પરિક્રમા કરીને આ અગ્નિ મા સૂકાયેલ નારિયલ હોમવું જોઈએ. આવું કરવાથી પરિવાર ના તમામ દુઃખ દૂર થાય છે તેમજ ઘરમા સુખ સમૃદ્ધિ આવે છે. હોલીકા દહન ના પૂજન સમયે તમારે એક ચાંદી ના સિક્કા પર હળદર થી તિલક કરી તમારી તિજોરી મા મુકી દેવું. આવું કરવા થી તમારું ધન ક્યારેય ખૂટતું નથી.

આ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે આ હોલીકા ની પવિત્ર અગ્નિ તમામ પ્રકાર ની નકારાત્મકતા નો નાશ કરે છે તેમજ સાથોસાથ આ જ નકારાત્મકતા થી ઉત્પન્ન થયેલી બદીઓ નો પણ નાશ કરે છે. આ દિવસે ગોમતી ચક્ર ને તમે જ્યાં ધન રાખતા હોય ત્યાં જો તેને મુકવામા આવે તો તે પણ તમને અઢળક લાભ પહોંચાડે છે. આ સાથે જ તમે જ્યારે હોલીકા દર્શન માટે જાઓ ત્યારે તમારે તમારી સાથે પીળા કાપડમા હળદર બાંધી ને લઈ જવી તેમજ તેને આ અગ્નિ મા હોમી દેવી, આવું કરવાથી તમારા દોષો નો નાશ થાય છે.

તમારી દુકાન, ઓફીસ અથવા તો પછી તમે જે જગ્યાએ કામ અથવા ધંધો કરતાં હોવ તેની સદેવ પ્રગતિ થતી રહે તે માટે આ ગોમતી ચક્ર ને એક લાલ કપડા મા મુકી તેને તમારી દુકાન અથવા તો ઓફિસના મંદીરમા રાખી મુકવું. આ સિવાય બે ગોમતી ચક્રો લઈ એક સાફ કપડા મા તેની પોટલી બાંધી તમારા ધંધા અથવા તો વ્યવસાય ના પ્રવેશદ્વાર પર પણ લટકાવી શકો છો. આવું કરવાથી તમારા ગ્રાહકો પર હકારાત્મક અસર પડશે. આ સાથે જ તમારા ધંધા અથવા તો વ્યવસાય મા પણ વૃદ્ધિ જોવા મળશે.

આ દિવસે તમે ઉપરોક્ત જણાવેલ કોઈપણ ઉપાય અજમાવો તે ઉપાય નો પ્રયોગ કરતા સમયે તમારે એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે તમારે કોઇપણ ઉપાય અજમાવતા સમયે પ્રભુ શ્રી ભગવાન વિષ્ણુ ના “ॐ नमो भगवते वासुदेवाय नमः” મંત્ર નો જાપ કરવો જરૂરી છે. આ ઉપરોક્ત જણાવેલા મંત્રોચ્ચાર સાથે ઉપરોક્ત ઉપાયો નુ અનુસરણ કરવા થી સદેવ દરેક કાર્ય મા સફળતા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Top