You are here
Home > Jyotish >

તમારી કોઇપણ વર્ષો જૂની ઈચ્છાઓ પૂરી કરવા માટે અપનાવો તુલસીજીના આ ઘરેલુ નુસખા

હિંદુ ધર્મ મુજબ તુલસી ના છોડ ખુબ જ પવિત્ર ગણાય છે. હિંદુ ધર્મ મા તેનો ઉલ્લેખ એક સ્વર્ગ ના છોડ તરીકે થયેલ છે. તુલસી ના છોડ નુ ઘર મા હોવુ શુભતા નુ પ્રતિક ગણાય છે. આથી મોટાભાગ ના લોકો ના ઘર મા તુલસી નો છોડ હોય જ છે. તુલસી વગર વિષ્ણુ ભગવાન ની પુજા અધૂરી ગણાય છે. આ છોડ ની પુજા-આરતી પણ થાય છે. આ તુલસી નો છોડ ધાર્મિક નજરે નહી પણ આરોગ્ય ની નજરે પણ ઘણો ઉપયોગી સાબીત થાય છે. જેના પ્રયોગ એક ઔષધી ના રૂપે પણ થાય છે.

મંગળ ગ્રહ સાથે હોય છે તુલસી નુ જોડાણ:

જે મનુષ્યો તુલસી ના પાન આરોગે છે તેના શરીર મા કોઈ પણ જાત ની બિમારી થતી નથી. આ તુલસી ના પાન ભગવાન ને પણ ચડાવવા મા આવે છે. ઉપરાંત એક ટોટકા ના પ્રયોગ થી તમારુ ભાગ્ય પણ બદલી શકે છે. જેના થી તમામ પ્રકાર ની પીડાઓ દુર થાય છે. એક માન્યતા મુજબ મંગળ ગ્રહ નુ જોડાણ તુલસી ના છોડ સાથે હોય છે.

કોઈપણ મનુષ્ય ની જીંદગી મા સ્થિરતા લાવવા નુ કાર્ય તુલસી કરે છે. અગ્નિ તત્વ તુલસી મા રહેલ હોય છે. તુલસી ના લીધે મન શાંત થાય તેમજ પ્રેમ અને આનંદ પ્રાપ્ત થાય. આ છોડ મનુષ્ય ને આર્થિક રીતે સક્ષમ બનાવે છે. તેમજ વ્યક્તિ ના ગાંડપણ મા ફાયદાકારક છે. આ છોડ ના અમુક એવા ગજબ ના ફાયદા વિશે જાણીએ. જેના થી દરેક મનુષ્ય ના જીવન મા પરીવર્તન આવે છે.

તુલસી ના ઉપયોગો:

બાળકો ને કાબુ મા રાખવા માટે:

જે વાલી પોતાના સંતાન ના જીદ્દીપણા સ્વભાવ થી હેરાન હોય અથવા તો સંતાનો તમારુ કહ્યુ કરતા ના હોય તો આ તુલસી ના પાન નો ઉપયોગ કરવો. પોતાના સંતાનો ને પૂર્વ બાજુ એ રાખી ત્રણ પાન ખવડાવવા. જેથી સંતાન તમારુ કહ્યુ કરવા લાગશે.

નકારાત્મક શક્તિ ને ઘર થી દુર કરવા માટે:

એક પિત્તળ ના પાત્ર મા ચાર થી પાંચ તુલસી ના પાન પાણી સાથે એક દિવસ માટે રાખો. બીજા દિવસે આ પાણી નો છટકાવ મકાન ના બારણા પાસે કરો ઉપરાંત તમામ જગ્યાએ છાટો. આમ કરવા થી નકારાત્મક શક્તિ ઘર થી દુર ભાગે છે.

નોકરી-ધંધો વધારવા માટે:

જે માણસો નો ધંધો સરખો ન ચાલતો હોય તેણે દર શુક્રવારે સવાર ના સમયે તુલસી છોડ પર દુધ ચડાવવુ તેમજ મીઠાઈ ધરવી. ઉપરાંત કોઈ વિવાહીત સ્ત્રી ને મીઠી ચીજ-વસ્તુઓ આપો. આમ કરવા થી તમારા ધંધા મા પ્રગતી થશે.

પસંદગી મુજબ ના યુવક-યુવતી સાથે વિવાહ કરવા માટે:

દરેક વાલી ને પોતાના સંતાન માટે યોગ્ય જીવનસાથી ની તલાશ હોય છે. પણ બધા ને ધાર્યા મુજબ યુવક કે યુવતી મળતી નથી. ખાસ કરી ને યુવતીઓ ને. આ સમસ્યા ના સમાધાન માટે રોજ તુલસી ના છોડ ને પાણી અર્પણ કરવુ. તુલસી ના છોડ ના આટા ફરવા નહી. આમ કરવા થી પસંદગી મુજબ નો જીવનસાથી પ્રાપ્ત થશે.

પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે:

નોકરી-ધંધો કરનારા વ્યક્તિઓ પોતાની સાથે કાર્ય કરતા કર્મચારી અથવા તો પોતાના ઉપર ના કર્મચારી થી કંટાળી ગયા હોય તેણે પોતાની ઓફીસ મા ખાલી રહેલ જ્ગ્યા અથવા તો માટી વાળી જગ્યા હોય ત્યા એક સફેદ પોટલી મા તુલસી ના બીજ સોમવારે સવારે દાબી દેવી. આમ કરવા થી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Top