You are here
Home > Articles >

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની દયાબેન કાઢતી ફોન પર પુરૂષનો અવાજ , જાણો શા માટે ?

મિત્રો, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહિક થી આજે સૌ કોઈના ઘરમા જાણીતી બનેલી દિશા વાકાણી ઉર્ફે “દયાબહેન” નો ચાહક વર્ગ હાલ તેમને ખુબ જ યાદ કરી રહ્યો છે. જો કે વર્ષ ૨૦૧૭મા મેટરનિટીની રજા પર ગઈ હતી અને ત્યારબાદ હજુ સુધી તે શો મા પરત નથી ફરી. તેમછતા પણ આ શો ની ટી.આર.પી. મા વિશેષ કઈ ફરક નથી પડયો.

વર્તમાન સમયમા જ “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” સાથેના ઈન્ટરવ્યુમા અભિનેત્રી જેનિફર મિસ્ત્રી ઉર્ફ રોશન સોઢીએ દિશા સાથે પોતાના કામ કરવાના અનુભવ વિશે વાતો કરી હતી. જેનિફર મિસ્ત્રિએ જણાવ્યુ હતુ કે, મે અને દિશાએ ૫ વર્ષ સુધી વેનિટિ વેન શેર કરી હતી. અમારી સાથે નેહા ઉર્ફ અંજલી પણ હતી.

અમારી વેનેટી વેનમા ફક્ત બે જ બેડ હતા. એક પર નેહા આરામ કરે અને બીજા પર દિશા. પરંતુ. હુ જ્યારે વેનેટી વેનમા જાવ અને દિશા આરામ કરતી હોય તો તે તુરંત જ ઊભી થઈ જાય અને મને આરામ કરવા માટે કહેતી. તે ખૂબ જ સમજદાર સ્વભાવની છે. તે એકબીજા સાથે ખાવાનુ શેર કરવાથી માંડીને મેકઅપ કરવા સુધીના દરેક કાર્યમા સૌ કોઈની મદદ કરતી. કોઈની પણ મદદ કરવા માટે દિશા હંમેશા સૌથી આગળ હોય છે. હુ મેકઅપ કરવા જાવ ત્યારે પણ એ હંમેશા મને જગ્યા આપે.

આ સિવાય દિશાને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે એટલે તે હંમેશા મને પહેલા મૉડલ ની જેમ તૈયાર કરતી અને ત્યારબાદ કલાકો સુધી મને પોઝ આપવાનુ કહેતી અને શીખવાડતી પણ. આ સમયે હુ હસીને તેને કહેતી કે, હવે મને જવા દે મારી મા, હુ થાકી ગઈ છું. આ સિવાય દિશા એવા કોમેડી જોકસ કરતી કે તે સાંભળીને સેટ પરના તમામ લોકો હસી-હસી ને લોટપોટ થઇ જતા.

જેનિફરે વધુમા જણાવ્યુ હતુ કે, કોઈ કારણોસર દિશાનો ફોન નંબર લીક થયો હતો, ત્યારે તેને આખા દિવસના ૫૦ ફોન આવતા હતા પરંતુ, તેમછતા પણ તે એકપણ ફોન અવગણતી નહી અને બધા કોલ રીસિવ કરીને સૌ કોઈને પ્રેમથી જવાબ આપતી. પરંતુ, એક દિવસ આ અજાણ્યા ફોનથી મુક્તિ મેળવવા માટે દિશાએ એક મજેદાર ઉપાય શોધી કાઢયો હતો.

ફોન આવે એટલે દિશા પુરૂષનો અવાજ કાઢતી અને અસિસટન્ટ બનીને ફોનમા વાત કરતી કે, હેલો કોન બોલ રહા હૈ? મેડમ અભી શુટિંગ મે વ્યસ્ત હૈ.મહત્વની વાત એ છે કે, દિશા “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો મા ક્યારે પાછી આવશે એ વિશે ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ વિશે તમારુ શુ કહેવુ છે? શુ દિશા વાકાણી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો મા પાછી ફરશે? શુ આપણને ફરી દયાબેનના અવાજમા “ હે મા, માતાજી” સાંભળવા મળશે તથા દયા-જેઠા ના ફેમસ દાંડિયા જોવા મળશે? બસ આ બધા પ્રશ્નોના ઉત્તર તો હુ પણ શોધી રહ્યો છુ. જો તમને ખ્યાલ હોય તો તમારા અમૂલ્ય પ્રતિભાવ અમારા કૉમેન્ટ બોકસમા મૂકવાનો ભૂલશો નહિ અને આ લેખને શેર અવશ્ય કરજો, ધન્યવાદ !

Leave a Reply

Top