You are here
Home > Jyotish >

તમારી જન્મતારીખ ના આધારે જાણો તમારો આવનાર મહિના કેવો સાબિત થશે

જ્યોતિષ શાસ્ત્રમા કોઈ વ્યક્તિ નો શુભ અંક તેના જન્મતારીખ ઉપર થી ગણવામા આવે છે. જેને મૂળાંક તરીકે પણ ઓળખવામા આવે છે. આ મૂળાંક જન્મ તારીખ ના અંકો ને યોગ પણ કહેવામાં આવે છે. જેમ કે જો કોઈ વ્યક્તિ ની જન્મ તારીખ ૨૨ એપ્રીલ હોય તો તેના તારીખ ના બંને અંકો નો યોગ એટલે કે ૨ + ૨ = ૪ થાય છે. જો કોઈ વ્યક્તિ ની જન્મ તારીખ નો સરવાળો બે અંકો નો આવતો હોય જેમ કે ૨૫ તો તેનું મૂળાંક ૨ + ૫ = ૭ થાય છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જન્મ તારીખ ઉપર થી વ્યક્તિ ના ભવિષ્ય તેમજ સ્વભાવ ની વાતો જણાવવા મા આવે છે અને તેને અંગ્રેજી મા ન્યૂમરોલોજી પણ કહે છે. આ આવનાર માસ મા ઘણા લોકો ને ભાગ્ય નો સાથ મળી શકે છે, જ્યારે ઘણા લોકો ને કઠોર પરિશ્રમ કર્યા બાદ પણ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ તમારા માટે આ આવનાર સમય કેવો સાબિત થશે.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૧, ૧૦, ૧૯ અથવા તો ૨૮ છે તેમણે આ મહિના મા વધારે ભાગાદોડી કરવી પડશે. ઘર-પરિવારમા વાદ-વિવાદ થી બચવાનો પ્રયાસ કરવો. આ સાથે જ ધૈર્ય થી કામ લેવા મા આવે તો સારું રહેશે. દુશ્મનો થી સાવધાન રાખવાની જરૂર છે. થોડી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯ છે તેમણે અગાવ કરવામા આવેલ પરિશ્રમ નો આ માસ દરમિયાન સફળ થઈ શકે છે. ઘર-પરિવાર તેમજ સમાજમા માન-પ્રતિષ્ઠા મળી શકે છે. નોકરીયાત વર્ગ ને તેમના અધિકારીઓ નો સાથ મળશે.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૩, ૧૨, ૨૧ અથવા તો ૩૦ છે તેમણે તેમના નજીકના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તેમનો ઉત્સાહ ટકી રહેશે. વેપારીવર્ગ માટે સમય તેમની તરફેણ મા રહેશે. નોકરી મા લાભ ની તકો મળી શકે છે.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૪, ૧૩, ૨૨ અથવા તો ૩૧ છે તેમણે આ મહિને લાંબા અંતર ની યાત્રા પર જવું પડશે. રોકાણ કરતા સમયે કોઈ જાણકાર વ્યક્તિ ની સલાહ જરૂર થી લેવી. જોખમભર્યું કામ કરવાનુ ટાળવું.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૫, ૧૪, અથવા તો ૨૩ છે તેમના ખર્ચાઓ મા વધારો થશે. અજાણ વ્યક્તિઓ પર ભરોસો રાખવા થી નુકસાન વેઠવું પડી શકે છે. આ સમય શાંત રહીને જ કામ કરવાનો છે. જોશ મા આવી કામ કરવા થી નુકસાન થઈ શકે છે.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૬, ૧૫ અથવા તો ૨૪ છે તેમના અટવાયેલાં નાણા આ મહિનામા પરત મળી શકે છે. વેપારીવર્ગ માટે યાત્રા કરવી લાભદાયી સાબિત થઈ શકે. રોજગારક્ષેત્રે કોઈ મોટી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૭, ૧૬ અથવા તો ૨૫ છે તેમણે ઘર-પરિવાર તેમજ સમાજ મા નામના વધશે. નવા કામ ની શરૂઆત આ માસ દરમિયાન થઈ શકે છે. જૂની સમસ્યાઓ નો ઉકેલ આ સમય દરમિયાન મળી શકે છે. કોઈ લાભ નો સોદો મળી શકે છે.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૮, ૧૭ અથવા તો ૨૬ છે તેમણે શાસકીય કાર્યોમા સફળતા પ્રાપ્ત થઇ શકે છે. વ્યવસાય કરવા ઈચ્છુક વ્યક્તિઓ માટે આ માસ ઘણો શુભ ફળ આપનારો સાબિત થઇ શકે છે. લગ્ન જીવનમા સુખ-શાંતિ ટકી રેહશે. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખવી.

જે વ્યક્તિઓ ની જન્મ તારીખ ૯, ૧૮ કે ૨૭ છે તેમણે યાત્રા પર જવાના યોગ સર્જાય શકે છે. અજાણ વ્યક્તિઓ પર ભરોસો ન કરવો. ખરાબ સંગત ને લીધે નુકસાન વેઠવું પડી શકે છે. આ સાથે જ આવકમા ખોટ નો સામનો કરવો પડી શકે છે. તો તમે પણ તમારી જન્મ તારીખ મુજબ આગામી મહિનો કેવો રહેશે તે જાણી શકો છો.

Leave a Reply

Top