You are here
Home > Articles >

સુરતમાં ઉત્તમ, સસ્તું તથા લાજવાબ સ્ટ્રીટ ફૂડ કયું અને ક્યાં ખાશો? આ રહ્યું એડ્રેસ સાથેનું આખું લિસ્ટ

ડાઈમન્ડ સીટી તરીકે ઓળખાતું શહેર એટલે આપણું સુરત.. અને સુરતમાં વસતા માણસોને સુરતીલાલા તરીકે ઓળખવામાં આવે છે.. સુરતી લાલા જેટલા મોજીલા હોય છે તેથી વધુ લાજવાબ ટેસ્ટી જમવાના પણ શોખીન છે. સુરત ગુજરાતનું સુંદર તથા આકર્ષક શહેર તો છે જ સાથે સાથે ટેસ્ટ માં પણ સુરતના ફાસ્ટફૂડ જેવો ચટકો એટલે કે ટેસ્ટ તમને ગુજરાતના બીજા કોઈ શહેર માં ચાખવા મળશે નહિ.

ગુજરાતના મેટ્રો સીટી ગણાતી અમદાવાદની જેવી રીતે જ સુરતમાં પણ માણસો બહારનું ઝાપટવાના ઘણાં બધા શોખીન છે. સુરતી લોચો હોય કે ખમણી, યુવતીઓ ની રંગબેરંગી સાડી હોય કે ચમકદાર હીરા.. સ્વાદિષ્ટ ભોજન હોય કે મીઠી મીઠી સ્વીટ ઘારી આ બધા માટે વખણાય છે આપણું સુરત. આ તો વાત થઈ સુરતની પરંતુ જો તમારે ચટાકેદાર અને સારું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ ખાવું હોય સુરતમાં ક્યાં ખાવું એ સૌથી અઘરો પ્રશ્ન છે.

જો કે સ્ટ્રીટ ફૂડની વાત આવે તો સુરત માં તમને એક એક થી એક વિકલ્પ ઘણાં વિકલ્પ મળી શકે છે. કેમ કે સુરત માં ઘણી ટેસ્ટી વસ્તુઓ જેમ કે ડુમ્મસની ટામેટા પૂરી, બિસ્મિલ્લાહ નું ઠીક શેક, ખાઉધરી ગલીનો ફાલુદો, કામરેજમાં પટેલની પાઉભાજી, એ વન નો કોકો, મઢીની ખમણી, રાંદેરની આલું પૂરી, ટકાની ભેલ સદભાવનાની ચા તથા સુરેન્દ્રનગરના સમોસા તો બધાં માણસોની પહેલી પસંદ છે જ પણ આ ઉપરાંત બીજી કઈ આઈટમ ટેસ્ટ કરવા જેવી છે તે જાણવું હોય તો તમારે ચિંતા કરવાની કે ગુગલ કરવાની કોઈપણ જાતની જરૂરિયાત નથી અમે તમને કહીશું કે સુરતમાં કઈ જગ્યાએ સારું સ્ટ્રીટ જમવાનું મળે છે.

• ઢોંસા

જો તમારે સાઉથ ઇન્ડિયન જમવું છે અને ઢોંસા તમારી પહેલી પસંદ છે તો તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. સુરતમાં હીરાવાડી માં vs ના પ્રખ્યાત ઢોસા તમારે એકવખત અવશ્ય ટેસ્ટ કરવા જ પડશે. અહીં તમને જુદા જુદા પ્રકારના ઢોંસા પણ તમને મળી જશે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે.

સરનામું : V S Dhosa- વી એસ ઢોંસા , ૫-૧૫, સન રાઈઝ ચેમ્બર્સ, પટેલ સમાજ ની વાડી પાસે, સરદાર ચોક, સુરત.
ખિસ્સું કેટલું હળવું થઈ શકે છે :
બે વ્યક્તિઓનું બિલ અંદાજે રૂ.300

• પાવ-ભાજી

પાણી પૂરી બાદ જો ઇન્ડિયન માણસોનું સૌથી ફેમસ ફૂડ હોય તો એ છે પાવ-ભાજી. જો તમારે સુરતમાં ટેસ્ટી પાવ-ભાજીનો ટેસ્ટ માણવો હોય તો તમારે શ્રી ગણેશ ઢોસા એન્ડ પાવ ભાજી સેન્ટર Shree Ganesh Dosa and Pav Bhaji CenteR ની એકવખત તો અવશ્ય મુલાકાત લેવી પડશે. આ રેસ્ટોરાં તેની પાવભાજી માટે સુરતમાં ફેમસ છે. અહીં તમને મસ્ત ઢોંસા તથા પાવ-ભાજી આસાનીથી મળી જશે.

સરનામું : શ્રી ગણેશ ઢોસા એન્ડ પાવ ભાજી સેન્ટર. સરનામું : શોપ નંબર ૧-૨,અંબિકા રેસીડેન્સી, ડભોલી ક્રોસ રોડ, સુરત
ખિસ્સું કેટલું હળવું થઈ શકે છે : અંદાજે રૂ.300 – બે વ્યક્તિ

• લોચો

જો તમે સુરત આવ્યા હોય અને લોચો નો ટેસ્ટ ના માનો તો અમે કહીએ છીએ કે તમારો સુરત આવવનો ફેરો એકદમ ખાલી ગયો હોય તેમ કહી શકાય. સુરતની સૌથી ફેમસ આઈટમ લોચો છે જેને સુરતીઓ તો ખાય જ છે. પરંતુ બહારથી આવતા માણસો સુરતમાં આવીને લોચો ખાવાનું ચૂકતાં નથી. જો તમારે સુરતી લોચો સારી જગ્યાએ ખાવો હોય તો જલારામ લોચો ઍન્ડ ખમણ સેન્ટર આ નામ કોઈ પણ સુરતી ને પૂછી લેવાનું રહેશે. કેમ કે સુરત ના સ્થાનિક માણસોમાં પણ આ નામ લોચા ના ટેસ્ટ ની જેમ સુરતીઓ ની જીભે ચોટી ગયું છે.

સરનામું : જલારામ લોચો ઍન્ડ ખમણ સેન્ટર. સરનામું : ૧૫, ૧૬, લંબે હનુમાન રોડ ગોયલ શોપિંગ સેન્ટર, માતાવાડી, વરાછા, સુરત.

ખિસ્સું કેટલું હળવું થઈ શકે છે :આશરે 200 રૂપિયા -બે વ્યક્તિ

• મિસળ પાવ

આમ આપણે જોવો જઈએ તો આ વાનગી મહારાષ્ટ્રિયન છે પરંતુ મોજીલા માણસોની પણ આ વાનગી એટલે કે મિસળ પાવ ફેમસ છે. કદાચ હવે તો ગુજરાત ના ઘણાં બધા શહેરો માં મિસળ પાવ પહોચી ગયું છે. સુરતમાં તમારે સ્વાદિષ્ટ તથા ટેસ્ટી મિસળ પાવ ખાવું હોય તો તમારે ગાડી કે વાહન લઈને પહોચી જવું પડશે અડાજણ. અડાજણ માં આવેલા મેગા મુંબઈ ફાસ્ટ ફૂડ પર તમને સ્વાદિષ્ટ મિસળ પાવ ખાવા ન મળે તો જણાવજો.

સરનામું : મેગા મુંબઈ ફાસ્ટ ફૂડ, અડાજણ ગામ, સુરત ખિસ્સું કેટલું હળવું થઈ શકે છે : બે વ્યક્તિનું બિલ માત્ર રૂ.300 અંદાજીત

• ટેસ્ટી સેવ ટામેટાં

જો તમે સુરતમાં ગયા હોય અને તમને ગમતું સેવ ટામેટાંનું શાક ખાવું છે તો તમારે સુરતમાં વ્યારા આવવું પડશે. અહીં તમને એકદમ સસ્તા ભાવે ચટાકેદાર વાનગીઓના ઘણાં ઓપ્શન મળી રહેશે. અને ખાસ આ વ્યારામાં મોડી રાત સુધી ખુલ્લી રહે છે.. અને ડ્રાઈવ કરતા હોય કે હોટેલ લઇ જવું હોય તો તમને પાર્સલ સુવિધા પણ પ્રાપ્ત થઈ જશે.

સરનામું ; શોપ નંબર-1, ઓરબીટ રેસીડેન્સી સરિતા સોસાયટી, ઓલ્ડ ચર્ચ પાસે, સુરત ધુલિયા રોડ, વ્યારા, સુરત…
ખિસ્સું કેટલું હળવું થઈ શકે છે : બે વ્યક્તિ માટે રૂ.350થી પણ ઓછાં

dip

Leave a Reply

Top