You are here
Home > Bollywood >

“તારક મહેતા..” ના સેટ પર કોને છે કોની સાથે વધુ મનમેળ અને કોણ જમે છે કોની સાથે ? વાંચો અજાણી વાતો

મિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલો ધારાવાહિક છે. આ ટીવી સીરિયલ ગુજરાતના જાણીતા સ્વ. લેખક તારક મહેતાની નવલકથા ‘દુનિયા ને ઊંધા ચશ્મા’ પરથી બનાવવામા આવી છે. આ સીરિયલ હાલ એટલી હદ સુધી લોકપ્રિય બની છે કે, જેની કલ્પના સીરિયલના કલાકારો અને પ્રોડ્યૂસર એ પણ નહોતી કરી.

હાલ ના સમયમા ઘેર-ઘેર આ સીરિયલના કલાકારો જાણીતા બની ગયા છે. આ સીરિયલ વિશે ની નાનામા નાની વાત જાણવાની ચાહક વર્ગ ને ઉત્સુકતા હોય છે. હાલ, આ ધારાવાહિક અંગે ની અમુક બાબતો વિશે આપણે ચર્ચા કરીશુ. આ સીરિયલમા છ ફેમિલી તારક મહેતા, ભીડે, ઐય્યર, હાથી ફેમિલી, ગડા પરિવાર તથા સોઢીની વાત કરવામા આવી છે. આ સીરિયલ મા દરેક કુટુંબ ને એકબીજા સાથે સારા સંબંધો છે.

જો કે, વાસ્તવિકતા મા મિસિસ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રીને સૌથી વધુ સોનાલિકા જોષી એટલે કે માધવી ભાભી તથા અંબિકા રજનકર એટલે કે કોમલભાભી સાથે વધુ પડતુ બને છે. જેનિફરના મત મુજબ અંબિકામા અંતર્જ્ઞાન ખૂબ જ છે તથા સોનાલિકા અને અંબિકા ની ગટ ફિલિંગ પણ સ્ટ્રોંગ છે. આ બંને માંથી મને ઘણુ જ શીખવા મળે છે.

આ સિવાય આશ્ચર્ય ની વાત તો એ છે કે સેટ પર જેટલા પણ કલાકાર છે, તે ઘરે થી બનાવેલુ ભોજન જ લઈને આવે છે. સ્વાભાવિક છે કે તેમને તેમની પત્નીઓ ટિફિન બનાવી આપે છે. જો કે, અભિનેત્રીઓ ઘરે થી ભોજન બનાવીને લાવી શકતી નથી. તેમણે સેટ પર એક ટિફિનવાળો બંધાવ્યો છે. જે તેમને રોજ હેલ્થી ફૂડ આપી જાય છે.

સેટ પર સામાન્ય રીતે દિલીપ જોષી એટલે કે જેઠાલાલ, શ્યામ પાઠક એટલે કે પોપટલાલ, મંદાર ચંદાવરકર એટલે કે આત્મારામ ભીડે, ચંપકચાચા એટલે કે અમિત જોશી તથા મિસિસ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી સાથે જ જમતા હોય છે. દિલીપ જોષી પોતાના ટિફિન માંથી લીલું મરચું જેનિફને આપતા હોય છે. કારણ કે, જેનિફર ને મરચા ખૂબ જ ભાવે છે. ચંપકચાચાના ટિફિનમા બટાટા-ડુંગળી ની સબ્જી એકદમ સ્વાદિષ્ટ હોય છે.

પોપટલાલ ના ટિફિન મા ઘણીવાર દાળભાત આવે છે. આ સિવાય તેમની પત્ની કેરળ ની હોવા થી કેરળ ની સ્વાદિષ્ટ અને પ્રખ્યાત વાનગીઓ બનાવે છે અને તે વિવિધ કેરેલિયન આઈટમ પોપટલાલ સેટ પર લઈને આવે છે. આ સિવાય પોપટલાલ ઘણુ બધુ ફરસાણ લઈને સેટ પર આવે છે. ભોજન કર્યા બાદ તે ફરસાણ નુ સેવન કરતા હોય છે. દિલીપ જોષી એટલે કે જેઠલાલની પત્ની પણ ભોજન સ્વાદિષ્ટ જ બનાવે છે. વિશેષ કરીને તે સલાડ ખૂબ જ સારુ બનાવે છે.

દિલીપ જોષી ફક્ત હેલ્થી ફૂડ જ ખાવાનુ પસંદ કરે છે. સેટ પર બધા જ લોકો ના જુદા જુદા મેકઅપ રૂમ બનાવવામા આવ્યા છે , જ્યા બધા કલાકારો થોડા સમય માટે આરામ કરતા હોય છે. શોટ્સ ની વચ્ચે કલાકારો પોત-પોતાના મેકઅપ રૂમમા જઈને થોડીવાર માટે સૂઈ જતા હોય છે. પરંતુ, જેનિફર મેકઅપ રૂમમા જઈને મેડિટેશન કરે છે, જેનાથી તે તાજગી મહેસૂસ કરે છે. મેકઅપ રૂમના જો શૅરિંગની વાત કરવામા આવે તો જેનિફર અને સોનાલિકા મેકઅપ રૂમ શૅર કરે છે.

અંબિકા રજનકર અને મુનમુન દત્તા એટલે કે બબિતા મેકઅપ રૂમ શૅર કરે છે. નેહા મહેતા એટલે કે અંજલી ભાભીનો મેકઅપ રૂમ અલગ છે. બાકીના બધા કલાકારો ના મેકઅપ રૂમ જુદા જુદા જ છે. તેઓ કોઈની સાથે મેકઅપ રૂમ શૅર કરતા નથી. આ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના સેટ પર સૌથી ઓછુ બોલનારી કોઈ વ્યક્તિ હોય તો તે છે ઐય્યર એટલે કે તનુજ મહાશબ્દે. સેટ પર તનુજની ગણના એકદમ શાંત વ્યક્તિમા થાય છે.

Leave a Reply

Top