You are here
Home > Jyotish >

તમે બીજા ને દગો આપી શકો છો, પણ આ માર્ચ મહિનામા જન્મ લેનાર વ્યક્તિ નહીં આપે ક્યારેય દગો, જાણો તેમની બીજી ખાસિયતો

મિત્રો, વ્યક્તિ નો જન્મ જે માસ મા થાય છે તેનામા તે મુજબ ની ખુબીઓ તથા તેમનું વર્તન, તેમનો સ્વભાવ અને તેમના વ્યક્તિત્વ નો પણ અંદાજ લગાવી શકાય છે. હાલ વર્ષ ના ત્રીજા માસ માર્ચ નો પ્રારંભ થઈ ચુક્યો છે. આ માર્ચ માસ મા જન્મેલ લોકોમા અમુક વિશેષ પ્રકારની વિશેષતાઓ હોય છે. તો ચાલો આજે આ લેખ મા જાણીએ માર્ચ માસ મા જન્મેલા લોકો અંગે ની રસપ્રદ વાતો. માર્ચ માસ મા જન્મેલ લોકો અત્યંત સજાગ હોય છે. તેમનું માઈન્ડ ખુબજ તેજ હોય છે.

તેમની સાથે વિશ્વાસઘાત કરવો સરળ નથી હોતો. તે ષડયંત્ર ના જાળને તોડવામા ખૂબ જ શાતિર હોય છે. એકવાર જો આ જાતકો નો વિશ્વાસ તૂટી જાય તો પુનઃ તેમનો વિશ્વાસ મેળવવો ખૂબ જ કપરો બને છે. એવુ કહેવાય છે કે આ માર્ચ માસ મા જન્મેલા લોકો એકદમ સ્ફૂર્તિમય હોય છે. તે લાંબા સમયની જૂની વાતો પણ સરળતા થી યાદ રાખી લે છે. તેઓ ત્યાં સુધી પ્રશ્ન ની પાછળ ઘૂમ્યા કરે છે , જ્યાં સુધી તેને મનગમતો ઉત્તર મળી ના જાય.

હૃદય જીતી લેવામા તો આ લોકો માસ્ટરી ધરાવે છે. આ લોકો ભીડમા પણ પોતાનો માર્ગ સરળતા થી કાઢી લે છે. આ લોકો ભીડ થી સાવ અલગ તરી આવતાં હોવાના કારણે લોકો ને તેમની વાતો સાંભળવા ની ખુબજ ગમે છે. વર્ષના આ માર્ચ માસમાં જન્મેલ લોકો વધુ પડતી લાગણી અને પરોપકાર થી પોતાનું જીવન વ્યતીત કરે છે. તેઓ ત્યાગ કરવામાં અને થોડુ નમતું દઈને સંબંધો જાળવી રાખવામાં માને છે. સમય આવ્યે તે લોકોની સહાયતા કરવા પણ પહોંચી જતા હોય છે, તેમને જરાપણ વાર નથી લાગતી.

આ જ કારણોસર સમાજમા તેમનું માન-સન્માન જળવાઈ રહે છે. સંબંધો નિભાવવામાં આ લોકો ખૂબ જ નિષ્ણાંત હોય છે. તેઓ તેમના જીવનસાથી ને ખુબજ પ્રેમ કરતા હોય છે. તે તેમની આસપાસનું વાતાવરણ ખુશીઓ થી છલકાવી દેવા ની આવડત ધરાવતા હોય છે. તેમનું હૃદય કાચ ની માફક એકદમ સાફ હોય છે. ગમે તેવી વિપરીત સ્થિતિ માં પણ તે પોતાના જીવનસાથી નો સાથ નથી છોડતા.

કુદરત સાથે તેમનો સંબંધ ખૂબ જ ગાઢ હોય છે. આ માર્ચ માસમા જન્મેલા લોકો મલ્ટીટેલેન્ટેડ હોય છે. જે પણ કાર્ય હાથમાં લે છે તે જ્યાં સુધી ૧૦૦ ટકા પૂર્ણ ના થઇ જાય ત્યાં સુધી જપતા નથી. તેમનું ખુશમિજાજ વ્યક્તિત્વ અન્ય લોકો માટે પ્રેરણા બને છે. તો આ છે માર્ચ માસમાં જન્મેલા લોકોની અમુક વિશિષ્ટ આવડતો.

Leave a Reply

Top